Get The App

ઈઝરાયલમાં થશે સત્તાપરિવર્તન? હમાસ સાથેના યુદ્ધ વચ્ચે નેતન્યાહૂ સામે મોટું સંકટ, જાણો લેટેસ્ટ અપડેટ્સ

7 અોક્ટોબરે ઈઝરાયલમાં હમાસની ઘૂસણખોરીને રોકવામાં નિષ્ફળતા અંગે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની ચોતરફી ટીકા થઇ રહી છે

ઈઝરાયલીઓએ નેતન્યાહૂના અમુક કેબિનેટ સાથીઓ જોડે કિનારો કરી લીધો છે

Updated: Nov 27th, 2023


Google NewsGoogle News
ઈઝરાયલમાં થશે સત્તાપરિવર્તન? હમાસ સાથેના યુદ્ધ વચ્ચે નેતન્યાહૂ સામે મોટું સંકટ, જાણો લેટેસ્ટ અપડેટ્સ 1 - image


Isreal-Hamas War : 7 અોક્ટોબરે ઈઝરાયલમાં હમાસની ઘૂસણખોરીને રોકવામાં નિષ્ફળતા અંગે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની ચોતરફી ટીકા થઇ રહી છે. લોહિયાળ સંઘર્ષ વચ્ચે નેતન્યાહૂએ એક હમાસ વિરુદ્ધ અને બીજું તેમના રાજકીય અસ્તિત્વ માટે ચર્ચાથી ખુદને બચાવ્યા છે. જોકે હવે એવી ઘટના બની છે કે જેનાથી નેતન્યાહૂનું ટેન્શન વધી ગયું છે. 

નેતન્યાહૂના કેબિનેટ મંત્રીઓથી ઈઝરાયલીઓનો કિનારો 

74 વર્ષીય નેતન્યાહૂએ તેમની છબિથી વિપરિત પોતાના કાર્યકાળ દરમિયાન 7 ઓક્ટોબરે સૌથી ઘાતક ઘટનાનો સામનો કરવો પડ્યો. તાજેતરની માહિતી અનુસાર ઈઝરાયલીઓએ નેતન્યાહૂના અમુક કેબિનેટ સાથીઓ જોડે કિનારો કરી લીધો છે. તેમના પર પેલેસ્ટિની હમાસ બંદૂકધારીઓને ગાઝાથી પ્રવેશ રોકવામાં નિષ્ફળ રહેવા, 1200 લોકોની હત્યા કરવા, 240થી વધુ લોકોનું અપહરણ કરવા અને દેશને યુદ્ધમાં ધકેલવાનો આરોપ મૂક્યો છે. 

નેતન્યાહૂ સામે કેમ છે સંકટ? 

અલગ અલગ ઘટનાઓમાં નેતન્યાહૂ સરકારના કમ સે કમ ત્રણ મંત્રીઓને જાહેરમાં અપમાનિત કરાયા. આ યુદ્ધના બહાને નેતન્યાહૂ સામેના ભ્રષ્ટાચારના કેસની સુનાવણી પણ પાછી ઠેલાતી જઇ રહી છે. જ્યારે તાજેતરના સરવેમાં જાણ થઇ કે ઈઝરાયલીઓને યુદ્ધ પ્રયાસોનું નેતૃત્વ કરવા માટે સુરક્ષા સંસ્થાનો પર ભરોસો કરી શકે છે પણ નેતન્યાહૂ પર તેમને વિશ્વાસ નથી. આ યુદ્ધ બાદ ઈઝરાયલને જે કોઈ સફળતા મળશે તેનો શ્રેય નેતન્યાહૂને નથી મળવાનો. જોેકે હવે તેમના ગઠબંધનનો પાયો મજબુત રહે તો તેઓ ફરીવાર સત્તામાં આવશે અને જો એવું નહીં થાય તો તેમની સત્તાનો અંત નક્કી દેખાઈ રહ્યો છે. 



Google NewsGoogle News