Get The App

નેતન્યાહૂ ફરી ગયા? અમેરિકાએ યુદ્ધવિરામને મંજૂરી આપી છતાં કહ્યું- હજુ સમજૂતી પૂર્ણ નથી થઈ

Updated: Jan 16th, 2025


Google News
Google News
નેતન્યાહૂ ફરી ગયા? અમેરિકાએ યુદ્ધવિરામને મંજૂરી આપી છતાં કહ્યું- હજુ સમજૂતી પૂર્ણ નથી થઈ 1 - image


Israel-Hamas War: ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ બુધવારે (15મી જાન્યુઆરી) મોડી રાત્રે જણાવ્યું હતું કે, 'હમાસ સાથે હજુ સુધી યુદ્ધવિરામ સમજૂતી પૂર્ણ થઈ નથી. તેને અંતિમ સ્વરૂપ આપવા માટે કામ ચાલી રહ્યું છે.' નેતન્યાહૂના નિવેદનના થોડા કલાકો પહેલા જ અમેરિકા અને કતારે સમજૂતીની જાહેરાત કરી હતી. જેને લઈને હજારો પેલેસ્ટિનિયનો રસ્તા પર ઊતરી આવ્યા અને ઉજવણી કરી. નોંધનીય છે કે, આ સમજૂતીથી ગાઝામાં 15 મહિનાથી ચાલી રહેલા યુદ્ધને રોકવા અને મોટી સંખ્યામાં બંધકોને મુક્ત કરવાનો માર્ગ મોકળો કરશે.

બેન્જામિન નેતન્યાહૂએ મંજૂરી ન આપતાં મામલો ગૂંચવાયો!

અહેવાલો અનુસાર, ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સ્પષ્ટપણે જણાવ્યું નથી કે તે કતારના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન અલ-સાની અને અમેરિકાના પ્રમુખ જો બાઈડેન દ્વારા થોડા કલાકો પહેલા જાહેર કરાયેલી સમજૂતીને સ્વીકારે છે કે નહીં. બેન્જામિન નેતન્યાહૂએ જણાવ્યું હતું કે, 'આ સમજૂતીની અંતિમ વિગતો નક્કી થયા પછી જ અમે ઔપચારિક પ્રતિભાવ આપશે.'

આ પણ વાંચો: અમેરિકામાં FBIની ટોપ-10 ભાગેડુની લિસ્ટમાં ગુજરાતી યુવકનું નામ, પત્નીની હત્યા બાદથી ફરાર

છેલ્લા ઘણાં અઠવાડિયાથી ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં યુદ્ધવિરામ કરાર અંગે કતારની રાજધાની દોહામાં વાતચીત ચાલી રહી હતી. યુદ્ધવિરામને અમેરિકા માટે એક મોટી સફળતા તરીકે પણ વર્ણવવામાં આવી રહી હતી. જો કે, બેન્જામિન નેતન્યાહૂએ મંજૂરી ન આપતાં મામલો વધુ ગૂંચવાયો છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા 15 મહિનાથી ચાલી રહેલા આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 46000થી વધુ લોકો માર્યા ગયા છે. દરમિયાન, ગાઝાની 90 ટકા વસ્તી વિસ્થાપિત થઈ ગઈ છે. હમાસે ઈઝરાયલ પર મોટો હુમલો કર્યા બાદ સાતમી ઓક્ટોબર 2023ના રોજ ઈઝરાયલે ગાઝા પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 1200થી વધુ લોકો માર્યા ગયા હતા.

નેતન્યાહૂ ફરી ગયા? અમેરિકાએ યુદ્ધવિરામને મંજૂરી આપી છતાં કહ્યું- હજુ સમજૂતી પૂર્ણ નથી થઈ 2 - image

Tags :
israel-PM-benjamin-netanyahuisrael-hamas-war

Google News
Google News