Get The App

યુદ્ધમાં ઈઝરાયલને મળી મોટી સફળતા! હમાસનો બીજા ક્રમનો ટોચનો લીડર સાલેહ અલ અરુરી હુમલામાં ઠાર

ઈઝરાયલ હમાસ વચ્ચે યુદ્ધને લગભગ 3 મહિના થઈ ચૂક્યા છે

મૃત્યુઆંક ગાઝામાં અત્યાર સુધીમાં 22000ને વટાવી ચૂક્યો છે

Updated: Jan 3rd, 2024


Google NewsGoogle News
યુદ્ધમાં ઈઝરાયલને મળી મોટી સફળતા! હમાસનો બીજા ક્રમનો ટોચનો લીડર સાલેહ અલ અરુરી હુમલામાં ઠાર 1 - image


Israel Hamas War Latest Update: ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયાને લગભગ 3 મહિના થઈ ચૂક્યા છે. યુદ્ધમાં 22 હજારથી વધુ પેલેસ્ટિની નાગરિકો અત્યાર સુધીમાં જીવ ગુમાવી ચૂક્યા છે. દરમિયાન, ઇઝરાયેલી સેનાએ લેબનોનમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓને નિશાન બનાવવાના અહેવાલ સામે આવ્યા છે જેમાં હમાસના બીજા ક્રમના સૌથી મોટા નેતા સાલેહ અલ અરુરીને ઠાર મરાયાની માહિતી મળી રહી છે. 

ઈઝરાયલી સૈન્યને ટાંકીને કરાયો દાવો 

ઈઝરાયલી સેનાના સૂત્રોને ટાંકીને એક અહેવાલમાં આ દાવો કરાયો હતો. જો કે, ઈઝરાયેલા સૈન્યએ હજુ સુધી આ અંગે કંઈ કહ્યું નથી. ઈઝરાયેલ પર હુમલાના પ્લાનિંગમાં સાલેહની મહત્વની ભૂમિકા હતી. માહિતી અનુસાર ઈઝરાયેલની સેનાએ મંગળવારે રાત્રે ગાઝામાં હમાસના કમાન્ડ સેન્ટર પર કબજો કરી લીધો હતો.

સાલેહ કસ્સામ બ્રિગેડનો વડો હતો

આ હુમલામાં સાલેહ ઉપરાંત હમાસના 2 ટોચના કમાન્ડર અને 4 અન્ય લોકો પણ માર્યા ગયા છે. સાલેહ હમાસની સશસ્ત્ર પાંખ કસ્સામ બ્રિગેડનો વડો હતો. તે હમાસના નેતા ઈસ્માઈલ હનાયાનો ખાસ હતો. તેણે લેબનોનમાં હમાસ અને હિઝબુલ્લાહ વચ્ચે મજબૂત કડી તરીકે સેવા આપી હતી. હુમલા બાદ લેબેનોનના વડાપ્રધાને કહ્યું કે આ હુમલો લેબનીઝ સાર્વભૌમત્વ પર કરાયેલો હુમલો છે. ઈઝરાયલ પર આરોપ લગાવતા તેમણે કહ્યું કે ઈઝરાયેલ બિનજરૂરી રીતે લેબનોનને આ સંઘર્ષમાં ખેંચી રહ્યું છે તેમ છતાં તેને આ યુદ્ધ સાથે કોઈ લેવાદેવા નથી.

યુદ્ધમાં ઈઝરાયલને મળી મોટી સફળતા! હમાસનો બીજા ક્રમનો ટોચનો લીડર સાલેહ અલ અરુરી હુમલામાં ઠાર 2 - image


Google NewsGoogle News