ગાઝાની આ છે એક એવી જગ્યા જ્યાં ઈઝરાયેલનું કોઈ નિયંત્રણ નહીં, માનવીય મદદ પહોંચાડવા માટે છે મહત્વની બોર્ડર

ગાઝાના લોકો સુધી માનવીય મદદ મોકલવાનો સૌથી મહત્વપૂર્ણ રસ્તો રફાહ ક્રોસિંગ છે

આ ગાઝાનું એકમાત્ર ક્ષેત્ર છે કે જ્યાં ઇઝરાયેલની નિયંત્રણ નથી, જેનું હાલ પહેલા કરતા ખુબ મહત્વ વધી ગયું છે

Updated: Nov 3rd, 2023


Google NewsGoogle News
ગાઝાની આ છે એક એવી જગ્યા જ્યાં ઈઝરાયેલનું કોઈ નિયંત્રણ નહીં, માનવીય મદદ પહોંચાડવા માટે છે મહત્વની બોર્ડર 1 - image


What is Rafah border crossing: ગાઝા પટ્ટી હાલ ચારેય તરફથી ઇઝરાયેલથી ઘેરાયેલું છે. પરંતુ ઈજીપ્ત સાથે આ બોર્ડર કોઈ બોર્ડર નથી તેમ છતાં રફાહ ક્રોસિંગ તરીકે ઓળખાય છે. જે ગાઝા બોર્ડરનું એક મહત્વપૂર્ણ સ્થળ છે અને હાલ ખુબ જ ચર્ચામાં છે. 

7 ઓક્ટોબરે હમાસના ઇઝરાયેલ પરના હુમલા બાદ ગાઝામાં ઇલેક્ટ્રિસીટી અને ઇંધણ જેવી પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓની અછત સર્જાઈ છે. હાલ જયારે ઈઝરાયેલે ગાઝા પર જમીન હુમલાઓ શરુ કાર્ય છે ત્યારે ગાઝાની સમસ્યાઓમાં વધારો થયો છે. એવામાં ગાઝા બોર્ડરનો એક હિસ્સો કે જે ઇઝરાયેલ નહિ પરંતુ ઈજીપ્ત સાથે જોડાયેલો છે ત્યાંથી માનવીય મદદ પહોંચાડવાનું કામ થઇ રહ્યું છે. આ સ્થળ રફાહ ક્રોસિંગના નામે ઓળખાતા આ સ્થળનું ઇઝરાયેલ માટે પણ વ્યૂહાત્મક મહત્વ છે. તો જાણીએ કે રફાહ ક્રોસિંગ શા માટે આટલું મહત્વ ધરાવે છે?

ઇઝરાયેલની દખલગીરી વગરની બોર્ડર

રફાહ ક્રોસિંગ એ ગાઝા પટ્ટીનો એક ભાગ છે જે ઇઝરાયેલની દખલગીરી વગર વિશ્વ સાથે કનેક્ટેડ છે. તે ઇજિપ્ત સાથે જોડાયેલું હોવાના કારણે ગાઝાને માનવીય મદદ પૂરી પાડવાનું મુખ્ય માધ્યમ માનવામાં આવે છે. તેના દ્વારા ગાઝામાં રહેતા વિદેશીઓ અને ગંભીર રીતે ઘાયલ લોકોને બહાર કાઢી શકાય છે.

બોર્ડર નહિ પરતું ક્રોસિંગ તરીકે વધુ મહત્વ 

રફાહ માત્ર ગાઝા અને ઇજિપ્ત વચ્ચેની સરહદ નથી. તેમજ તે એકમાત્ર સરહદી ક્ષેત્ર છે કે જ્યાં ઇઝરાયેલની કોઈ દખલગીરી નથી, એટલે એવું કહી શકાય કે આ ગાઝા તેમજ પેલેસ્ટિનિયન લોકો માટે આ વિસ્તાર ખુલ્લો છે. તેમજ તેનો લાંબા સમયથી ક્રોસિંગ તરીકે જ ઉપયોગ કરવામાં આવે છે. આ બે કારણોથી જ તેને ક્રોસિંગ કહેવામાં આવે છે. પરંતુ 2013 થી ઇજિપ્તે રફાહ ક્રોસિંગને  સંપૂર્ણપણે બંધ કરી દીધું છે.

આતંકવાદથી બચવા કરી બોર્ડર સીલ 

ગાઝામાં હમાસનું વર્ચસ્વ 2007થી વધ્યું, ત્યારબાદ આ ક્રોસિંગ પેલેસ્ટિનિયન લોકો માટે ક્યારેક જ ખોલવામાં આવે છે. 2013માં ઈજીપ્તમાં મુસ્લિમ બ્રધરહૂડ સરકાર રહી ત્યાં સુધી આવું ચાલ્યું. ત્યારબાદ ઇસ્લામિક ઉગ્રવાદ તેમજ આતંકવાદથી બચવા માટે નવી ઈજીપ્ત સરકારે ગાઝા સાથે જોડાયેલી તેની બોર્ડરને સંપૂર્ણપણે સીલ કરી નાખી હતી. 

ઈજીપ્ત માટે ખુબ જ સંવેદનશીલ ક્ષેત્ર 

હાલ હમાસ અને ઇઝરાયેલના યુદ્ધના કારણે રફાહ ક્રોસિંગ ઈજીપ્ત માટે રાજકીય રૂપે ખુબ જ સંવેદનશીલ બની ગઈ છે. રફાહ ક્રોસિંગને ઈજીપ્ત દ્વારા સનાઈ દ્વીપકલ્પમાં ઇસ્લામિક ઉગ્રવાદ નિયંત્રિત કરવા માટે જ સીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત ઈજિપ્તે તેની નીચેથી પસાર થતી ટનલનો પણ નાશ કરી દીધો હતો.  

ઈજીપ્ત પર ક્રોસિંગ ખોલવા બાબતે દબાણ 

એક સમયે ઈજીપ્તના રફાહ અને પેલેસ્ટાઇનના રફાહને આ ક્રોસિંગ અલગ પાડતી હતી. તેમજ રફાહ એ સ્મગલિંગનું મુખ્ય ક્ષેત્ર હતું. 2015 સુધીમાં ઈજીપ્ત દ્વારા એ નક્કી કરી લેવામાં આવ્યું હતું કે અહીંથી કોઇપણ પ્રકારના માનવીય કે સમાનની કોઈ લેણ-દેણ ન થાય. પરંતુ હાલના સમયમાં ઈજીપ્ત પર ગાઝામાં માનવીય મદદ મોકલવા માટે આ ક્રોસિંગ ખોલી દેવા બાબતે દબાણ થઇ રહ્યું છે. 

દબાણ બાદ લોકો માટે મહદઅંશે ખોલવામાં આવી ક્રોસિંગ 

આ દબાણ બાદ પર રફાહ ક્રોસિંગ બંધ છે, તેમ છતાં અમુક મદદ ત્યાંથી મોકલવામાં આવે છે. 1 નવેમ્બરના રોજ જ આ ક્રોસિંગથી ગાઝામાં રહેતા આંતરરાષ્ટ્રીય પાસપોર્ટવાળા લોકોને તેમજ ઘાયલોને ગાઝા પટ્ટીથી બહાર લાવવામાં આવ્યા હતા. 

દસ્તાવેજના ખુલાસાથી આરબ દેશો ઈઝરાયેલ સામે વિરોધ

ઇઝરાયલી સેનાના તાજેતરમાં લીક થયેલા દસ્તાવેજ અનુસાર, ઇઝરાયેલની સેના ગાઝામાં રહેતા પેલેસ્ટાઇનીઓને રફાહ ક્રોસિંગ દ્વારા બહાર કાઢવાની યોજના છે અને આ યોજના હેઠળ ઇઝરાયેલી સેનાએ ગાઝાના લોકોને ઉત્તરનો વિસ્તાર ખાલી કરવા કહ્યું છે. આ કથિત દસ્તાવેજના ખુલાસાથી આરબ દેશો ઈઝરાયેલ સામે વિરોધ કરી રહ્યા છે. રફાહ ક્રોસિંગનું મહત્વ અને સંવેદનશીલતા ભવિષ્યમાં યથાવત્ રહે અથવા તો વધવાની અપેક્ષા છે.

ગાઝાની આ છે એક એવી જગ્યા જ્યાં ઈઝરાયેલનું કોઈ નિયંત્રણ નહીં, માનવીય મદદ પહોંચાડવા માટે છે મહત્વની બોર્ડર 2 - image


Google NewsGoogle News