હમાસના એક રોકેટને રોકવામાં કેટલો ખર્ચે કરે છે ઇઝરાયેલ? કિંમત જાણીને ઉડી જશે હોશ

ઇઝરાયેલના એન્ટી રોકેટ મિસાઈલ સિસ્ટમ ડોમ દુશ્મનની મિસાઈને ઓળખીને તેને હવામાં ફાયર કરી છે

આ રડાર મારફતે દુશ્મન દેશની મિસાઈલને ઓળખીને તેને ટ્રેક કરે છે

Updated: Oct 13th, 2023


Google NewsGoogle News
હમાસના એક રોકેટને રોકવામાં કેટલો ખર્ચે કરે છે ઇઝરાયેલ? કિંમત જાણીને ઉડી જશે હોશ 1 - image


Israel Military: 6 ઓક્ટોબર, 1973ના દિવસે ઇઝરાયેલ પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો થયો હતો. આ હુમલાના 50 વર્ષ બાદ એટલે કે 7 ઓકટોબર, 2023એ જયારે ગાઝા પટ્ટીથી 20 મિનીટમાં 5000 રોકેટ છોડવામાં આવ્યા હતા. જેના કારણે આખું ઇઝરાયેલ કાંપી ઉઠ્યું હતું. એવામાં એક એવો પ્રશ્ન પણ ઉઠ્યો કે દુનિયાની સૌથી તાકાતવર ઈન્ટેલીજન્સ એજન્સી મોસાદ અને તેની એન્ટી રોકેટ મિસાઈલ સિસ્ટમ આ હુમલાને રોકવામાં ફેલ કઈ રીતે થઇ?

'આયર્ન ડોમ'ની તાકાત જાણે છે આખી દુનિયા

ઈઝરાયેલની એર ડિફેન્સ સિસ્ટમ 'આયર્ન ડોમ'ની તાકાતને આખી દુનિયા ઓળખે છે. આયર્ન ડોમ, તેની 90 ટકા એકયુરસી અને હવામાં દુશ્મન મિસાઈલોને શોધીને તેનો નાશ કરવા માટે પ્રખ્યાત, પરંતુ આ વખતે હમાસના હુમલાને રોકવામાં તે અસમર્થ રહી. મે 1948માં ઈઝરાયેલની સ્થાપનાના બીજા જ દિવસે પેલેસ્ટાઈન, ઈજીપ્ત, લેબેનોન, જોર્ડન અને સીરિયા જેવા દેશોએ તેના પર હુમલો કર્યો, જેનો ઈઝરાયેલે પણ યોગ્ય જવાબ આપ્યો. બાદમાં પણ આવા હુમલા થતા રહ્યા. આવા હુમલાઓનો સામનો કરવા માટે, ઇઝરાયલે તેની બોર્ડર અને ડિફેન્સ સિસ્ટમને મજબૂત કરવાનું શરૂ કર્યું. આયર્ન ડોમ ઇઝરાયેલની ડિફેન્સ સિસ્ટમના સૌથી શક્તિશાળી હથિયારોમાંથી એક છે. અન્ય દેશો પાસે પણ એન્ટી ડ્રોન સિસ્ટમ છે, પરંતુ ઈઝરાયેલની સિસ્ટમ સૌથી શક્તિશાળી માનવામાં આવે છે. 

આયર્ન ડોમનો ખર્ચ 

એક રીપોર્ટ મુજબ આયર્ન ડોમ, જે દુશ્મનની મિસાઇલો અને રોકેટને હવામાં તોડી શકે છે, ને માટે ખર્ચ લગભગ 3 લાખ કરોડ રૂપિયા થાય છે. તેની ઈન્ટરસેપ્શન રેન્જ વિશે વાત કરીએ તો તે 2.5 માઈલથી 45 માઈલ સુધીની છે. વર્ષ 2021માં ઈન્સ્ટિટ્યૂટ ફોર નેશનલ સિક્યુરિટી સ્ટડીઝે એક રિપોર્ટ શેર કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે ઈઝરાયેલના ઈન્ટરસેપ્ટરનો ખર્ચ 1 લાખ ડોલર છે, જ્યારે અન્યની ઈન્ટરસેપ્ટરનો ખર્ચ 50,000 ડોલર છે. માત્ર ઈન્ટરસેપ્ટર દુશ્મન મિસાઈલનો નાશ કરે છે. મતલબ કે જો ઇઝરાયલે હમાસના તમામ 5,000 રોકેટ તોડી પાડ્યા હોત તો તેનો ખર્ચ 2,079 કરોડ રૂપિયા થયો હોત. 

હમાસનો મિસાઈલ ખર્ચ 

હવે જો હમાસની મિસાઈલની વાત કરીએ તો તેમાં 'કાસમ રોકેટ' છે, તેની પાછળ 300 થી 800 ડોલરનો ખર્ચ થાય છે, એટલે કે હમાસ તેના એક રોકેટને બનાવવામાં 25 હજારથી 90 હજાર રૂપિયા ખર્ચે છે. આ પ્રમાણે જોઈએ તો હમાસની એક મિસાઈલને રોકવા માટે ઈઝરાયેલ લાખો રૂપિયા ખર્ચે છે. ન્યૂ અરબે ઈઝરાયલના એક્સપર્ટ સાથે વાત કરીને જણાવ્યું કે હમાસ એક મિનિટમાં લગભગ 140 મિસાઈલ છોડી શકે છે.

આયર્ન ડોમ કેવી રીતે કરે છે કામ?

આયર્ન ડોમ મુખ્યત્વે ત્રણ રીતે કામ કરે છે...પહેલા તો તે દુશ્મન દેશની મિસાઈલને ઓળખીને તેને ટ્રેક કરે છે. ત્યારબાદ બીજા સ્ટેપમાં યુદ્ધ વ્યવસ્થાપન અને વેપન કંટ્રોલ અને ત્રીજા સ્ટેપમાં મિસાઈલને ટાર્ગેટ કરવાનું. જેવો કોઈ દુશ્મન દેશ તેની મિસાઈલને ઇઝરાયેલ તરફ ટાર્ગેટ કરે છે ત્યારે આયર્ન ડોમ રડારથી તેને ઓળખીને તેને ટ્રેક કરે છે. ત્યારબાદ કન્ટ્રોલ સિસ્ટમ ઈમ્પેક્ટ પોઈન્ટની તપાસ કરે છે, એટલે કે તે એ જોવે છે કે જો રોકેટ ઇઝરાયેલ પર પડ્યું તો કેટલું નુકસાન થશે અને જો હવા જ ફાયર કરી દેવામાં આવશે તો કેટલા અંતર સુધી તેની ઈફેક્ટ રહેશે. આ પછી કંટ્રોલ સિસ્ટમ પાસેથી કમાન્ડ મળતા જ લોન્ચરથી મિસાઈલને ટાર્ગેટ કરવામાં આવે છે. અ મિસાઈલને ઇન્ટરસેપ્ટર કહે છે. મિસાઈલરોકેટ પાસે જઈને બ્લાસ્ટ કરે છે, જેના કારણે દુશ્મન મિસાઈલ અને ઇન્ટરસેપ્ટર બંને નાશ પામે છે. 

આ વખતે શા માટે ફેલ થયું આયર્ન ડોમ?

2011માં તૈનાત કરેલી આયર્ન ડોમ 90 ટકા એક્યુરેસી સાથે કામ કરે છે, એટલે કે જો તેને એકસાથે 100 મિસાઈલનો સામનો કરવાનો થયો તો તે તેમાંથી 90 મિસાઈલને હવામાં જ નષ્ટ કરી શકે છે. હિજબુલ્લાહ દ્વારા કરવામાં આવેલ આતંકી હુમલા પછી 2006માં ઇઝરાયેલે આયર્ન ડોમ બનાવવાનું શરુ કર્યું હતું. અ વખતે હમાસે ઇઝરાયેલ પર ઓછા સમયમાં ખુબ વધુ રોકેટથી હુમલો કર્યો જેના કારણે આયર્ન ડોમ તેને રોકી શકવા માટે અસમર્થ બન્યું હતું. આયર્ન ડોમની ક્ષમતા કરતા વધુ રોકેટ તેની તરફ છોડવામાં આવ્યા.  હમાસનો હંમેશા એ પ્રયાસ રહે છે કે તે ઇઝરાયેલની ડિફેન્સ સિસ્ટમમાં ખામીઓ શોધે જેથી ઇઝરાયેલ પર હુમલો કરવા તેનો ઉપયોગ કરી શકે.   


Google NewsGoogle News