Get The App

ગાઝા પર ઈઝરાયલે બોમ્બ વરસાવ્યા, મહિલાઓ-બાળકો સહિત 88ના મોત

Updated: Oct 30th, 2024


Google NewsGoogle News
ગાઝા પર ઈઝરાયલે બોમ્બ વરસાવ્યા, મહિલાઓ-બાળકો સહિત 88ના મોત 1 - image


Image Source: Twitter

Israel Hamas War: ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા એક વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. ઈઝરાયલની સેના ગાઝામાં સતત તાબડતોડ હુમલા કરી રહી છે. આ વચ્ચે હવે ઉત્તર ગાઝા પટ્ટીમાં ઈઝરાયલ દ્વારા તાજેતરના હવાઈ હુમલામાં અનેક મહિલાઓ અને બાળકો સહિત 88 લોકોના મોત થઈ ગયા છે. આરોગ્ય અધિકારીઓએ આ અંગે માહિતી આપી છે. હોસ્પિટલના ડિરેક્ટરે જણાવ્યું કે, જીવલેણ ઈજાઓથી પીડિત દર્દીઓની સારવાર કરવામાં નથી આવી રહી કારણ કે, ગત સપ્તાહના અંતમાં ઈઝરાયલી દળો દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને આ દરમિયાન અનેક ડોકટરોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. 

ઈઝરાયલે હુમલા વધારી દીધા

ઈઝરાયલે તાજેતરના અઠવાડિયામાં ઉત્તર ગાઝામાં હવાઈ હુમલામાં વધારો કરી દીધો છે અને મોટું ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કરી દીધું છે. તેમણે કહ્યું કે, આ હમાસના એ આતંકવાદીઓનો ખાતમો કરવા માટે છે જે યુદ્ધના એક વર્ષથી વધુ સમય બાદ ફરીથી સંગઠિત થઈ ગયા છે. તાજેતરમાં જ ગાઝાની એક હોસ્પિટલમાંથી ઈઝરાયના સૈનિકોએ હમાસના 100 આતંકવાદીઓને પકડ્યા હતા. 

આ પણ વાંચો: ગાઝામાં ઇઝરાયેલની એરસ્ટ્રાઇકમાં 70ના મોત, હમાસના 100 આતંકી જીવતા પકડયા

સ્થિતિ વણસી રહી

યુદ્ધના કારણે ઉત્તર ગાઝામાં હજારો પેલેસ્ટાઈનીઓની હાલત સતત ખરાબ થઈ રહી છે. ગાઝા સુધી પૂરતી સહાય ન પહોંચવાને કારણે મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે. ઈઝરાયલની સંસદે એક એવો કાયદો પસાર કર્યો છે જે પેલેસ્ટિનિયન શરણાર્થીઓ સાથે સબંધિત સંયુક્ત રાષ્ટ્ર એજન્સીને ગાઝામાં સહાયતા પૂરી પાડવું ખૂબ જ મુશ્કેલ થઈ જશે. ઈઝરાયલનું ગાઝા અને કબજો કરેલ વેસ્ટ બેંક બંને પર નિયંત્રણ છે અને એ અસ્પષ્ટ નથી કે એજન્સી અહીં કઈ રીતે કામ કરશે. 


Google NewsGoogle News