VIDEO : ઈઝરાયલનો ગાઝામાં ભયાનક હુમલો, ધડાધડ મિસાઈલો ઝિંકતા મહિલાઓ-બાળકો સહિત 30ના મોત
Israel Hamas War : ઈઝરાયલી સેનાએ ગાઝામાં ફરી ભયાનક હુમલો કર્યો છે. પેલેસ્ટાઈની તબીબી અધિકારીઓએ દાવો કર્યો છે કે, ઈઝરાયલે ગાઝામાં ધડાધડ મિસાઈલો ઝિંકતા ઓછામાં ઓછા 30 લોકોના મોત થયા છે. મૃતકોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો છે. બીજીતરફ ઈઝરાયલે ગાઝાના અનેક શહેરોમાં આકાશમાંથી પત્રીકાઓ ફેંકી વિસ્તારો ખાલી કરવા ધમકી પણ આપી છે.
ઈઝરાયલનો ગાઝા પટ્ટી અને લહિયા શહેરમાં હુમલો
અધિકારીઓના જણાવ્યા મુજબ ઈઝારયલી સેનાએ ગાઝા પટ્ટીમાં વિમાની હુમલા કરતા ચાર બાળકો અને બે મહિલાઓ સહિત 10 લોકોના મોત થયા છે. જ્યારે સોમવારે મોડી રાત્રે લહિયા શહેરમાં કરેલી હુમલામાં ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા છે. તમામ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા છે.
આ પણ વાંચો : ચીનના નાગરિકો માટે પાકિસ્તાન જવું જોખમી, ગાર્ડનો બે લોકો પર આડેધડ ગોળીબાર
ઈઝરાયલનો બિલ્ડિંગ પર હુમલો, અનેક પરિવારે આશરો ગુમાવ્યો
હોસ્પિટલના નિદેશક હુસ્સામ અબુ સફિયાએ કહ્યું કે, ઈઝરાયેલે બેટ લહિયા શહેરની બિલ્ડિંગમાં હુમલો કર્યો હતો, જેમાં અનેક પરિવારો આશરો લઈ રહ્યા હતા. ગાઝાના આરોગ્ય મંત્રાલયની ઈમરજન્સી સેવા દ્વારા મૃતકોની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં આઠ મહિલાઓ અને છ બાળકો સામેલ છે. બીજીતરફ ઈઝરાયેલે આ મામલે હજુ સુધી કોઈપણ પ્રતિક્રિયા આપી નથી.
આ પણ વાંચો : ભારતના મોસ્ટ વૉન્ટેડ આતંકવાદીને ટ્રુડો સરકારે આપી સરકારી નોકરી, કેનેડાની કબૂલાત
શરણાર્થી કેમ્પો ખાલી કરવા ઈઝરાયલની ચેતવણી
ઈઝરાયલ લગભગ એક મહિનાથી ઉત્તરી ગાઝાને નિશાન બનાવી રહ્યું છે. ઈઝરાયલે બેટ લહિયા, બેટ હુનાન અને જબાલિયા શહેરમાં એરક્રાફ્ટમાંથી પત્રીકાઓ ફેંકી શરણાર્થી કેમ્પને સંપૂર્ણ ખાલી કરવાની ચેતવણી આપી છે. ઈઝરાયેલે છેલ્લા મહિનાથી લગભગ કોઈ માનવતાવાદી સહાય આવવાની મંજૂરી આપી નથી.