ગાઝામાં ઈઝરાયલે કરી એર સ્ટ્રાઈક; 70 મોતને ભેટ્યા, હમાસના સૈન્ય પ્રમુખનું પણ મોત થયું હોવાનો દાવો

Updated: Jul 13th, 2024


Google NewsGoogle News
ગાઝામાં ઈઝરાયલે કરી એર સ્ટ્રાઈક; 70 મોતને ભેટ્યા, હમાસના સૈન્ય પ્રમુખનું પણ મોત થયું હોવાનો દાવો 1 - image


છેલ્લા 9 મહિનાથી ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. જો કે હવે તેમાં ઈઝરાયલને મોટી કામયાબી હાથ લાગી છે. ઈઝરાયલી સેના રેડિયોએ દાવો કર્યો છે કે શનિવારે તેમણે હમાસ સેનાની શાખા ઈજ્જાદીન અલ-કસમ બ્રિગેડના ચીફ મોહમ્મદ દીફને નિશાન બનાવ્યો, જેમાં તે કથિત રીતે માર્યો ગયો છે. દક્ષિણ ગાઝાના ખાન યૂનિસ વિસ્તારમાં કરવામાં આવેલા એક હવાઈ હુમલાનો મોહમ્મદ દીફ ભોગ બન્યો છે. આ હુમલામાં 70 લોકોનું મોત થયું છે. ઈઝરાયલી મીડિયાએ કહ્યું છે કે હમાસના ખાન યૂનિસ બ્રિગેડના કમાન્ડર રાફા સલામા પણ આ હુમલાનો ભોગ બન્યા છે. બાદમાં સાઉદી સમાચાર આઉટલેટ અલ હદથે રાફા સલામાના મોતની પુષ્ટિ પણ કરી.

જો કે એ હજુ સ્પષ્ટ થયું નથી કે દીફ હુમલાનો ભોગ બન્યો છે કે કેમ. હાલમાં તે કઈ સ્થિતીમાં છે તેની પણ કોઈ માહિતી નથી. છતાં IDFએ આર્મી રેડિયોને જણાવ્યું કે આ હુમલાને લઈને ઘણી તૈયારીઓ કરવામાં આવી હતી. લગભગ થોડા કલાકો પહેલાં જ ગુપ્ત માહિતી મળી હતી. આર્મી રેડિયોના સંવાદદાતા ડોરોન કાદોશે જણાવ્યું કે હુમલાની જગ્યા પર કોઈ બંધક નહોતા.

'મૃતકોમાં મોટાભાગના લોકો હમાસના આતંકી'

આર્મી રેડિયોએ જણાવ્યુ કે દીફ અને સલામા તે વિસ્તારના નિરાશ્રિત લોકોના લોકોના તંબુ પાસે એક ઈમારતમાં છુપાયેલા હતા. સુરક્ષા અધિકારીઓનો હવાલો આપતા આર્મી રેડિયોએ કહ્યું કે IDFને અંદાજો હતો કે આ હુમલાથી ઘણા લોકો માર્યા જશે, તે પણ તેમણે એર સ્ટ્રાઈક કરી. જો કે બાદમાં જણાવવામાં આવ્યું કે હુમલામાં માર્યા ગયેલા લોકો હમાસના સક્રિય આતંકીઓ હતા, જે દીફ અને સલામાની સુરક્ષા માટે કામ કરતા હતા. ઈઝરાયલના આ હુમલાને હમાસે નકારી કાઢ્યો છે.

હમાસે શું પ્રતિક્રિયા આપી? 

હમાસના એક વરિષ્ઠ અધિકારીએ મોહમ્મદ દીફને નિશાને રાખી કરા.યેલા હુમલાની વાતને ફગાવી નાખી. ન્યૂઝ એજન્સી રોયટર્સના રિપોર્ટ અનુસાર અબુ જુહરીએ જણાવ્યું કે મૃત્યું પામેલા તમામ લોકો સ્થાનિકો હતા. જે કંઈ પણ થયું છે તેમાં અમેરિકાનું સમર્થન અને સમગ્ર દુનિયાનું મૌન છે. તેમણે કહ્યું કે આ હુમલાથી દેખાઈ આવે છે કે ઈઝરાલને યુદ્ધવિરામની સમજૂતીમાં કોઈ રસ નથી. હમાસના સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કર્યો કે આ હુમલામાં લગભગ 71 લોકો માર્યા ગયા છે અને 289 કરતાં વધુ લોકો ઘાયલ થયા છે.


Google NewsGoogle News