Get The App

Israel-Hamas war : ઈઝરાયેલે હમાસ સામે પહેલીવાર Arrow-3 મિસાઈલ ઈન્ટરસેપ્ટરનો ઉપયોગ કર્યો

Updated: Nov 12th, 2023


Google NewsGoogle News
Israel-Hamas war : ઈઝરાયેલે હમાસ સામે પહેલીવાર Arrow-3 મિસાઈલ ઈન્ટરસેપ્ટરનો ઉપયોગ કર્યો 1 - image


israel used sophisticated arrow 3 missile : ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને એક મહિના કરતા પણ વધારે સમય થઈ ગયો છે છતાં પણ યુદ્ધ અટકવાનો કોઈ સંકેત દેખાતા નથી તેમજ યુદ્ધ વધુને વધુ ઉગ્ર બની રહ્યું છે ત્યારે ઈઝરાયેલે ઈરાન સમર્થિત હુથી બળવાખોરો સામે તેના એરો-3 (Arrow-3 ) મિસાઈલ ઈન્ટરસેપ્ટરનો ઉપયોગ કર્યો હતો.

બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા

ઈઝરાયલ અને હમાસ (Israel vs Hamas war) વચ્ચે લોહીયાળ સંઘર્ષ થઇ રહ્યો છે. તેને એક મહિનાથી વધુ સમય થઈ ગયો અને યુદ્ધમાં અત્યાર સુધીમાં 12 હજારથી વધુ લોકો મૃત્યુ પામી ગયા. બંને દેશોમાં વિનાશમાં દૃશ્યો જોવા મળી રહ્યા છે. ઈઝરાયલ સતત હમાસ પર તાબડતોબ હુમલા કરી રહ્યું છે. ત્યારે ગાઝા પટ્ટીમાં ચાલી રહેલા ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં યુનાઇટેડ નેશન્સ દ્વારા યુદ્ધવિરામ લાગુ કરવાના નિષ્ફળ પ્રયાસો વચ્ચે ઇઝરાયેલે શુક્રવારે એરો 3 મિસાઇલના ઉપયોગની પુષ્ટિ કરી હતી. ઈઝરાયેલે કહ્યું કે તેણે ઈરાન સમર્થિત હુથી બળવાખોરો સામે તેના અત્યાધુનિક એરો-3 મિસાઈલ ઈન્ટરસેપ્ટરનો ઉપયોગ કર્યો છે.

એરો 3 મિસાઈલ ઇન્ટરસેપ્ટરનો પ્રથમ વખત ઉપયોગ કર્યો

ઈઝરાયેલે પ્રથમ વખત આ મિસાઈલનો ઉપયોગ કર્યો છે. ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે તેના હાયપરસોનિક બેલિસ્ટિક મિસાઇલ (Hypersonic Ballistic Missile) ઇન્ટરસેપ્ટરે લાલ સમુદ્રમાંથી ઇઝરાયેલ તરફ આવતા લક્ષ્યને સફળતાપૂર્વક રોકીને તેનો નાશ કર્યો હતો. ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સે એક નિવેદનમાં કહ્યું કે એરો-3 2017માં તૈનાત કરવામાં આવી હતી. તૈનાતી બાદ આ પ્રથમ ઓપરેશનલ ઇન્ટરસેપ્શન (First Operational Interception) હતું. ઈઝરાયલના સંરક્ષણ મંત્રાલયે પણ મિસાઈલ લોન્ચને લઈને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. તેમણે લખ્યું હતું કે ઇઝરાયેલી એર ડિફેન્સે એરો 3 ઇન્ટરસેપ્ટરને સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું.

એરો-3 ઇન્ટરસેપ્ટર શું છે?

એરો 3 ઇન્ટરસેપ્ટર એ લાંબા અંતરની બેલિસ્ટિક મિસાઇલોને અટકાવવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ મિસાઈલ ઈઝરાયેલ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા બનાવવામાં આવી છે. આ સિસ્ટમ ઈઝરાયેલ મિસાઈલ ડિફેન્સ ઓર્ગેનાઈઝેશન અને યુએસ મિસાઈલ ડિફેન્સ એજન્સી વચ્ચેના સહયોગી પ્રયાસનું પરિણામ છે.

Israel-Hamas war : ઈઝરાયેલે હમાસ સામે પહેલીવાર Arrow-3 મિસાઈલ ઈન્ટરસેપ્ટરનો ઉપયોગ કર્યો 2 - image


Google NewsGoogle News