Get The App

ક્રિસમસની પૂર્વ સંધ્યાએ હમાસે બંધક બનાવેલા 5 ઈઝરાયલીઓની હત્યા કરી, 3 સૈનિકોનો પણ સમાવેશ

Updated: Dec 25th, 2023


Google NewsGoogle News
ક્રિસમસની પૂર્વ સંધ્યાએ હમાસે બંધક બનાવેલા 5 ઈઝરાયલીઓની હત્યા કરી, 3 સૈનિકોનો પણ સમાવેશ 1 - image

image : Twitter

તેલ અવીવ,તા.25.ડિસેમ્બર.2023

હમાસ અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા જંગમાં હમાસના આતંકીઓએ ક્રિસમસની પૂર્વ સંધ્યાએ જ બંધક બનાવાયેલા લોકો પૈકી પાંચ ઈઝરાયલી નાગરિકોની સુરંગમાં હત્યા કરી નાંખતા સમગ્ર ઈઝરાયલમાં હાહાકાર મચી ગયો છે.

આ ઘટના બાદ ઈઝરાયલની સેનામાં પણ હડકંપ છે. સુરંગમાંથી પાંચ નાગરિકોના હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહો મળ્યા છે. સૈનિકો દ્વારા તેમને સલામી અને રાજકીય સન્માન પણ આપવામાં આવ્યુ હતુ.

ઈઝરાયલની સેનાને આ મૃતદેહો જે સુરંગમાંથી મળ્યા છે તેનુ નેટવર્ક પણ સોશિયલ મીડિયા પર બતાવવામાં આવ્યુ છે. ઈઝરાયલની સેનાએ કહ્યુ હતુ કે, ઈઝરાયલની સેનાને પાંચ બંધકોના શબ મળ્યા છે અને સૈનિકો તેને પાછા ઈઝરાયલ લાવ્યા છે.

આ બંધકો પૈકી એકની વય 36 વર્ષ અને બીજાની વય 27 વર્ષ છે. જેમની હત્યા થઈ છે તેમાં 3 સૈનિકોનો પણ સમાવેશ થાય છે. ઈઝરાયલની સેના દ્વારા તેમને સન્માનપૂર્વક ઈઝરાયલની ધરતી પર લાવીને દફન કરવામાં આવ્યા હતા.

બીજી તરફ હમાસનુ કહેવુ છે કે, ઈઝરાયલની સેનાના હુમલામાંજ  તેમાના મોત થયા છે. ઈઝરાયલે રવિવારે કરેલા હુમલામાં 60 લોકો માર્યા ગયા છે અને ઈઝરાયલની સેના પોતાના બંધકોને પણ મારી રહી છે.

ગાઝાના સ્વાસ્થય મંત્રાલયના દાવા પ્રમાણે ઈઝરાયલના હુમલામાં ગાઝામાં મોતને ભેટેલા લોકોની સંખ્યા 20424 થઈ છે.


Google NewsGoogle News