ઇઝરાયેલ -હમાસ વૉર- ગાજામાં ઇઝરાયેલે ભૂલથી યુએનના કાફલા પર જ કરી દીધો હુમલો
કાફલાની ગાડી ક્ષતિગ્રસ્ત થઇ હતી પરંતુ કોઇને ઇજ્જા થઇ ન હતી.
ઇઝરાયેલી સેનાએ આ ઘટના અંગે તપાસની ખાતરી આપી
નવી દિલ્હી,૨૯ ડિસેમ્બર,૨૦૨૩,શુક્રવાર
હમાસ હુમલા પછી ગાજાપટ્ટીમાં ઇઝરાયેલની કાર્યવાહી વણથંભી ચાલું છે.છેલ્લા બે મહિનામાં ઇઝરાયેલના ભીષણ હુમલામાં ૨૦ હજારથી વધુ લોકોના મોત થયા છે. ગાજા પટ્ટી વિસ્તારમાં ૮૦ ટકાથી વધુ લોકો ઘર બાર વિહોણા બની ગયા છે. રોજીંદા ખોરાક અને દવાઓ માટે વિદેશી મદદને આધિન બની ગયા છે. યુનાઇટેડ સ્ટેટ જે દુનિયાના દેશોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થાએ યુધ્ધ વિરામની અપીલ કરેલી છે.
યુનાઇટેડ નેશનના નેતૃત્વમાં યુધ્ધ પીડિતોને તમામ મદદ પહોંચાડવામાં આવી રહી છે. યુએન દ્વારા પેલેસ્ટાઇન પીડિતો માટે પેલેસ્ટાઇની શરણાર્થીઓને મદદ માટે દુનિયાના દેશોમાં ટહેલ નાખી છે. ભારતે ૨.૫ મિલિયન અમેરિકી ડોલરની યુએન મારફતે મદદ કરી છે.પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તરી ગાજામાં ઇઝરાયેલી સેના દ્વારા દર્શાવેલા માર્ગ પરથી યુએનનો કાફલો મદદ પહોંચાડીને પાછો ફરતો હતો ત્યારે ઇઝરાયેલ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
આ ફાયરિંગમાં યુએનના કાફલાની ગાડી ક્ષતિગ્રસ્ત થઇ હતી પરંતુ કોઇને ઇજ્જા થઇ ન હતી. પેલેસ્ટાઇન શરણાર્થીએ યુએનની એજન્સીને શુક્રવારે જણાવ્યું હતું કે ગાજાપટ્ટીમાં પ્રવેશ થયેલો હતો તે દરમિયાન જ ગોળીબાર થયો હતો. જો કે આમાં કોઇ પણ પ્રકારની જાનહાની થઇ નથી. યુએનઆરડબ્લ્યુએ આ ઘટના ગુરુવારે બની હોવાનું જણાવ્યું હતું. ઇઝરાયેલી સેના દ્વારા આ ઘટના અંગે તપાસ કરવાની ખાતરી આપવામાં આવી પરંતુ વિશેષ માહિતી બહાર પાડવામાં આવી નથી.