Get The App

ગાઝામાંથી સૈન્ય નહીં હટાવીએ, હમાસને ફરી ક્યારેય સત્તા નહીં મળે', નેતન્યાહૂનું મોટું એલાન

Updated: Dec 26th, 2024


Google NewsGoogle News
ગાઝામાંથી સૈન્ય નહીં હટાવીએ, હમાસને ફરી ક્યારેય સત્તા નહીં મળે', નેતન્યાહૂનું મોટું એલાન 1 - image


Israel Hamas War: ઈઝરાયલના રક્ષા મંત્રી ઈઝરાયલ કાટ્ઝે જણાવ્યું હતું કે, ગાઝામાં તેના સૈનિક તૈનાત રહેશે  અને પેલેસ્ટાઈન ક્ષેત્ર પર સુરક્ષા નિયંત્રણ જળવાઈ રહેશે. તેમના નિવેદનથી ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ વિરામ માટે ચાલી રહેલી ચર્ચાઓ સફળ થશે.

ગાઝા-મિસ્ર સરહદ પર એક બફર જોનની મુલાકાત દરમિયાન કાટ્ઝે કહ્યું કે, ગાઝામાં સુરક્ષા નિયંત્રણ આઈડીએફ (ઈઝરાયલ ડિફેન્સ ફોર્સિસ)ના હાથમાં જ રહેશે. ઈઝરાયલના લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ગાઝા પટ્ટીમાં જ સુરક્ષા ક્ષેત્રો, બફર ક્ષેત્રો નિયંત્રણની સ્થિતિમાં રહેશે. અહીં કોઈ હમાસની સરકાર કે હમાસની સેના આવશે નહીં.

ઈઝરાયલ-હમાસ યુદ્ધ વિરામ કરશે?

ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના કાર્યાલય અને હમાસે એક-બીજા પર ગાઝા યુદ્ધ વિરામ કરારમાં વિલંબ કરવાનો આરોપ મૂક્યો છે. જો કે, બંને દેશો અમુક શરતો સાથે યુદ્ધ વિરામ ઈચ્છે છે. કતર અને મિસ્રની મધ્યસ્થીમાં દોહામાં થયેલી વાતચીત બાદ હમાસે જણાવ્યું હતું કે, ચર્ચા પ્રગતિશીલ રહી છે. પરંતુ ઈઝરાયલે ગાઝામાંથી સેના પરત બોલાવવા, કેદીઓને અને વિસ્થાપિતોના પુનઃસ્થાપન, યુદ્ધ વિરામ જેવી કેટલીક શરતો મૂકી છે. આ શરતોના લીધે યુદ્ધ વિરામમાં વિલંબ આવી રહ્યો છે.

આ પણ વાંચોઃ મોસ્ટ વોન્ટેડ આતંકી મસૂદ અઝહરને હાર્ટએટેક, જૈશ એ મોહમ્મદનો વડો પાકિસ્તાનમાં ભરતી

ઈઝરાયલે યુદ્ધ વિરામનો વાર્તાલાપ અધવચ્ચે અટકાવ્યો 

ઈઝરાયલે યુદ્ધ વિરામ માટે યોજાયેલી બેઠકો અધવચ્ચે અટકાવી હતી. આમ કરવા પાછળનું કારણ આપતાં ઈઝરાયલ સરકારે જણાવ્યું કે, અમારા બંધકોની મુક્તિ માટે ચર્ચા કરવા ઈઝરાયલ આંતરિક વિચારવિમર્શ કરવા માગે છે. જેથી તેણે પોતાની ટીમ પાછી બોલાવી હતી. વિચારવિમર્શ બાદ યુદ્ધ વિરામ મુદ્દે ફરી ચર્ચાઓ કરીશું. આ ટીમમાં મોસાદના વરિષ્ઠ અધિકારી, શિન બેત સુરક્ષા એજન્સી અને ઈઝરાયલ ડિફેન્સ ફોર્સના વડા સામેલ હતા. હમાસ સંપૂર્ણપણે યુદ્ધનો અંત લાવવા માગે છે. જો કે, ઈઝરાયલ કેટલીક શરતો સાથે યુદ્ધ વિરામ ઈચ્છે છે. યુદ્ધ વિરામ બાદ પેલેસ્ટાઈન ક્ષેત્રમાં સેના ઉપસ્થિત રાખવા પર ઈઝરાયલ દબાણ કરી રહ્યું છે.

ગાઝામાંથી સૈન્ય નહીં હટાવીએ, હમાસને ફરી ક્યારેય સત્તા નહીં મળે', નેતન્યાહૂનું મોટું એલાન 2 - image


Google NewsGoogle News