Get The App

Israel-Hamas War: ક્રિસમસના દિવસે ઈઝરાયલે ગાઝા પર કરી મોટી એર સ્ટ્રાઈક, 70 લોકોના મોત

પેલેસ્ટાઈનના આરોગ્ય મંત્રાલયના પ્રવક્તાએ ઈઝરાયલના આ હુમલાને 'નરસંહાર' ગણાવ્યો

Updated: Dec 25th, 2023


Google NewsGoogle News
Israel-Hamas War: ક્રિસમસના દિવસે ઈઝરાયલે ગાઝા પર કરી મોટી એર સ્ટ્રાઈક, 70 લોકોના મોત 1 - image

image : Twitter

 




ગાઝા, તા. 25 ડિસેમ્બર 2023, સોમવાર

Israel-Hamas War: આજે સમગ્ર વિશ્વ ક્રિસમસનો તહેવાર ઉજવી રહ્યું છે ત્યારે ઈઝરાયલ અને હમાસ વચ્ચે આજે પણ યુદ્ધ ચાલુ જ છે. ઈઝરાયલે ક્રિસમસના દિવસે ગાઝા પર મોટી એર સ્ટ્રાઈક કરી છે. ઈઝરાયલે ક્રિસમસની પૂર્વ સંધ્યાથી લઈને આજે સવાર સુધી ગાઝા પર બોમ્બમારો કર્યો હતો. આ હુમલામાં લગભગ 70 લોકોના મોત થઈ ગયા છે.

ગાઝામાં થયેલા 70 મોત બાદ સ્થિતિ ખૂબ જ ખરાબ બની ગઈ છે. લોકો પોતાના સ્વજનોના મૃતદેહ લઈને ભાગતા નજર આવી રહ્યા છે. પેલેસ્ટાઈનના આરોગ્ય મંત્રાલયના પ્રવક્તાએ ઈઝરાયલના આ હુમલાને 'નરસંહાર' ગણાવ્યો છે. આ હુમલો અલ-મગાજી શરણાર્થી શિબિર પર કરવામાં આવ્યો છે.

ઈઝરાયલના આ હુમલા પર ફ્રીડમ થિયેટરએ કહ્યું કે અધિકૃત વેસ્ટ બેંકમાં જેનિન શરણાર્થી શિબિર પર ઈઝરાયલ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. જેનિન-આધારિત થિયેટર કંપનીએ X પર એક પોસ્ટમાં લખ્યું કે ક્રિસમસ ડેની શરૂઆત જેનિન શરણાર્થી શિબિર પર બીજા હુમલા સાથે શરૂ થઈ છે. ફ્રીડમ થિયેટરના નિર્માતા મુસ્તફા શેટાને ઈઝરાયલની સેનાએ 13 ડિસેમ્બરે ધરપકડ કરી હતી. ત્યારથી તેઓ કસ્ટડીમાં છે. 

બીજી તરફ આ સમગ્ર મામલે ઈઝરાયલની સેનાએ પણ નિવેદન જારી કર્યું છે. ઈઝરાયલી સેનાનું કહેવું છે કે, તેઓ આ ઘટનાની સમીક્ષા કરી રહ્યા છે. સેનાનું કહેવું છે કે, તેઓ હમાસને નિશાન બનાવવા માંગે છે સામાન્ય લોકોને નહીં. 7 ઓક્ટોબરના રોજ હમાસે સૌથી પહેલા ઈઝરાયલ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ ઈઝરાયલે હમાસ વિરુદ્ધ યુદ્ધનું એલાન કરી દીધુ હતું.



Google NewsGoogle News