યુદ્ધ વચ્ચે ભારતે પેલેસ્ટાઈનને મોકલી મદદ, 39 ટન સામગ્રી સાથે વાયુસેનાનું C-17 વિમાન રવાના થયું
ભારતે લગભગ 6.5 ટન જેટલી મેડિકલ સહાય તથા 32 જેટલી ડિઝાસ્ટર રિલીફ મટીરિયલ એટલે કે જીવન જરૂરિયાતની અન્ય વસ્તુઓ મોકલી
Israel vs Hamas War | ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ સતત વકરતું જઈ રહ્યું છે ત્યારે ગાઝા પટ્ટીમાં મોટી સંખ્યામાં લોકો નિઃસહાય થયા છે. આ દરમિયાન ભારત તરફથી પણ હવે માનવીય સહાય મોકલી (India sends humanitarian aid to Palestine) દેવામાં આવી છે. માહિતી અનુસાર ભારતીય વાયુસેનાનું C-17 વિમાન લગભગ 39 ટન જેટલી સામગ્રી સાથે રવાના થઈ ગયું છે.
ભારતે શું-શું મોકલ્યું?
માનવીય સહાય તરીકે ભારતે લગભગ 6.5 ટન જેટલી મેડિકલ સહાય તથા 32 ટન જેટલી ડિઝાસ્ટર રિલીફ મટીરિયલ એટલે કે જીવન જરૂરિયાતની અન્ય વસ્તુઓ મોકલી છે. આ વિમાન ઈજિપ્તના અલ એરિસ એરપોર્ટ પર લેન્ડ કરશે. આ સહાયમાં મેડિસિન, સર્જિકલ આઈટમ્સ, ટેન્ટ, સ્લિપિંગ બેગ, ટારપોલિન, સેનિટરી યુટિલીટી, વોટર પ્યુરીફિકેશન ટેબલેટ અને અન્ય જરૂરી વસ્તુઓ મોકલી છે.