Get The App

ઈરાન સમર્થિત હૂતી જૂથનુ એલાન, અમારા 20,000 લડાકુઓ ગમે ત્યારે ગાઝામાં ઈઝરાયેલ સામે લડવા તૈયાર

Updated: Dec 27th, 2023


Google NewsGoogle News
ઈરાન સમર્થિત હૂતી જૂથનુ એલાન, અમારા 20,000 લડાકુઓ ગમે ત્યારે ગાઝામાં ઈઝરાયેલ સામે લડવા તૈયાર 1 - image

image : Twitter

ગાઝા,તા.27 ડિસેમ્બર 2023,બુધવાર

ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના જંગમાં હમાસના સમર્થનમાં ઈરાન સમર્થિત બળવાખોર હૂતી જૂથે રેડ સીમાં માલવાહક જહાજો પર હુમલા કરીને કોહરામ મચાવ્યો છે. 

ઈઝરાયેલના કે ઈઝરાયેલની સાથે સંકળાયેલા જહાજોને ડ્રોન અને મિસાઈલ વડે ટાર્ગેટ બનાવી રહેલા હૂતી જૂથે હવે ગાઝામાં પણ ઈઝરાયેલની સેના સામે લડવાની તૈયારી શરુ કરી છે. હૂતી જૂથે દાવો કર્યો છે કે, અમારા 20000 લડાકુઓ ગાઝા જવા માટે તૈયાર છે. 

યમનની ન્યૂઝ એજન્સીએ કહ્યુ હતુ કે, આ તમામને ટ્રેનિંગ પણ આપવામાં આવી છે. ટ્રેનિંગ પૂરી થયા બાદ તેમની એક પરેડનુ પણ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન હૂતી લડાકુઓએ પોતાના હથિયારો અને સૈન્ય શક્તિનુ પ્રદર્શન પણ કર્યુ હતુ. 

હૂતી જૂથ યમનમાં સક્રિય છે અને તેને ઈરાનનુ સમર્થન મળેલુ છે. ઈરાન તેમને લશ્કરી તાલીમ અને પૈસા પણ આપે છે. હૂતીએ રેડ સીમાં અત્યાર સુધી ઈઝરાયેલ સાથે જોડાયેલા વેપારી જહાજોને નિશાન બનાવીને દુનિયા આખીને ચિંતામાં નાંખી દીધી છે. રેડ સીમાં અમેરિકાના સંખ્યાબંધ જહાજો પેટ્રોલિંગ કરી રહ્યા છે પણ ઘણા કેસમાં હૂતી જૂથના ડ્રોન જહાજોને ટાર્ગેટ કરવામાં સફળ થયા છે. 

બીજી તરફ હૂતી જૂથે ધમકી આપી છે કે, જો યમન સામે અમેરિકાએ કોઈ પણ પ્રકારની આક્રમક કાર્યવાહી કરી તો તેની બહુ મોટી કિંમત અમેરિકાને યુકવવી પડશે અને તેને વિયેતનામ યુધ્ધ જેવા પરિણામ ભોગવવાનો વારો આવશે. 

હૂતી જૂથના હુમલાને રોકવા માટે અમેરિકાએ રેડ સીમાં અન્ય દેશો સાથે મળીને એક ગઠબંધન બનાવ્યુ છે. કુલ મળીને 10 દેશના જહાજો રેડ સીમાં હૂતી જૂથના હુમલાને રોકવા માટે કાર્યવાહી કરશે. 


Google NewsGoogle News