VIDEO : હમાસે પોતાના આતંકીઓની ટ્રેનિંગનો વિડીયો જારી કર્યો, જુઓ કેવી હતી તાલીમ

હમાસના લડવૈયા ઈઝરાયેલની અંદર આવ્યા અને વિનાશ શરૂ કર્યો

Updated: Oct 12th, 2023


Google NewsGoogle News
VIDEO : હમાસે પોતાના આતંકીઓની ટ્રેનિંગનો વિડીયો જારી કર્યો, જુઓ કેવી હતી તાલીમ 1 - image


Hamas Released New Footage of the Training  : ઇઝારયેલમાં મોતનો ખૂની ખેલ ખેલીને આંતકી સંગઠન હમાસ સતત સમાચારમાં છવાયું છે. દૈનિક ધોરણે એવી માહિતીઓ સામે આવી રહી છે જે બતાવવા પુરતી છે કે ઇઝરાયેલ વિરુદ્ધ નફરત ધરાવતા હમાસના મનસુબા કેટલા ખતરનાક હતા. ઇઝરાયેલ પર હુમલો કરવા હમાસની ટ્રેનીંગનું લેવલ શું હતું ? તેનો અંદાજ હમાસે જારી કરેલા વાયરલ ઈન્ટરનેટ વિડીયોને જોઇને લગાવી શકાય છે.  વાયરલ વિડીયોમાં જોવા મળી રહ્યું છે ઇઝરાયેલ ગાઝા સરહદ પર હમાસના આંકીઓ ઇઝરાયલમાં લોકોના નરસંહાર માટે બેરીયર્સને નષ્ટ કરવાની ટ્રેનિંગ લિ રહ્યા છે. આટલું જ નહીં ક્સ્સામી એન્જીનીયરીંગ કોરના સભ્યો તારની વાડ અને બેરીયર્સને ખત્મ કરવાના ઉદ્દેશથી તેમાં વિસ્ફોટકો બાંધતા,છુપાતા અને ઉડાવતા નજરે ચડી રહ્યા છે. 

હમાસના લડવૈયા ઈઝરાયેલની અંદર આવ્યા અને વિનાશ શરૂ કર્યો

ગાઝા પટ્ટીને ઈઝરાયલથી અલગ કરતી વાડ ઘણી જગ્યાએ નષ્ટ કરવામાં આવી હતી. ત્યારબાદ હમાસના લડવૈયા ઈઝરાયેલની અંદર આવ્યા અને વિનાશ શરૂ કર્યો હતો. વિડિયોમાં હમાસના સભ્યો લડાયક ગિયરમાં તેમની પીઠ પર નાના મેટલ રેમ્પ વહન કરે છે અને પડી ગયેલી વાડ પર મોટરસાઇકલ ચલાવે છે. હુમલા દરમિયાન ઘણા આતંકવાદીઓ દ્વારા બાઇકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઈન્ટરનેટ પર એક વીડિયો પણ વાયરલ થયો હતો જેમાં  હમાસના આતંકવાદીઓ એક ઈઝરાયેલી મહિલાનું મોટરસાઈકલ પર અપહરણ કરતા જોવા મળ્યા હતા. એક એજન્સીના જણાવ્યા અનુસાર, હમાસે ગાઝામાં નકલી ઇઝરાયેલી વસાહત પણ બનાવી હતી જ્યાં તે હુમલાનો અભ્યાસ કરે છે. એવું માનવામાં આવે છે કે આ તાલીમ હમાસ માટે અત્યંત અસરકારક હતી જેના કારણે તે સેંકડો ઇઝરાયેલી નાગરિકોને મારવામાં સફળ રહ્યા હતા.

અત્યાર સુધીમાં 1000 થી વધુ પેલેસ્ટિનિયન નાગરિકોના મોત   

આ ટ્રેનિંગ વિડીયોથી જાણકારી મળે છે કે ઇઝરાયેલ પર મલ્ટીપલ એટેક કરવા હમાસે કયા લેવલની યોજના બનાવી અને તે 1200થી વધુ ઈઝરાયેલી લોકોને મોતને ઘાટ ઉતારવામાં સફળ રહ્યું. ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં અત્યાર સુધીમાં 1000 થી વધુ પેલેસ્ટિનિયન નાગરિકો માર્યા ગયા છે અને આ સંખ્યા સતત વધી રહી છે. બીજી તરફ ઈઝરાયેલ સતત કહી રહ્યું છે કે જ્યાં સુધી તે હમાસના છેલ્લા આતંકવાદીને નષ્ટ નહીં કરે ત્યાં સુધી ગાઝા પટ્ટી પર તેનો હુમલો ચાલુ રહેશે.


Google NewsGoogle News