'પૃથ્વીના નર્ક' તરીકે ઓળખાય છે ગાઝા પટ્ટી, તેની પાછળનું કારણ જાણીને હચમચી જશો

ગાઝા પટ્ટીએ ઇઝરાયેલની નજીક આવેલુ એવું સ્થળ છે કે જ્યાં પેલેસ્ટાઈનના લોકો રહે છે

અહીંથી જ પેલેસ્ટાઈન સંગઠન હમાસ દ્વારા રોકેટથી ઇઝરાયેલ પણ હુમલો કરવામાં આવ્યો હતો

Updated: Oct 11th, 2023


Google NewsGoogle News
'પૃથ્વીના નર્ક' તરીકે ઓળખાય છે ગાઝા પટ્ટી, તેની પાછળનું કારણ જાણીને હચમચી જશો 1 - image


Hell on Earth: ચાર દિવસ પહેલા પેલેસ્ટાઈનના સંગઠન હમાસા દ્વારા ઇઝરાયેલ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેથી ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાયી હતી. આ ઘટનાને ધ્યાનમાં લઈને ઈઝરાયેલે યુદ્ધનું એલાન કર્યું હતું. જેના કરને ફરી ઇઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેનો સંઘર્ષ ફરી દુનિયા સામે આવ્યો છે. આ યુદ્ધમાં હાલ સૌથી વધુ ચર્ચા ગાઝા પટ્ટીની થાય છે જે અત્યારે યુદ્ધનું કેન્દ્ર છે. ગાઝા પટ્ટી ઇઝરાયેલ અને ભૂમધ્યસાગરની વચ્ચે આવેલ એક પટ્ટી જેવો ભૂમિ ભાગ છે, જેને પેલેસ્ટાઈનનો ભાગ ગણવામાં આવે છે. ઘણી વખત તેને પૃથ્વી પરનું નર્ક પણ કહેવામાં આવે છે. તો જાણીએ તેની પાછળનું કારણ. 

હાલ ગાઝા પટ્ટી ઈઝરાયેલ કબજે 

શનિવારના હુમલાના બે દિવસ પછી જ ઇઝરાયેલી સેનાએ ગાઝા પટ્ટી પોતાને કબજે કરી હતી. ત્યાં ખાદ્યપદાર્થો અને અન્ય પુરવઠો અટકાવી દીધો અને બુધવાર સુધીમાં પટ્ટીની સરહદ પર સંપૂર્ણ નિયંત્રણ હોવાનો દાવો કર્યો. જેના કારણે ગાઝા પટ્ટીમાં રહેતા લોકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડશે.

પૃથ્વી પરનો નર્ક શા માટે?

હ્યુમન રાઈટ્સ કમિશન ગાઝા પટ્ટીના વિસ્તારને ખુલ્લી જેલ કહે છે. વર્તમાન સ્થિતિ જોતા અહીંની સ્થિતિ વધુ વણસી જવાની શક્યતાઓ છે. વર્ષ 2021માં જ યુનાઈટેડ નેશન્સ સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે ગાઝા પટ્ટીમાં બાળકોની સ્થિતિને જોઈને આ વિસ્તારને પૃથ્વી પરનો નર્ક ગણાવ્યો હતો. યુનાઈટેડ નેશન્સ અનુસાર, તે વિશ્વના સૌથી ગરીબ સ્થળોમાંનું એક છે.    

શું છે ગાઝા પટ્ટી?

ગાઝા પટ્ટીએ ભૂમધ્ય સાગરના પૂર્વ તટ પર આવેલા પેલેસ્ટાઈનના બે અલગ અલગ ક્ષેત્રનો નાનો એવો એરિયા છે. જેના દક્ષિણ પશ્ચિમમાં ઈજીપ્ત અને પૂર્વ તેમજ ઉત્તર ભાગમાં ઇઝરાયેલ આવેલું છે. આ પટ્ટી લગભગ 41 કિમી લાંબી અને 6-12 કિમી પહોળી છે. પરંતુ આ જગ્યાની વસ્તી 20 લાખની છે આથી આ સ્થળ દુનિયાના સૌથી ગીચ સ્થળોમાં સામેલ છે. 

બેરોજગારીનું પ્રમાણ ખૂબ ઊચું 

ગાઝા પટ્ટી અને વેસ્ટ બેંક (પશ્ચિમ કિનારો) બંનેથી પેલેસ્ટાઈન બને છે. આ બંને વિસ્તારની વચ્ચે ઇઝરાયેલ આવેલું છે. ગાઝા પટ્ટીમાં માણસોની હાલત ખુબ જ ખરાબ માનવામાં આવે છે. વર્લ્ડ બેન્કની ગયા મહિનાની રિપોર્ટ અનુસાર અહી બેરોજગારીનો રેટ 46 ટકા છે. તેમજ યુવા બેરોજગારીનો રેટ 60 ટકા જેટલો છે. જયારે ઈઝરાયેલમાં આ રેટ અમેરિકાની જેમ 4 ટકા જ છે. 

'પૃથ્વીના નર્ક' તરીકે ઓળખાય છે ગાઝા પટ્ટી, તેની પાછળનું કારણ જાણીને હચમચી જશો 2 - image

પુરતું ભોજન મળવું પણ છે મુશ્કેલ 

ગાઝા પટ્ટીની આવી આર્થિક સ્થિતિના કારણે અહી ભોજન અને દવા જેવા પ્રાથમિક સામાનની પણ અછત જોવા મળે છે. ઓગસ્ટમાં યુનાઈટેડ નેશન્સ રિલીફ એન્ડ વર્ક્સ એજન્સી અનુસાર, અહીં દર પાંચમાંથી ત્રણ લોકો ખાદ્ય અસુરક્ષાથી પીડાઈ છે, જેના કારણે તેમને ન તો પૂરતો ખોરાક મળી રહ્યો છે અને ન તો તેઓ સ્વસ્થ જીવન જીવવા માટે સક્ષમ છે.

સ્વાસ્થ્ય સુવિધાઓની પણ અછત 

ગાઝા પટ્ટીમાં બેઝીક ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ તબીબી સુવિધાઓની પણ અછત છે. અહીના લોકો વારંવાર બીમાર પડતા હોવા છતાં પણ તેમની પાસે યોગ્ય તબીબી સુવિધાઓ નથી. એમાં પણ જો કોઈ ગંભીર બીમારી આવે તો એની સારવાર અહી શક્ય જ નથી. સારવાર માટે એકમાત્ર ઉપાય બીજા દેશમાં સારવાર અર્થે જાવાનો છે. પરંતુ અહીના લોકો એ માટે ખર્ચ કરવા પણ સક્ષમ નથી. 

વર્ષ 2007માં પેલેસ્ટાઈનમાં હમાસની સરકાર બનતા ગાઝા પટ્ટીની સ્થિતિ ખુબ ખરાબ થઇ હતી. 1980ના દશકમાં હમાસ એક સૈન્ય સંગઠનના તરીકે સ્થાપિત થયું. આ સંગઠનની હેતુ પેલેસ્ટાઈનની આઝાદી અને તેમના આધિકારીઓ માટે લડવાનો હતો. ગાઝા પટ્ટીમાં હમાસની સરકાર આવતા ઇઝરાયેલ અને ઈજીપ્ત બંનેએ પોતાની બોર્ડર સીલ કરી હતી જેના કારણે ગાઝા પટ્ટીના લોકોને વધુ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. જેના કારણે 2020ની UNના રીપોર્ટ મુજબ આવનારા 10 વર્ષોમાં 16.7 અરબ ડોલરનું આર્થિક નુકસાન અને આ વિસ્તારમાં 4 ગણી ગરીબી વધી જશે.  




Google NewsGoogle News