ગાઝામાં લોકો ભૂખમરાની કગાર પર, રાહત સામગ્રી ભરેલી ટ્રકો લૂંટી રહ્યા છેઃ WHO

Updated: Dec 28th, 2023


Google NewsGoogle News
ગાઝામાં લોકો ભૂખમરાની કગાર પર, રાહત સામગ્રી ભરેલી ટ્રકો લૂંટી રહ્યા છેઃ WHO 1 - image

image : Twitter

ગાઝા,તા.28.ડિસેમ્બર.2023

ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના જંગમાં ગાઝાના નાગરિકો તબાહ થઈ ચુકયા છે.

ઈઝરાયેલી હુમલાનો સામનો કરી રહેલા ગાઝામાં હવે લોકો ભૂખમરાની અણી પર છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ચેતવણી આપી છે કે, જો બહુ જલ્દી યુધ્ધ વિરામ ના થયો તો અહીંયા ચારે તરફ બેહાલી નજરે પડશે. ગાઝાની સ્થિતિ એટલી હદે ખરાબ છે કે, અહીંની 36 જેટલી હોસ્પિટલોમાંથી માત્ર 15 જ કાર્યરત છે અને તે પણ અપૂરતી સુવિધાઓ સાથે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ચીફ ટેડ્રોસ ગેબ્રેસિસે દુનિયાને અપીલ કરી છે કે, ગાઝામાં ગંભીર માનવીય સંકટ સર્જાય તે પહેલા યુધ્ધ વિરામ જરૂરી છે. ગાઝામાં અમારી રાહત સામગ્રી ભરેલા ટ્રકોને લોકો લૂંટી રહ્યા છે. ભૂખથી પરેશાન લોકો ટ્રકોમાં ભરેલી દવાઓ, મેડિકલ સપ્લાય તેમજ ભોજન અને ઓઈલને રસ્તામાં જ લૂંટી રહ્યા હોવાથી સપ્લાય સેવા ખોરવાઈ રહી છે.

તેમણે કહ્યુ હતુ કે, આ જ રીતે જો લૂંટફાટ ચાલતી રહી તો ગાઝામાં રાહત કાર્ય કરવુ મુશ્કેલ થઈ જશે. ગાઝામાં સ્થિતિ સુધારવી હોય તો યુધ્ધ વિરામ બહુ જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે, ઈઝરાયેલા હુમલાથી બચવા માટે લોકો હોસ્પિટલોમાં શરણ લઈ રહ્યા છે. ગાઝાની સૌથી મોટી અલ શિફા હોસ્પિટલમાં જ 50000 લોકોએ આશ્રય મેળવ્યો હોવાનુ કહેવાઈ રહ્યુ છે. બીજી તરફ મેડિકલ સપ્લાયની અછત અને અડધા ઉપરાંત હોસ્પિટલો બંધ હોવાના કારણે ગંભીર રોગચાળો ફાટી નિકળવાનો ખતરો પણ વધી ગયો છે.



Google NewsGoogle News