Get The App

ઈઝરાયલના મંત્રીએ ગાઝા પર પરમાણુ હુમલો કરવાની વાત કહેતા નેતન્યાહૂ ભડક્યાં, જાણો શું કહ્યું

ઈઝરાયલના એક મંત્રી અમિહાઈ એલિયાહૂના એક નિવેદને આ યુદ્ધની આગને વધુ ભડકાવી દીધી છે

મંત્રીના નિવેદનની ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ખુદ આકરી ટીકા કરી

Updated: Nov 5th, 2023


Google NewsGoogle News
ઈઝરાયલના મંત્રીએ ગાઝા પર પરમાણુ હુમલો કરવાની વાત કહેતા નેતન્યાહૂ ભડક્યાં, જાણો શું કહ્યું 1 - image


Israeli PM Benjamin Netanyahu statement on Nuclear Bomb on Gaza : ઈઝરાયલ અને હમાસ વચ્ચે જારી યુદ્ધને કારણે આખી દુનિયા બે ભાગમાં વિભાજિત થઈ ચૂકી છે. આ દરમિયાન ઈઝરાયલના એક મંત્રી અમિહાઈ એલિયાહૂના એક નિવેદને આ યુદ્ધની આગને વધુ ભડકાવી દીધી છે. જોકે મંત્રીના નિવેદનની ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ (Benjamin Netanyahu) ખુદ આકરી ટીકા કરી છે.

મંત્રીના નિવેદનનું ખુદ નેતન્યાહૂએ ખંડન કર્યું 

મંત્રીએ દાવો કર્યો હતો કે ગાઝા પટ્ટી પર પરમાણુ બોમ્બ (Nuclear Bomb) ઝિંકવો એક ઈઝરાયલના વિકલ્પોમાંથી એક છે. જોકે ખુદ નેતન્યાહૂએ આ નિવેદનનું ખંડન કર્યું છે. સાથે એમ પણ કહ્યું કે ઈઝરાયલની ડિફેન્સ ફોર્સ નિર્દોષ લોકોને નુકસાન પહોંચડવાની જગ્યાએ આંતરરાષ્ટ્રીય કાયદાના ઉચ્ચતમ માપદંડો હેઠળ કામ કરી રહી છે. 

10 હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા 

પેલેસ્ટાઈનમાં આવેલા ગાઝાના હમાસ સંગઠન વિરુદ્ધ ઈઝરાયલનું યુદ્ધ આક્રમક થઈ ગયું છે. તેમાં અત્યાર સુધીમાં 10 હજારથી વધુ લોકો મૃત્યુ પામી ચૂક્યા છે. ઈઝરાયલ તરફથી ગાઝા પટ્ટી પર હમાસ વિરુદ્ધ તેજ કરાયેલા હુમલા વિશે પૂછવામાં આવતાં મંત્રી એલિયાહૂએ આ ટિપ્પણી કરતાં ઈઝરાયલની ચોતરફી ટીકા થવા લાગી છે. 


Google NewsGoogle News