ફ્યૂલના અભાવે ગાઝાનો એક માત્ર પાવર પ્લાન્ટ બંધ થતા ચારે તરફ અંધારપટ, જનરેટર ચલાવવાના પણ ફાંફા

Updated: Oct 12th, 2023


Google NewsGoogle News
ફ્યૂલના અભાવે ગાઝાનો એક માત્ર પાવર પ્લાન્ટ બંધ થતા ચારે તરફ અંધારપટ, જનરેટર ચલાવવાના પણ ફાંફા 1 - image

image : twitter

તેલ અવિવ,તા.12 ઓક્ટોબર 2023,ગુરૂવાર

હમાસ અને ઈઝરાયેલ વચ્ચેના જંગમાં ગાઝાના લોકોની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ રહી છે.

એક તરફ હમાસના આતંકીઓને ખતમ કરવા માટે ઈઝરાયેલ ગાઝા પર હુમલા કરી રહ્યુ છે તો બીજી તરફ ગાઝાના એક માત્ર પાવર પ્લાન્ટમાં ફ્યુલ ખતમ થઈ ગયા બાદ વીજ સપ્લાય ખોરવાઈ ગયો છે.

હમાસના હુમલા બાદ ઈઝરાયેલે ગાઝાની નાકાબંધી કરીને વીજળી, ફ્યુલ, પાણી, ભોજન એમ તમામનો સપ્લાય અટકાવી દીધો છે અને એક માત્ર પાવર પ્લાન્ટ પણ ઠપ થતા હવે લોકોને વીજળી માટે જનરેટર પર નિર્ભર રહેવાનો વારો આવ્યો છે અને તે પણ જનરેટર ચલાવવા માટે ફ્યુલ હોય તો.

અમેરિકન મીડિયા સાથે વાતચીતમાં ગાઝા પાવર ઓથોરિટીના ચીફ ગલાલ ઈસ્માઈલે કહ્યુ હતુ કે ગાઝા અત્યારે વીજળી વગરનુ છે. ગાઝામાં હવે જનરેટર ચલાવવા માટેના ફ્યુલના પણ ફાંફા પડી રહ્યા છે. કારણકે નાકાબંધીના કારણે ફ્યુલ સપ્લાય પણ બંધ છે. પાવર પ્લાન્ટ ચલાવવા માટેનુ ફ્યુલ હવે ખતમ થઈ ગયુ છે.

બે દિવસ પહેલા જ ઈઝરાયેલે કહ્યુ હતુ કે, હમાસના હુમલાના જવાબમાં પેલેસ્ટાઈનની સંપૂર્ણપણે ઘેરાબંધી કરવામાં આવશે અને તેનાથી ગાઝાને વીજળી, ખાવા પીવાની વસ્તુઓ અને પાણી પણ પહોંચતુ બંધ થઈ જશે.

સપ્લાય રોકાવાના કારણે ગાઝામાં હવે પરિસ્થિતિ રોજે રોજ બદતર બની રહી છે. ગાઝામાં અભૂતપૂર્વ માનવીય સંકટ ઉભુ થાય તેવા એંધાણ વરતાઈ રહ્યા છે.


Google NewsGoogle News