ગાઝામાં 50,000 ગર્ભવતી મહિલાઓ પર ભયંકર સંકટ, પીવાનું પાણી-દવાઓની અછત

સગર્ભા સ્ત્રીઓની નિયમિત તપાસ કરવામાં આવતી નથી

Updated: Oct 26th, 2023


Google NewsGoogle News
ગાઝામાં 50,000 ગર્ભવતી મહિલાઓ પર ભયંકર સંકટ, પીવાનું પાણી-દવાઓની અછત 1 - image


Israel Hamas War : ગાઝામાં ચાલી રહેલા ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધની બે તસ્વીરો છે. એકમાં ફક્ત આપણે મોત જોઈ રહ્યા છીએ જ્યારે બીજી તસ્વીરમાં લોકો ભૂખ,તરસ અને પ્રાથમિક સુવિધાઓના અભાવે તડપી રહેલા જોવા મળે છે. લાખો લોકો રાહત શિબિરોમાં આ રીતની જીંદગી જીવવા મજબુર છે. તેમાં અબાલ-વૃદ્ધ સૌ સામેલ છે.

હાલત એટલી ખરાબ છે કે ત્યાં તકલીફને જોવા માટે કોઈ નથી 

રાહત શિબિરોમાં મહિલાઓની સ્થિતિ સારી નથી. સૌથી વધુ ડર અને તકલીફ સાથે ગર્ભવતી મહિલાઓ જીવી રહી છે. તેમને સંભાળ રાખનાર કે સાંભળનાર કોઈ નથી. આવી જ તકલીફ નિવેન અલ-બારબરીની છે. એક રીપોર્ટ અનુસાર ૩૩ વર્ષીય નિવેન અલ બારબરી પોતાની કુખમાં રહેલા બાળકને લઈને ડરમાં છે. તેને પોતાની આસપાસ થતા દરેક ઈઝરાયેલી હુમલા બાદ પેટમાં દુઃખાવો થાય છે. પરંતુ આ તકલીફને જોવા માટે આસપાસ કોઈ નથી.

'આશા રાખું છું કે હું અને બાળક સુરક્ષિત રહીએ'

અલ-બારબરીએ  કહ્યું કે, તેણીને સગર્ભાવસ્થા ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર છે, તેથી ઑક્ટોબર 7ના રોજ ઇઝરાયેલી આક્રમણ શરૂ થયું તેના અગાઉ સુધી તે નિયમિતપણે નિષ્ણાત પાસે જતી હતી. પરંતુ બોમ્બ વિસ્ફોટોએ તેને આ રીતે જીવવા માટે મજબૂર કરી દીધો છે. તેનો પરિવાર સાથે સંપર્ક તૂટી ગયો છે.

તેણી કહે છે, "મને આશ્ચર્ય થાય છે કે હું મારા બાળકને કેવી રીતે અને ક્યાં જન્મ આપીશ. બોમ્બ ગમે ત્યારે અને ગમે ત્યાં પડી રહ્યા છે. અમને ખબર નથી કે બોમ્બ ક્યારે કોના ઘર પર પડશે અને બધું ખતમ થઈ જશે. મને બસ આશા છે કે હું અને મારું બાળક સુરક્ષિત રહીએ.'' આ સમસ્યા માત્ર અલ-બરબારીની જ નથી, પરંતુ તેના જેવી હજારો મહિલાઓની છે જેઓ ગર્ભવતી છે અને ગર્ભાવસ્થાના છેલ્લા મહિનામાં છે.

સગર્ભા સ્ત્રીઓની નિયમિત તપાસ કરવામાં આવતી નથી

યુનાઈટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ (UNPF) અનુસાર, ગાઝાના યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં લગભગ 50,000 ગર્ભવતી મહિલાઓ છે, જેમાંથી ઘણી નિયમિત તપાસ અને સારવારના અભાવથી પીડાય છે. અલ-બારબારી કહે છે "બાળકો તેમના ઘરના કાટમાળ નીચે પડેલા અથવા ઇજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ થયેલા બાળકોની છબીઓ મને મારા બાળક માટે ખૂબ જ ભયભીત બનાવે છે. હું દરરોજ પ્રાર્થના કરું છું કે મારા બાળકને આ મિસાઇલોથી બચાવવા માટે યુદ્ધનો અંત આવે." ખાન યુનિસના નાસેર મેડિકલ કોમ્પ્લેક્સમાં પ્રસૂતિ અને સ્ત્રીરોગવિજ્ઞાનના તબીબી સલાહકાર વાલિદ અબુ હતબના જણાવ્યા અનુસાર, વિસ્થાપનને કારણે આરોગ્ય કેન્દ્રો સુધી પહોંચવું ખૂબ મુશ્કેલ બની ગયું છે.

પીવા માટે પાણી, જરૂરી દવાઓ નથી

સુઆદ અસરફ, તેના ત્રીજા બાળક સાથે છ મહિનાની ગર્ભવતી સ્ત્રી છે. તે એક શાળામાં આશરો લઇ રહી છે.તે અતિશય થાકથી પીડાય છે. તેણીએ જણાવ્યું કે ઓછી ઊંઘ અને ડરથી થાકી ગઈ છું. મારે મારા અન્ય બે બાળકોની પણ દેખરેખ કરવાની છે પરંતુ અહી શુદ્ધ પાણી કે દવા નથી. પીવા માટે ખારું પાણી મળી રહ્યું છે કે પી શકાય તેમ નથી. તે ગર્ભાવસ્થાને પણ પ્રભાવિત કરી શકે તેમ છે.

પેલેસ્ટિનિયન ફેમિલી પ્લાનિંગ એન્ડ પ્રોટેક્શન એસોસિએશનના જણાવ્યા મુજબ, ગાઝામાં 37,000 થી વધુ સગર્ભા સ્ત્રીઓને વીજળી અથવા તબીબી પુરવઠા વિના આગામી મહિનાઓમાં જન્મ આપવાની ફરજ પાડવામાં આવશે જેનાથી જીવનું જોખમ વધવાની શક્યતા છે.  ખતરો હશે. અબુ હતબે કહ્યું, "મને સગર્ભા સ્ત્રીઓ તરફથી ડઝનેક કોલ મળ્યા જેમાં મને કહેવામાં આવ્યું કે તેઓ ઇન્સ્યુલિન અને હૃદય રોગથી પીડિત છે અને આરોગ્ય કેન્દ્રો સુધી પહોંચી શકતી નથી. આરોગ્ય સંભાળ અને સારવારનો અભાવ તેમના જીવનને જોખમમાં મુકે છે અને મૃત્યુનું કારણ બની શકે છે. "


Google NewsGoogle News