ઈઝરાયેલે જંગની જાહેરાત કરતા જ પૂર્વ પીએમ નફતાલી બેનેટ પણ બીજા સૈનિકો સાથે મોરચા પર રવાના

Updated: Oct 8th, 2023


Google NewsGoogle News
ઈઝરાયેલે જંગની જાહેરાત કરતા જ પૂર્વ પીએમ નફતાલી બેનેટ પણ બીજા સૈનિકો સાથે મોરચા પર રવાના 1 - image


Image Source: Twitter

તેલ અવીવ, તા. 08 ઓક્ટોબર 2023

ઈઝરાયેલે હમાસના આતંકી હુમલા બાદ યુધ્ધ જાહેર કરી દીધુ છે. ઈઝરાયેલે પોતાના રિઝર્વ સૈનિકોને પણ ડયુટી જોઈન કરવા માટે આદેશ આપી દીધો છે.

ભારત કે બીજા દેશોમાં તો કલ્પના પણ ના કરી શકાય પણ ડ્યુટી પર પાછા ફરનારા સૈનિકોમાં ઈઝરાયેલના પૂર્વ પીએમ નફતાલી બેનેટ પણ સામેલ છે. તેમણે પણ પોતાની બટાલિયન જોઈન કરી છે. તેમને રિઝર્વ સૈનિકો સાથે એક વિડિયોમાં જોઈ શકાતા હતા. બેનેટ ઈઝરાયેલી સેનામાં પહેલા પણ ફરજ બજાવી ચુકયા છે.

તેમણે મોરચો સંભાળ્યો હોવાથી એક સકારાત્મક સંદેશ દેશમાં ગયો છે. ઈઝરાયેલમાં એમ પણ તમામ નાગરિકો માટે સૈન્યમાં અમુક સમય માટે સેવા આપવી ફરજિયાત  છે. જેના કારણે ઈઝરાયેલના ઘણા રાજકારણીઓ હવે પોતા પોતાના સૈન્ય યુનિટોમાં પાછા ફરી રહ્યા છે.

પૂર્વ પીએમ બેનેટ ઈઝરાયેલના સૌથી ખૂંખાર કમાન્ડો યુનિટ સાયરેત મટકલમાં કમાન્ડો તરીકે ફરજ બજાવી ચુકયા છે. 2006માં તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. 2012 થી 2020 સુધીમાં નફતાલી બેનેટ પાંચ વખત ઈઝરાયેલની સંસદમાં ચૂંટાઈ આવેલા છે. 2019થી 2020 સુધી તેઓ ઈઝરાયેલના સંરક્ષણ મંત્રી પણ રહી ચુકયા છે.

અત્યારે તે ઈઝરાયેલમાં મોટા ગજાના બિઝનેમસેન ગણાય છે. તે પેલેસ્ટાઈને સ્વતંત્રતા આપવાના વિરોધી છે અને બોર્ડર પર યહૂદીઓની વસાહતો સ્થાપવા માટે સતત વકીલાત કરી રહ્યા છે.


Google NewsGoogle News