Get The App

ઇઝરાયેલ-હમાસ યુદ્ધ : બાયડેન-નેતન્યાહૂ વચ્ચે યુદ્ધ વિરામ અંગે ચર્ચા : કતારમાં બીજી મંત્રણા ચાલુ

Updated: Jan 14th, 2025


Google NewsGoogle News
ઇઝરાયેલ-હમાસ યુદ્ધ : બાયડેન-નેતન્યાહૂ વચ્ચે યુદ્ધ વિરામ અંગે ચર્ચા : કતારમાં બીજી મંત્રણા ચાલુ 1 - image


- કતારમાં મોસાદના વડા ડેવિડ, બાર્નીઆ, બાયડેનના મ.પૂ.ના વરિષ્ઠ સલાહકાર મેક-ગર્ક વચ્ચે મંત્રણા ચાલી રહી છે

નવીદિલ્હી : અમેરિકાના વિદાય લેતા પ્રમુખ જો બાયડેને ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતાન્યાહૂ સાથે ઇઝરાયલ-હમાસ યુદ્ધમાં યુદ્ધ-વિરામ અંગે ફોન ઉપર લંબાણ પૂર્વક ચર્ચા કરી હતી. બીજી તરફ કતારમાં દોહામાં, ઇઝરાયલની વિદેશ જાસૂસી સંસ્થા મોસાદના ચીફ ડેવિડ બાર્નીઆ અને પ્રમુખ બાયડેનના મધ્યપૂર્વ અંગેના સલાહકાર બ્રેટ મેકગુર્ક વચ્ચે પણ મંત્રણા ચાલી રહી છે.

રવિવારે પ્રમુખ બાયડેન વડાપ્રધાન નેતાન્યાહૂ સાથે ફોન પર ગાઝામાં યુદ્ધ વિરામ અને બંધકોની મુક્તિ વિષે ચર્ચા કરી હતી.

ખેદની વાત તે છે કે પહેલાં તો અમેરિકા, ઈજીપ્ત અને કતાર ત્રણેએ મધ્યસ્થી બનીને યુદ્ધ અટકાવવા છેવટે લાંબા યુદ્ધ વિરામ અંગે મંત્રણાના દોર શરૂ કર્યાં હતા. પરંતુ દરેક વખતે હમાસે મિસાઈલ હુમલાઓ કરતાં તે મંત્રણા પડી ભાંગી હતી, તે પણ ક્યાં સુધી કે જ્યારે યુદ્ધ વિરામ અંગે આખરી તારીખ પણ નક્કી થવાની હોય ત્યારે જ હમાસે હુમલા કરતાં મંત્રણાની નિરર્થકતા લાગતાં ત્રણેએ મંત્રણા મોકૂફ કરી હતી.

આ વખતે અમેરિકા ઘણું ગંભીર છે. એવું લાગે છે કે બાયડેન જતાં જતાં કશું શુભ-કાર્ય કરવા તત્પર બન્યા છે. બાયડેનના રાષ્ટ્રીય સલામતી સલાહકાર જેક સુલ્વીવાને મીડિયાને જણાવ્યું હતું કે મેકગુર્ક અત્યારે (યુદ્ધ વિરામની શરતો અંગેનો) મુસદ્દો ઘડી રહ્યા છે. જે બંને પક્ષોને આપવામાં આવશે. આમ છતાં તેઓએ તે સ્પષ્ટતા કરી ન હતી કે તા. ૨૦ જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પ સત્તાનાં સૂત્રો સંભાળે તે પહેલાં તે યુદ્ધમાં કોઈ સમાધાન નીકળી શકશે કે કેમ ?

આમ છતાં મધ્યપૂર્વ અંગેના જો બાયડેનના ટોચના સલાહકાર બ્રેટ મેક-ગુર્ક અને ઇઝરાયલની આંતરરાષ્ટ્રીય જાસૂસી સંસ્થા મોસાદના ચીફ ડેવિડ બાર્નીઆ વચ્ચે મંત્રણા ચાલી રહી છે, તેવો કોઈ પણ હીસાબે સમાધાનકારી કરારો કરાવવા પ્રયત્નો કરી રહ્યા છે તે અંગે અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કેને કહ્યું હતું કે, તેઓ સમજૂતીની તદ્દન નજીક પહોંચી ગયા છે.

મૂળ વાત તે છે કે હમાસ તેમ કહે છે કે ગાઝા પટ્ટીમાંથી ઇઝરાયલી સેના હઠી જવી જ જોઈએ. બીજી તરફ નેતન્યાહૂને તે સ્વીકાર્ય નથી. તે કોઈ પણ ભોગે હમાસની યુદ્ધ શક્તિ ખતમ કરવા માગે છે. હવે વાત ત્યાં અટકી છે જોકે ઈઝરાયલે પહેલા તબક્કે આંશિક રીતે સૈનિકો પાછા ખેંચવા તૈયાર થયા છે. પરંતુ જ્યાં સુધી તમામ બંધકોને ન મુક્ત કરાય ત્યાં સુધી સંપૂર્ણ રીતે સેના પાછી ખેંચવા તૈયાર નથી.

તે સર્વવિદિત છે કે આ યુદ્ધનો પ્રારંભ જ હમાસે દ.ઇઝરાયલ પર એક સમારોહ દરમિયાન ઓચિંતો હુમલો કરી આશરે ૧૨૦૦ જેટલા ઇઝરાયલોની હત્યા કરી હતી અને ૨૫૦ જેટલાને બંધક બનાવી દીધા હતા. બંધકો પૈકી મોટાભાગની યહૂદી યુવતીઓ જ હતી. તેઓ ઉપર અમાનુષ અત્યાચારો ગુજારાયા હોવાનું પણ જાણવા મળ્યું છે. બીજી તરફ ઇઝરાયેલે જ પ્રચંડ હુમલા શરૂ કરી દીધા છે. ટ્રમ્પે તો આખરીનામું આપતાં હમાસને કહ્યું છે જો ૨૦મી પહેલાં બંધકોને નહીં છોડો તો તમારી ઉપર નર્ક તૂટી પડશે.


Google NewsGoogle News