...તો શું ઈઝરાયલ પર હમાસના હુમલા માટે ભારત જવાબદાર? બાયડેનના નિવેદનથી સનસનાટી

ભારતના ડ્રીમ પ્રોજેક્ટને રોકવા માટેનું આ કાવતરું : જો બાયડેન

Updated: Oct 26th, 2023


Google NewsGoogle News
...તો શું ઈઝરાયલ પર હમાસના હુમલા માટે ભારત જવાબદાર? બાયડેનના નિવેદનથી સનસનાટી 1 - image



Israel Hamas War : હમાસ અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો  બાયડેને એક મોટો દાવો કર્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિએ આ યુદ્ધનું કારણ આપતા જણાવ્યું હતું કે, ઇઝરાયેલ પર હમાસના આતંકવાદી હુમલાનું મુખ્ય એક કારણ તાજેતરમાં નવી દિલ્હી ખાતે G-20 સમિટમાં ભારત-મધ્ય પૂર્વ-યુરોપ ઇકોનોમિક કોરિડોરનો મહત્વાકાંક્ષી નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ રેલ્વે નેટવર્ક દ્વારા સમગ્ર વિસ્તારને ઇઝરાયેલ સાથે જોડે છે.

જો બાયડેને પુરાવા વિશે કરી વાત 

જો બાયડેને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આ વાત કરી હતી. આ વાત કરતા તેમણે જણાવ્યું કે, મારી પાસે તેના માટે કોઈ પુરાવા નથી. પરંતુ હમાસના હમલા પાછળ ક્યાંકને ક્યાંક આ કારણ જવાબદાર હોય શકે છે. તેમણે એમ પણ કહ્યું કે, આ મારો અંતરાત્માનો અવાજ છે જેના આધારે હું આ દાવો કરું છું. ભારત-મધ્ય પૂર્વ-યુરોપ ઇકોનોમિક કોરિડોર ખૂબ જ મહત્વનો પ્રોજેક્ટ છે તેને પાછળ છોડી શકીએ નહીં. 

ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર શું છે?

આ નવો કોરિડોર આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો છે. આ વર્ષે G-20ની સમીટમાં યુએસ, ભારત, સાઉદી અરેબિયા, યુએઈ, ફ્રાન્સ, જર્મની, ઇટાલી અને યુરોપિયન યુનિયનના નેતાઓ દ્વારા સંયુક્ત રીતે તેને માન્યતા મળી હતી. આ કોરિડોરમાં ઈસ્ટર્ન કોરિડોરનો સમાવેશ થાય છે જે ભારતને ગલ્ફ ક્ષેત્ર સાથે જોડે છે. એક ઉત્તરીય કોરિડોર છે જે ગલ્ફ પ્રદેશને યુરોપ સાથે જોડે છે.


Google NewsGoogle News