Get The App

ઈઝરાયલ- હમાસનું યુદ્ધ ખતમ થઈ જશે? અમેરિકન પ્રમુખ બાઈડેને ખાસ ફોર્મુલા રજૂ કરી

Updated: Jun 1st, 2024


Google NewsGoogle News
ઈઝરાયલ- હમાસનું યુદ્ધ ખતમ થઈ જશે? અમેરિકન પ્રમુખ બાઈડેને ખાસ ફોર્મુલા રજૂ કરી 1 - image


Israel–Hamas War: ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા ઘણાં મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધને સમાપ્ત કરવા માટે અમેરિકન પ્રમુખ જો બાઈડેન આગળ આવ્યા છે અને તેમણે શાંતિ માટે ત્રણ સ્ટેજના ફોર્મુલા રજૂ કરી છે. જેના કારણે ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ થવાની સંભાવના વધી ગઈ છે. વ્હાઇટ હાઉસમાં અમેરિકન પ્રમુખ જો બાઈડને જણાવ્યું હતું કે, 'બધા લોકોને શાંતિથી જીવવાનો અધિકાર છે. ઈઝરાયલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ ખતમ થઈ જવું જોઈએ.'

અમેરિકન પ્રમુખના ત્રણ સ્ટેજ ફોર્મુલા શું છે?

અમેરિકન પ્રમુખ જો બાઈડને ઈઝરાયલ-હમાસના યુદ્ધવિરામ માટે ત્રણ સ્ટેજ ફોર્મ્યુલા રજૂ કર્યા છે. જેમાં પહેલા તબક્કામાં છ અઠવાડિયાના યુદ્ધવિરામનો સમાવેશ થાય છે. આ દરમિયાન ઈઝરાયલની સેના ગાઝાનો ગીચ વસ્તીવાળા વિસ્તારોને ખાલી કરી દે. પેલેસ્ટાઈની કેદીઓના બદલામાં હમાસ વૃદ્ધ અને મહિલા બંધકોને છોડશે. બીજા તબક્કામાં ઈઝરાયલ અને હમાસ આ યુદ્ધને હંમેશ માટે ખતમ કરવા માટે વાતચીત કરશે. આ દરમિયાન યુદ્ધવિરામ અમલમાં રહેશે. ત્રીજા તબક્કામાં યુદ્ધગ્રસ્ત ગાઝાનું પુનઃનિર્માણનું કામ આરંભ કરવામાં આવશે. જેથી ગાઝા નિવાસીઓ સુરક્ષિત રહી શકે. હમાસે અમેરિકન પ્રમુખ જો બાઈડનની યુદ્ધવિરામની રજૂઆતને હકારાત્મક પહેલ માની છે.

ઈઝરાયલે યુદ્ધવિરામની માંગનો અસ્વીકાર

ઉલેખનીય છે કે, મે 2024ની શરૂઆતમાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ માટેની સમજુતી થઈ જવાની હતી. જો કે મતભેદોના કારણે સમજૂતી શક્ય ન બની. તેની પાછળનું કારણ હમાસે માગ કરી હતી કે યુદ્ધ ખતમ થયા બાદ ઈઝરાયલની સેનાએ ગાઝા પરથી સંપૂર્ણ પીછેહઠ કરવી પડશે. જ્યારે ઈઝરાયલે આ માંગનો અસ્વીકાર કર્યો હતો. અત્યાર સુધીમાં હમાસ અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધમાં ઓછામાં ઓછા 36,379 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે અને 82,407 ઘાયલ થયા છે. હમાસના હુમલાથી ઈઝરાયેલમાં 1,139 લોકો માર્યા ગયા છે. અનેક લોકો હજુ પણ હમાસ દ્વારા ગાઝામાં બંધક બનાવાયા છે.



Google NewsGoogle News