યહૂદીઓએ અમેરિકી સંસદને ઘેેરી, ઈઝરાયલ-હમાસ વચ્ચે યુદ્ધવિરામ અને ગાઝામાં નરસંહાર અટકાવવા કરી માગ

દરમિયાન પોલીસે અનેક યહૂદી કાર્યકરોની ધરપકડ કરી લીધી

યહૂદી વોઈસ ફોર પીસ અનુસાર હજારો અમેરિકી યહુદીઓએ સંસદની બહાર દેખાવ કર્યા

Updated: Oct 19th, 2023


Google NewsGoogle News
યહૂદીઓએ અમેરિકી સંસદને ઘેેરી, ઈઝરાયલ-હમાસ વચ્ચે યુદ્ધવિરામ અને ગાઝામાં નરસંહાર અટકાવવા કરી માગ 1 - image

Israel-Hamas War| ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લાં 12 દિવસોથી યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે. હજારો લોકો આ યુદ્ધમાં જીવ ગુમાવી ચૂક્યા છે પણ અત્યાર સુધી યુદ્ધવિરામ (Ceasefire)ના કોઈ સંકેત જોવા મળી રહ્યા નથી. દરમિયાન ગાઝા પર હુમલા બંધ કરવા અને યુદ્ધવિરામની માગ (American-Jews hold sit-in at US Congress) સાથે પ્રગતિશીલ યહુદી-અમેરિકી (American Jews) કાર્યકરોએ વોશિંગ્ટનમાં યુએસ કેપિટલ (અમેરિકી સંસદ ભવન)માં ઘૂસીને ધરણાં કર્યા હતા.

યુદ્ધવિરામની કરી માગ 

ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધની સ્થિતિ દરમિયાન અમેરિકી સંસદ (US Congress) પાસે આ લોકોએ યુદ્ધવિરામ કરાવવાની માગ કરી હતી. યહૂદી સંગઠનોએ વ્હાઈટ હાઉસની નજીક કલાકો સુધી આ જ રીતે દેખાવો કર્યા હતા. સેંકડો દેખાવકારો બુધવારે વોશિંગ્ટનમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેનના નિવાસની બહાર એકઠાં થયા હતા અને યુદ્ધને રોકવા આગ્રહ કર્યો હતો. દરમિયાન યુએસ કેપિટલ હિલ પોલીસે જણાવ્યું કે દેખાવકારોના એક સમૂહે સંસદ ભવનની અંદર કબજો કરી લીધો છે. ગાઝામાં યુદ્ધ વિરામની માગ કરી રહેલા આ દેખાવકારોની ધરપકડ કરી લેવામાં આવી હતી. 

દેખાવકારોએ અમેરિકી સંસદને માથે લીધી 

દેખાવકારોએ કોંગ્રેસમાં ગાઝામાં યુદ્ધવિરામ કરાવવા આહ્વાન કરવાની માગ કરી હતી. યહૂદી વોઈસ ફોર પીસ અનુસાર હજારો અમેરિકી યહુદીઓએ સંસદની બહાર દેખાવ કર્યા હતા. જોકે 350થી વધુ અંદર પ્રવેશી ગયા હતા. યહૂદી સંગઠને એક્સ પર પોસ્ટમાં કહ્યું કે અમારી ધરપકડ કરાઈ રહી છે પણ અમે અહીંથી ત્યાં સુધી નહીં હટીએ જ્યાં સુધી અમને યુદ્ધવિરામ મામલે આશ્વાસન નહીં મળે અને ગાઝામાં પેલેસ્ટિની નાગરિકોનું નરસંહાર બંધ નહીં થાય. સંગઠને કહ્યું કે છેલ્લાં 75 વર્ષોથી ઈઝરાયલી સરકાર પેલેસ્ટિની જમીન પર ગેરકાયદે રીતે કબજો કરી રહી છે અને પેલેસ્ટિની સમુદાયનો સફાયો કરવામાં આવી રહ્યો છે. હવે ગાઝામાં અમેરિકાના પૂર્ણ સમર્થન સાથે નરસંહાર કરવામાં આવી રહ્યો છે. 

યહૂદીઓએ અમેરિકી સંસદને ઘેેરી, ઈઝરાયલ-હમાસ વચ્ચે યુદ્ધવિરામ અને ગાઝામાં નરસંહાર અટકાવવા કરી માગ 2 - image


Google NewsGoogle News