Israel-Hamas war : 49 દિવસ બાદ 4 દિવસનો 'યુદ્ધવિરામ', હમાસે 25 બંધક અને ઇઝરાયેલે 39 પેલેસ્ટાઇન કેદીને છોડ્યા

25 બંધકમાં 13 ઇઝરાયેલી, થાઇલેન્ડના 10 નાગરિક અને એક ફિલિપાઇન્સનો નાગરિક

Updated: Nov 25th, 2023


Google NewsGoogle News
Israel-Hamas war : 49 દિવસ બાદ 4 દિવસનો 'યુદ્ધવિરામ', હમાસે 25 બંધક અને ઇઝરાયેલે 39 પેલેસ્ટાઇન કેદીને છોડ્યા 1 - image


Israel-Hamas war : ઇઝરાયેલ-હમાસ વચ્ચે 7 ઓક્ટોબરથી યુદ્ધ ચાલી રહ્યું છે. હવે 49 દિવસ પછી બંને દેશો વચ્ચે  4 દિવસનું સીઝ ફાયર થયું છે. તેના બદલામાં હમાસે 25 બંધકને છોડ્યા છે જેમાં 13 ઇઝરાયેલી, થાઇલેન્ડના 10 નાગરિક અને એક ફિલિપાઇન્સનો નાગરિક છે. આ તમામને ગાઝામાં રેડ ક્રોસ સોસાયટીનમા અધિકારીઓને સોપવામાં આવ્યા છે. ઇઝરાયેલે પણ 39 પેલેસ્ટાઇની કેદીઓને છોડ્યા છે. કતારે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે સીઝફાયરની ડીલની મધ્યસ્થતા કરી હતી. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડનનો પણ આ ડીલ પાછળ મોટો રોલ હતો.

ઓપરેશન‘હેવન્સ ડોર’

હમાસે 13 ઇઝરાયેલી બંધકને છોડ્યા છે જેમાં 4 બાળક અને 6 મહિલાઓ સામેલ છે. તમામ બંધક ઇજિપ્તની રાફા બોર્ડર થઇને ઇઝરાયેલ પહોંચ્યા છે. ઇઝરાયેલે બંધકોને પરત લાવવાના આ ઓપરેશનને ‘હેવન્સ ડોર’ નામ આપ્યુ છે.

જાણો શું કહ્યું ઈઝરાયલી સૈન્યએ 

ઈઝરાયલી સૈન્યએ આ યુદ્ધવિરામ અંગે વાતચીત કરતાં કહ્યું હતું કે અમારા સૈનિકો ગાઝામાં યુદ્ધવિરામની બોર્ડર પાછળ રહેશે. ઈઝરાયલી સૈન્યના પ્રવક્તા ડેનિયલ હગારીએ કહ્યું કે આ કપરાં દિવસો હશે અને કંઈ પણ નક્કી નથી. એટલું જ નહીં તેમણે કહ્યું કે આ યુદ્ધવિરામની પ્રક્રિયા દરમિયાન અનેક ફેરફાર થઈ શકે છે. ઉત્તર ગાઝા પર નિયંત્રણ એક લાંબા યુદ્ધની દિશામાં પ્રથમ પગલું છે. અમે આગામી તબક્કાની તૈયારી કરી રહ્યા છીએ. 

યુદ્ધવિરામમાં કતારનો મુખ્ય ફાળો 

ગઈકાલે કતારમાં આ યુદ્ધવિરામને લઈને મધ્યસ્થીઓએ કહ્યું છે કે યુદ્ધ દરમિયાન બંધક બનાવાયેલા 13 ઈઝરાયલી મહિલાઓ અને બાળકોના પ્રથમ જૂથને કરવામાં આવશે. આ અહેવાલનું દુનિયાભરના દેશોએ સ્વાગત કર્યું. પણ સાત સપ્તાહથી જારી આ ખતરનાક યુદ્ધમાં પ્રથમ યુદ્ધવિરામની યોજના શરૂઆતથી લઈને અત્યાર સુધી જેમ જેમ આગળ વધી છે તેમ તેમ બંને વચ્ચે યુદ્ધ આક્રમક સ્તરે પહોંચતું ગયું છે.   



Google NewsGoogle News