ઈઝરાયેલની સેનાએ ફરી હવાઈ હુમલા શરુ કર્યા, 1400 વર્ષ જૂની મસ્જિદને નુકસાન, મૃત્યુઆંક 18 હજારની નજીક
ઈઝરાયેલની સેનાએ યુદ્ધવિરામ બાદ દક્ષિણ ગાઝામાં ગ્રાઉન્ડ એક્શન શરુ કર્યું
Israel Hamas War : ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા બે મહિના કરતા પણ વધુ સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે અને આ હવે ઈઝરાયેલી સૈનિકો શહેરમાં ઘૂસીને કાર્યવાહી કરી રહી છે તેમજ ગાઝામાં ઈઝરાયેલના હવાઈ હુમલા ચાલુ છે જેમાં ગાઝાની સૌથી જૂની મસ્જિદને પણ ખરાબ રીતે નુકસાન થયું છે.
ઈઝરાયેલની સેનાએ દક્ષિણ ગાઝામાં ગ્રાઉન્ડ એક્શન શરુ કર્યું
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં કતારની અસરકારક મધ્યસ્થી અને હસ્તક્ષેપ બાદ 24મી નવેમ્બરે થોડા દિવસો માટે બંધ થયું હતું, જો કે ફરી એકવાર ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું છે અને ઈઝરાયેલ દ્વારા ગાઝામાં હવાઈ અને જમીન પર હુમલાઓ શરુ કરી દીધા છે. આ હુમલામાં ગાઝાની સૌથી જૂની ઓમરી મસ્જિદને પણ નુકસાન થયું છે. ઈઝરાયેલની સેનાએ યુદ્ધવિરામ બાદ દક્ષિણ ગાઝામાં ગ્રાઉન્ડ એક્શન શરુ કર્યું છે.
યુદ્ધમાં અત્યાર સુધીમાં 17,700થી વધુના મોત થયા
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં છેલ્લા 24 કલાકમાં જ 133 લોકો માર્યા ગયા હતા જેના મૃતદેહો અને 259 ઘાયલોને ખાન યુનિસની અલ-નાસર અને નજીકની અલ-અક્સા હોસ્પિટલોમાં લાવવામાં આવ્યા હતા. ગાઝામાં બે મહિના સુધી ચાલેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં 17,700થી વધુ લોકો માર્યા ગયા છે અને 50 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. માર્યા ગયેલા લોકોમાં સાત હજાર હમાસના લડવૈયા હોવાનો અંદાજો છે.