'મુસ્લિમ દેશોની યાત્રા કરતાં બચો...' યુદ્ધ વચ્ચે ઈઝરાયલે નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી

એડવાઈઝરી બાદ મિડલ ઈસ્ટમાં હલચલ વધી

ઈઝરાયલને તેના નાગરિકોને જોર્ડન અને ઈજિપ્ત તાત્કાલિક ધોરણે છોડી દેવા કહ્યું

Updated: Oct 21st, 2023


Google NewsGoogle News
'મુસ્લિમ દેશોની યાત્રા કરતાં બચો...'  યુદ્ધ વચ્ચે ઈઝરાયલે નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 1 - image

Israel vs Hamas War | ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધે મિડલ ઈસ્ટમાં ફરી એકવાર તણાવ વધી ગયું છે. ઈઝરાયલે તેના નાગરિકો માટે એક એડવાઈઝરી  (Israel advisory) જાહેર કરી દીધી છે. તેણે તેના નાગરિકોને જોર્ડન અને ઈજિપ્ત (Jorden and Egypt) જલદીથી જલદી છોડી દેવા કહ્યું છે. આ ઉપરાંત ઈજિપ્તે પણ આ સ્થિતિમાં ઈમરજન્સી બેઠક બોલાવી છે. રાહતની વાત એ છે કે આ દરમિયાન ઈજિપ્ત અને ગાઝા પટ્ટી વચ્ચેની રાફા બોર્ડર ખોલી દેવામાં આવી છે. 

મુસ્લિમ દેશોની યાત્રાથી બચવા કહ્યું 

ઈઝરાયલના વડાપ્રધાન કાર્યાલયે તેના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં જણાવાયું છે કે તૂર્કી, ઈજિત, જોર્ડન, યુએઈ, બહેરીન અને મોરક્કો સહિત કોઈ પણ મિડલ ઈસ્ટ કે અરબ દેશોની મુલાકાત લેતા બચે. આ ઉપરાંત અનેક મુસ્લિમ દેશોની યાત્રા કરતાં બચવા માટે એલર્ટ જાહેર કરાયું છે. તેમાં મલેશિયા, બાંગ્લાદેશ અને ઈન્ડોનેશિયાની સાથે સાથે માલદીવ જેવા દેશો પણ સામેલ છે. 

ઈઝરાયલના PMOએ શું કહ્યું? 

વડાપ્રધાન કાર્યાલય અને વિદેશ મંત્રાલયમાં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદે સ્ટેટમેન્ડ જારી કરી જણાવ્યું કે વિદેશોમાં ઈઝરાયલીઓ ખતરા હેઠળ છે. એટલા માટે ઈજિપ્ત, જોર્ડન અને મોરક્કો માટે યાત્રા એલર્ટનું સ્તર વધારી દેવાયું છે. તેમાં જણાવાયું છે કે જ્યારથી હમાસ અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધની શરૂઆત થઈ છે ત્યારથી અનેક દેશો અને ખાસ કરીને મિડલ ઈસ્ટના અરબ દેશોમાં ઈઝરાયલવિરોધી દેખાવોમાં વધારો થઈ ગયો છે. યહૂદી અને ઈઝરાયલી પ્રતીકો વિરુદ્ધ શત્રુતા અને હિંસા થઈ રહી છે. વૈશ્વિક જેહાદ અંગે નિવેદનબાજી ચરમ પર પહોંચી ગઈ છે જે દુનિયાભરમાં ઈઝરાયલીઓ અને યહૂદીઓને નુકસાન પહોંચાડી શકે છે. તેને જોતાં જ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદે આ નિર્ણય લીધો છે. 

 

'મુસ્લિમ દેશોની યાત્રા કરતાં બચો...'  યુદ્ધ વચ્ચે ઈઝરાયલે નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 2 - image


Google NewsGoogle News