ઈઝરાયલ સાથે યુદ્ધ વચ્ચે હમાસે કર્યું મોટું એલાન, કહ્યું- યુદ્ધ હજુ તેજ બનશે

યુદ્ધ હજુ તેજ બનશે અને વેસ્ટ બેંક અને લેબનાન સુધી ફેલાઈ જશે : હમાસ

દેશ યુદ્ધમાં છે. કેબિનેટને મહત્વના સૈન્ય પગલા ભરવા માટે અધિકૃત કરાઈ છે : ઈઝરાયલ કેબિનેટ

Updated: Oct 8th, 2023


Google NewsGoogle News
ઈઝરાયલ સાથે યુદ્ધ વચ્ચે હમાસે કર્યું મોટું એલાન, કહ્યું- યુદ્ધ હજુ તેજ બનશે 1 - image

મિડલ ઈસ્ટમાં ઈઝરાયલ અને પેલેસ્ટાઈન (israel palestine conflict) વચ્ચે ફરી એકવાર સ્થિતિ ખરાબ થઈ ચૂકી છે. ગાઝા પટ્ટીમાં હમાસના આતંકવાદીઓએ શનિવારે હુમલો કરી દીધો હતો. સૌથી પહેલા તેમણે ઈઝરાયલમાં હજારોની સંખ્યામાં રોકેટ છોડ્યા બાદ જમીનના રસ્તે સતત હુમલા કરતા ઈઝરાયલમાં ઘુસી ગયા હતા. કેટલાક આતંકીઓએ પેરાગ્લાઈડર્સનો ઉપયોગ કરીને બોર્ડમાં દાખલ થઈ ગયા. કેટલાક રોડના રસ્તે ઈઝરાયલમાં ઘુસી ગયા અને તેમણે જેમને જોયા તેમને ગોળી મારી દીધી. અચાનક મોટી સંખ્યામાં થયેલા આ હુમલા બાદ ઈઝરાયલમાં રેડ અલર્ટ જાહેર કરી દેવાયું. પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ તાત્કાલિક ઈમરજન્સી બેઠક બોલાવીને દેશમાં યુદ્ધનું એલાન કરી દીધું હતું. આ વચ્ચે હવે ઈઝરાયલ પર હુમલો કરનાર હમાસ આતંકવાદી સંગઠનનું મોટું નિવેદન સામે આવ્યું છે.

ઈઝરાયલ સાથે યુદ્ધ વચ્ચે હમાસે કર્યું મોટું એલાન

ઈઝરાયલની સેનાની સતત જવાબી કાર્યવાહી બાદ કટ્ટરપંથી સમુહ હમાસનું વધુ એક ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. હમાસે એલાન કર્યું છે કે, યુદ્ધ હજુ તેજ બનશે અને વેસ્ટ બેંક અને લેબનાન સુધી ફેલાઈ જશે.

ઈઝરાયલની સુરક્ષા કેબિનેટે શું કહ્યું?

ન્યૂઝ એજન્સી APના અનુસાર, ઈઝરાયલની સુરક્ષા કેબિનેટે કહ્યું કે, દેશ યુદ્ધમાં છે. કેબિનેટને મહત્વના સૈન્ય પગલા ભરવા માટે અધિકૃત કરાઈ છે.

હમાસ હુમલામાં 600થી વધુ ઈઝરાયલી નાગરિકોના મોત

આતંકવાદી સંગઠન સાથે ઈઝરાયલના યુદ્ધ વચ્ચે ઈઝરાયલના મીડિયાએ દાવો કર્યો છે કે, હમાસના હુમલામાં 600થી વધુ નાગરિકો જીવ ગુમાવી ચૂક્યા છે અને બે હજારથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.


Google NewsGoogle News