Israel vs Hamas War| ગાઝામાં મૃત્યુઆંક 1200 થયો, 338,934 બેઘર, વીજળી-પાણીનું ગંભીર સંકટ

પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે છેલ્લાં 24 કલાકમાં હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 51 લોકો માર્યા ગયા હતા અને 281 અન્ય ઘાયલ થયા

ગાઝાની આશરે 600000 લોકોની વસતી પાણીથી વંચિત થઇ ગઈ

Updated: Oct 12th, 2023


Google NewsGoogle News
Israel vs Hamas War| ગાઝામાં મૃત્યુઆંક 1200 થયો, 338,934 બેઘર, વીજળી-પાણીનું ગંભીર સંકટ 1 - image

ઈઝરાયલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ (Israel Gaza War) ભીષણ તબક્કામાં પહોંચી ગયું છે ત્યારે ઈઝરાયલ દ્વારા ગાઝા પટ્ટીમાં હમાસના (Israel Hamas war Updates) ઠેકાણાઓને નિશાન બનાવીને મોટાપાયે હુમલા કરવામાં આવી રહ્યા છે. ઈઝરાયલ દ્વારા આ દરમિયાન હવાઈ, દરિયાઈ અને જમીનથી સતત હુમલા કરાઈ રહ્યા છે. ઈઝરાયલે અત્યાર સુધીમાં  ગાઝાનું શાસન કરતાં આતંકી સંગઠન હમાસને નિશાન બનાવતાં 1200થી વધુ મોતને ઘાટ ઉતારી દીધા છે. તેમાં બેઘર થઈ ચૂકેલાં ગાઝાવાસીઓની સંખ્યા 338,934 પર પહોંચી ગઈ છે. તેમાં ફક્ત 24 કલાકમાં 30  ટકાની વૃદ્ધિ થઈ છે. 

પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય મંત્રાલયે આપી માહિતી 

અહેવાલ અનુસાર પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે છેલ્લાં 24 કલાકમાં હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 51 લોકો માર્યા ગયા હતા અને 281 અન્ય ઘાયલ થયા હતા. મંત્રાલયે કહ્યું કે નવા આંકડાથી મૃત્યુઆંક લગભગ 1200 થઇ ગયો છે. જોકે ઘાયલોની સંખ્યા 5,339 થઈ ચૂકી છે. તેમાં 1,217 બાળકો અને 744 મહિલાઓ સામેલ છે. 

હોસ્પિટલમાં બેડ ખૂટ્યાં, વીજળી-પાણી-ખોરાકની અછત 

પત્રકારો સાથેની વાતચીતમાં ડેપ્યુટી હેલ્થ મિનિસ્ટર યુસુફ અલ રિશે કહ્યું કે હમાસના નેતૃત્વ હેઠળના ક્ષેત્રમાં તમામ હોસ્પિટલોમાં બેડ ફૂલ થઈ ગયા છે અને દવાઓ ખતમ થવાની અણીએ પહોંચી ગઈ છે. અબુ અલ રિશે કહ્યું કે મંત્રાલય ઘાયલ અને બીમાર લોકો માટે ઈમરજન્સી સેવાઓ ચાલુ રાખવા માટે જનરેટરનો ઉપયોગ કરવા મજબૂર છે કેમ કે ગાઝા પટ્ટીના વીજળી પ્લાન્ટમાં ઈંધણ પતી ગયું છે અને ઈઝરાયલે પણ સપ્લાય ઠપ કરી દીધો છે. ગાઝાની આશરે 600000 લોકોની વસતી પાણીથી વંચિત થઇ ગઈ છે. 

Israel vs Hamas War| ગાઝામાં મૃત્યુઆંક 1200 થયો, 338,934 બેઘર, વીજળી-પાણીનું ગંભીર સંકટ 2 - image


Google NewsGoogle News