નેતન્યાહૂ બરાબરના ફસાયા, ઈઝરાયલના સૈનિકોએ યુદ્ધ લડવા મૂકી મોટી શરત, હવે શું થશે?
Israel Gaza war : ઈઝરાયલનો બદલો હજી પૂર્ણ થયો નથી. હમાસ અને ગાઝા પર ઈઝરાયલ સતત હુમલાઓ કરી રહ્યું છે. સામે પક્ષે ઈરાન, હમાસ દ્વારા પણ ઈઝરાયલ પર હુમલાઓ થઈ રહ્યા છે. બંને દેશોમાં તબાહીનું ભયાવહ દ્રશ્ય સર્જાયુ છે. જેને રિકવર થતાં પચાસ વર્ષ લાગી શકે છે. અત્યારસુધી મજબૂત ગણાતી ઈઝરાયલની સેના પણ હવે હિંમત હારી હોય તેવુ જણાઈ રહ્યું છે. તેમની ધીરજ હવે ખૂટી રહી હોવાનો સંકેત ઈઝરાયલના સૈનિકો દ્વારા સરકાર સમક્ષ રજૂ કરવામાં આવેલી માંગણીઓ પરથી મળ્યા છે.
ઈઝરાયલ સરકાર માટે યુદ્ધનો નવો મોરચો ખુલ્યો છે. ગાઝા, પછી લેબનોન અને હવે ઈઝરાયલની ધરતી પર પોતાના જ પ્રિયજનોનું મનોબળ જાળવી રાખવાની લડાઈ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈઝરાયલના સૈનિક જે ઈઝરાયલ માટે વિદેશી જમીન પર લડી રહ્યા છે. તેઓ માગ કરી રહ્યા છે કે, ઈઝરાયલ હમાસના કબજામાં રહેલા ઈઝરાયલી બંધકોને ઝડપથી મુક્ત કરાવે. જેના માટે ઈઝરાયલ સરકાર ઝડપથી સમાધાન પર મહોર લગાવે.
નારાજ સૈનિકોની સંખ્યા વધી
ઈઝરાયલમાં એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત જાહેર મેમોરેન્ડમ તૈયાર કરવામાં આવ્યું છે. આ મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કરવા માટે સૈનિકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. હવે ધીમે ધીમે ઘણા સૈનિકો આ અભિયાનમાં જોડાઈ રહ્યા છે. અત્યાર સુધીમાં 150થી વધુ જવાનો આ અભિયાનનો હિસ્સો બની ચૂક્યા છે. આ સૈનિકોનું કહેવું છે કે જો બંધકોની મુક્તિ માટે કોઈ સોદો નહીં કરવામાં આવે તો તેઓ લડશે નહીં. આ સૈનિકોમાં કેટલીક મહિલા સૈનિકો પણ સામેલ છે. આમાંથી કેટલાક લોકોનું કહેવું છે કે આ નિશાની સાથે તેમનો સૈનિક તરીકેનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. કેટલાક સૈનિકોએ તેના પર હસ્તાક્ષર કરીને કહ્યું છે કે બંધકોની મુક્તિ માટે સોદો કરવાની સરકારને ચેતવણી છે.
બેન્જામિન નેતન્યાહુ સમક્ષ માંગ
આ મેમોરેન્ડમ દેશના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ, રક્ષા મંત્રી યોવ ગાલાંટ, આર્મી ચીફ હરઝી હલેવી અને સરકારના કેટલાક સભ્યોને લખવામાં આવ્યું છે. જેમાં સ્પષ્ટ માંગ છે કે યુદ્ધ ખતમ કરવામાં આવે. તે કહે છે કે અમે જાહેર કરીએ છીએ કે અમે આ પ્રકારનું યુદ્ધ ચાલુ રાખી શકીશું નહીં. જે ગાઝામાં આપણા બંધક ભાઈઓ અને બહેનો માટે મોતનું કારણ બની રહ્યું છે.
સૈનિકો શું કરી માંગ
સૈનિકોએ જણાવ્યું કે, 7 ઓક્ટોબરે અમારા હજારો લોકોને અમે ગુમાવ્યા અને સેંકડો લોકોને બંધક બનાવ્યા બાદ અમે તુરંત જ દેશની સેવામાં પોતાને સમર્પિત કરી દીધા છે. અમારૂ જીવન દેશની સુરક્ષા માટે અર્પી દીધુ છે. પરંતુ ગાઝામાં યુદ્ધના કારણે અમે અમારા જ બંધકોને ગુમાવી રહ્યા છે. દેશે તેમને મુક્ત કરાવવા ઝડપથી સમજૂતી કરાર કરવો પડશે.
સરકાર માટે તૈયાર કરાયેલા આ મેમોરેન્ડમમાં સૈનિકોએ કોઈ તારીખ જાહેર નથી કરી કે તેઓ ક્યારે યુદ્ધ નહીં લડે, પરંતુ આ લોકોનું કહેવું છે કે આ તારીખ નજીક આવી રહી છે. મેમોરેન્ડમમાં લખવામાં આવ્યું છે કે અમે જેઓ હજુ પણ આપણા જીવની ચિંતા કર્યા વિના દેશની સેવામાં સંપૂર્ણ ઇમાનદારી સાથે લડી રહ્યા છીએ, સરકારને કહેવા માંગીએ છીએ કે જો સરકાર પોતાનું વલણ નહીં બદલે અને મુક્તિ માટે સોદા પર કામ કરશે. બંધકોમાંથી, જો આપણે શરૂ નહીં કરીએ, તો અમે સૈનિકો તરીકે સેવા આપી શકીશું નહીં.