''આવતા 1 કલાકમાં અલ-શૈફા હોસ્પિટલ ખાલી કરો.''

Updated: Nov 19th, 2023


Google NewsGoogle News
''આવતા 1 કલાકમાં અલ-શૈફા હોસ્પિટલ ખાલી કરો.'' 1 - image


- ઈઝરાયલી સેનાનો ''તઘલખી હુકમ''

- હોસ્પિટલના ડાયરેકટર મોહમ્મદ અબુ સાલમિયાને કહ્યું સારવાર લઈ રહેલ દર્દીઓને સ્ટ્રેચરમાં બહાર કાઢો : મેડીકલ સ્ટાફ વ. ચાલતા બહાર જાય

તેલ-અવીવ : ઈઝરાયલ વિજયના નશામાં ચકચુર બની ગયું છે. તેની સેના એક પછી એક તઘલખી હુકમો કર્યા જ કરે છે. આકાશ, ભૂમિ અને જળ ઉપરથી નેતન્યાહૂ અગ્નિવર્ષા કરી રહ્યા છે. દુનિયા નપુંસક બની મૃત્યુ તાંડવ જોઈ રહી છે.

ઈઝરાયલ હવે ન તો, તેના મેન્ટર્સ અમેરિકા અને પશ્ચિમ યુરોપને પણ ગણકારતું નથી. તેવામાં તેની સેનાએ ગાઝા-સ્થિત અલ્-શૈફા હોસ્પિટલના વ્યવસ્થાપકોને હુકમ કરી દીધો છે કે ''આગામી એક કલાકમાં જ હોસ્પિટલ ખાલી કરો.'' છતાં જાણે કે દવાખાનું હોય તેમ હોસ્પિલના ડીરેકટર મોહમ્મદ અબુ સાલમિયાને કહ્યું છે કે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને સ્ટ્રેચરમાં સુવડાવી હોસ્પિટલની બહાર છેક સમુદ્ર તટે લઈ જાવ ત્યારે તબીબો અને હોસ્પિટલના સહાયક સ્ટાફને હુકમ કર્યો છે કે તમો સર્વે પગે ચાલીને જ સમુદ્ર તટે પહોંચી જાય.

ગાઝા શહેર જ સમુદ્ર તટ નજીક છે. તેથી તેઓને બહુ ચાલવું નહીં પડે તે સમજી શકાય તેમ છે પરંતુ પ્રશ્ન તે છે કે પેલા દર્દીઓનું શું થશે. તેમને સૂર્ય-તાપ કે સમુદ્ર પરથી આવતા ભેજવાળા પવનો સામે કોણ રક્ષણ આપશે ? તેનો કોઈ જવાબ નથી.

બીજી તરફ હમાસ પણ ઝનૂને ચઢ્યું છે. તે અપહૃતોને છોડવા તૈયાર નથી. તેટલું જ નહીં પરંતુ ગાઝા પટ્ટીમાં ઈંધણ ખતમ થઈ ગયું છે. ઈન્ટરનેટ અને ટેલીફોન સેવા ઠપ્પ થઈ ગઈ છે. યુદ્ધ તો ધમાસાણ ચાલી રહ્યું છે. તેથી યુનો પણ ખાધાની કે અન્ય અનિવાર્ય ચીજો પહોંચાડી શકે તેમ નથી. પરિણામે બંદીવાનો સહિત ગાઝા પટ્ટીમાં હજી પણ રહેલા કેટલાએ નાગરિકો સમક્ષ ભૂખમરો તોળાઈ રહ્યો છે.

મોડેથી મળતા સમાચારો જણાવે છે કે યુનોના મહામંત્રી ગુટેરેસના પ્રતિનિધિઓ મહાપ્રયત્ને યુદ્ધ ચઢેલા બંને પક્ષોને સમજાવી શક્યા છે કે આ અનિવાર્ય સહાય તો ગાઝા પટ્ટી સ્થિત નિર્દોષ નાગરિકોને પહોંચાડવા દો. છેવટે ઈઝરાયલ બે ટેન્કર જેટલું ઈંધણ લઈ જવા દેવા માટે સહમત થયું છે. તેમજ ટેલી-કોમ્યુનિકેશન સીસ્ટમ પાછી ચાલી થવા દેવા તૈયાર થયું છે. યુનોનું કહેવું છે કે ગાઝાપટ્ટીમાં રહેલા નિર્દોષ નાગરિકો માટે આ સર્વે જીવાદોરી સમાન છે.

પેલેસ્ટાઈનની ટેલીકોમ્યુનિકેશન્સ કંપની 'પેલ-ટેલ' જણાવે છે કે તેને ઈંધણ મળી રહેતા તે સંચાર સેવા અંશત: ચાલુ કરી શકી છે. જનરેટર્સ પૈકી કેટલાક ચાલુ થઈ શક્યા હોવાથી આ શક્ય બન્યું છે.

આપણે જોયું કે ઈઝરાયલ દલોએ અબ-શૈફા હોસ્પિટલ ઉપર કબ્જો જમાવી દીધો છે. ઈઝરાયલનો આક્ષેપ છે કે આ હોસ્પિટલમાં જ હમાસે તેના ટોચના નેતાઓ અને શસ્ત્ર-સરંજામ છુપાવી રાખ્યા છે. આ ઉપરાંત ઈઝરાયલે હમાસની અન્ડરગ્રાઉન્ડ ટનલ્સ શોધી કાઢી છે. તેમાં તેના સૈનિકો ઉતરી હમાસના આતંકીઓને શોધી રહ્યા છે.

દરમિયાન યુનોના વર્લ્ડ-ફૂડ પ્રોગ્રામના અધિકારીઓ કહે છે કે ગાઝાપટ્ટીમાં રહેલા નિર્દોષ નાગરિકો સમક્ષ ભૂખમરો તોળાઈ રહ્યો છે. યુદ્ધની માહિતી આપતા મીડીયા જણાવે છે કે ખાનયુનિસમાં થયેલા ઈઝરાયલી હુમલામાં ૨૬ પેલેસ્ટાઈનીઓના મૃત્યુ થયા છે. યુનોની માનવીય સહાયતા વડા માર્ટિન ગ્રિટ્ટિથે યુનોની મહાસભાને કરેલા સંબોધનમાં જણાવ્યું હતું કે માનવતાને ખાતર પણ યુદ્ધ બંધ કરવું જોઈએ અને નાગરીકોને સલામત સ્થળે પહોંચાડવા જોઈએ. તમારે પોલફ્રાંસિસ આગામી સપ્તાહે અપહૃત યહુદીઓના કુટુમ્બીજનોને મળવાના છે.

પાંચ દેશો, દ.આફ્રિકા, બાંગ્લાદેશ, બાલિવિયા, કોનારોલ અને જીબુટીએ આંતર રાષ્ટ્રીય ક્રીમીનલ કોર્ટને પેલેસ્ટાઈન વિસ્તારમાં થતા સંહારની તપાસ કરવા વિનંતી કરી છે તેમ કાઉન્સીલે કરીમ ખાતે પત્રકારોને જણાવ્યું હતું.


Google NewsGoogle News