'એક વાર તમે ઈઝરાયલની હાલત જુઓ....' ઇઝરાયેલી રાજદૂતે હમાસના હુમલાની નિંદા ન કરવા બદલ UNSCની કરી ટીકા

ઈઝરાયલ-હમાસ યુદ્ધની સ્થિતિ વચ્ચે UNSCએ બોલાવી બેઠક

Updated: Nov 11th, 2023


Google NewsGoogle News
'એક વાર તમે ઈઝરાયલની હાલત જુઓ....' ઇઝરાયેલી રાજદૂતે હમાસના હુમલાની નિંદા ન કરવા બદલ UNSCની  કરી ટીકા 1 - image


Israel Hamas War : ઈઝરાયલ અને હમાસ વચ્ચે ગાઝા પટ્ટી (Gaza Strip) છેલ્લા એક મહિનાથી યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે. આ મામલો વૈશ્વિક અજેન્સીઓ માટે પણ મુશ્કેલ વિષય બનતો જાય છે. એવામાં UNSC દ્વારા હમાસ હુમલા પર કોઈ એક્શન ન લેવાના કારણે આજે UNની બેઠકમાં ઇઝરાયેલના પ્રતિનિધિએ આ અંગે ટીકા કરી હતી. 

ઈઝરાયલ-હમાસ યુદ્ધની સ્થિતિ વચ્ચે UNSCએ બોલાવી બેઠક 

હમાસે ઑક્ટોબર 7 ના રોજ ઇઝરાયેલ પર હુમલો કર્યો, જેમાં હજારો નિર્દોશ લોકોએ જીવ ગુમાવ્યા અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ પણ થયા. જવાબી કાર્યવાહી કરતા ઇઝરાયલે હમાસને ખતમ કરવા ગાઝા પટ્ટીમાં હુમલા શરૂ કર્યા. જેના કારણે પશ્ચિમ એશિયામાં ઉભી થયેલી સ્થિતિને લઈને UNSCની બેઠક બોલાવવામાં આવી હતી. 

ઈઝરાયેલના રાજદૂતે UNSCમાં કરી ટીકા 

ઈઝરાયેલના રાજદૂતે UNSCને આગ્રહ કર્યો કે, તેઓને 7 ઓક્ટોબરની ઘટના અંગે બંને બાજુથી સત્ય બતાવે. એકવાર તમે તમારી આંખોથી ઇઝરાયેલમાં બર્બરતા જુઓ કે જ્યાં હમાસના આતંકવાદીઓએ કબજો જમાવ્યો હતો. ઈઝરાયેલના રાજદૂતે વધુમાં કહ્યું કે, હમાસે છેલ્લા 16 વર્ષમાં ગાઝાને સંપૂર્ણપણે આતંકનો અડ્ડો બનાવી દીધું છે. 

ઈઝરાયેલ- હમાસયદ્ધનો આજે 35મો દિવસ 

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યદ્ધનો આજે 35મો દિવસ છે અને અત્યાર સુધીમાં અનેક લોકએ જીવ ગુમાવ્યા છે જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે ત્યારે ઈઝરાયેલની સેના IDFએ ગાઝામાં હમાસના નક્બા યુનિટના અનેક આતંકવાદીઓને માર્યા હોવાનો દાવો કર્યો છે. માર્યા ગયેલા આતંકવાદીઓમાં હમાસના નક્બા યુનિટના કમાન્ડર અહેમદ મુસા અને પશ્ચિમી જબાલિયા સ્થિત આતંકવાદી પ્લાટૂનના કમાન્ડર ઓમર અલહંદીનો સમાવેશ થાય છે.

Google NewsGoogle News