Get The App

ટેન્કો, તોપોની સાથે ઈઝરાયેલે ગાઝા પર આક્રમણ માટે તૈનાત કર્યુ 62 ટન વજનનુ રાક્ષસી બુલડોઝર, જાણો તેની ખાસિયત

Updated: Oct 15th, 2023


Google NewsGoogle News
ટેન્કો, તોપોની સાથે ઈઝરાયેલે ગાઝા પર આક્રમણ માટે તૈનાત કર્યુ 62 ટન વજનનુ રાક્ષસી બુલડોઝર, જાણો તેની ખાસિયત 1 - image


Image Source: Twitter

તેલ અવીવ, તા. 15 ઓક્ટોબર 2023

ઈઝરાયેલે ગાઝામાં પ્રવેશવા માટે પોતાની સેનાને ટેન્કો, તોપો અને બીજા વિનાશક હથિયારો સાથે તૈનાત કરી છે અને તેમાં વિરાટકાય 26 ફૂટ લાંબા બુલડોઝરનો પણ સમાવેશ થાય છે.

આ બુલડોઝર ગાઝા બોર્ડર ક્રોસ કરનારા સૈનિકોની આગળ આગળ ચાલીને તેમના માટે રસ્તો સાફ કરશે. ઈઝરાયેલ પૂરી તાકાતથી ગાઝા પટ્ટીમાં પ્રવેશવા જઈ રહ્યુ છે. જેના પગલે બુલડોઝરને પણ તૈનાત કરી દેવાયુ છે. આ એક મહાશક્તિશાળી બુલડોઝર છે. જે ગાઝાની ગીચ વસતીમાં અવરોધોને દુર કરવા માટે ઉપયોગમાં લેવાશે.

આ બુલડોઝરનુ નામ D9R છે. તેની ચારે તરફ બખ્તર લગાવવામાં આવ્યુ છે અને તેનુ વજન જ 15 ટન થવા જાય છે. આ બુલડોઝરને ઈઝરાયેલની સેના ટેડી બેરના નામથી પણ બોલાવે છે. બુલડોઝરની પણ આગવી ધાક છે અને કોઈ પણ વ્યક્તિ તેના રાક્ષસી આકારને જોઈને ડરી શકે છે.

બુલડોઝર એટલુ પાવરફુલ છે કે તેના પર રોકેટ અને ગ્રેનેડ હુમલાની પણ કોઈ અસર થતી નથી. બારુદી સુરંગો પણ તેને નુકસાન પહોંચાડી શકે તેમ નથી. ઈઝરાયેલે પહેલી વખત 1950ના દાયકામાં તેને મેદાનમાં ઉતાર્યુ હતુ. ત્યારે તેનો ઉપયોગ સૈનિકો અને ટેન્કો માટે બારુદી સુરંગો અને બીજા વિસ્ફોટકો હટાવવા માટે કરવામાં આવ્યો હતો.

બુલડોઝરનુ કુલ વજન 62 ટન છે અને તેને બે સભ્યોની ટીમ ચલાવે છે. બુલડોઝર પર બુલેટ પ્રુફ ગ્લાસ ફિટ કરવામાં આવ્યા છે. જરુર પડે તો બુલડોઝરને ગ્રેનેડ લોન્ચર, મશિનગનથી પણ સજ્જ કરી શકાય છે. 

2015માં બુલડોઝરની સુરક્ષા વધારવા માટે તેને સ્લેટ કવચ વડે પણ અપગ્રેડ કરાયુ હતુ. બુલડોઝર ખાઈ ખોદવા માટે કે બ્રિજ બનાવવા માટે પણ સક્ષમ છે. તેની કિંમત લગભગ આઠ કરોડ રુપિયા થવા જાય છે.



Google NewsGoogle News