જ્યાં આતંકી દેખાય ત્યાં ઢાળી દો, ગાઝામાં તમને જે કરવુ હોય તે કરો, ઈઝરાયેલના સંરક્ષણ મંત્રીનુ સૈનિકોને સંબોધન

Updated: Oct 11th, 2023


Google NewsGoogle News
જ્યાં આતંકી દેખાય ત્યાં ઢાળી દો, ગાઝામાં તમને જે કરવુ હોય તે કરો, ઈઝરાયેલના સંરક્ષણ મંત્રીનુ સૈનિકોને સંબોધન 1 - image

image : Twitter

તેલ અવીવ,તા.11 ઓક્ટોબર 2023,બુધવાર

ઈઝરાયેલના ગાઝા પર ભીષણ હવાઈ હુમલા યથાવત છે અને હવે ઈઝરાયેલની આર્મીને પણ સરકારે ખુલ્લી છુટ આપી દીધી છે. 

ઈઝરાયેલના સંરક્ષણ મંત્રી યોવ ગેલેંટે મંગળવારે કહ્યુ હતુ કે, ઈઝરાયેલના સૈનિકો હમાસના જે પણ આશ્રય સ્થાનો છે તેને તબાહ કરવા તરફ આગળ વધી રહ્યા છે. ગાઝા બોર્ડર પર તેમણે સૈનિકોને સંબોધન કરતા કહ્યુ હતુ કે, અમે તમામ પ્રતિબંધો હટાવી લીધા છે અને સૈનિકોને જે પણ કાર્યવાહી કરવી હોય તે કરી શકે છે. 

ગેલેંટે કહ્યુ હતુ કે, ગાઝા હવે ક્યારેય પહેલા જેવુ નહીં હોય. તમારી પાસે અહીંની સ્થિતિ બદલવાની ક્ષમતા છે. તમે ભારે કિંમત ચૂકાવી છે અને હવે તમારે અહીંયા બદલાવ લાવવાનો છે. કારણકે હમાસ જ ઈચ્છી રહ્યુ છે કે, ગાઝાની સ્થિતિ બદલાય . હમાસે જે વિચાર્યુ હતુ કે બધુ જ અમે કરીશું. ગાઝામાં ધરમૂળથી ફેરફારો આવશે.

તેમણે કહ્યુ હતુ કે, હમાસને આખી જિંદગી પસ્તાવો રહેશે. ગાઝા પહેલા જેવુ ક્યારેય નહીં રહે. ઈઝરાયેલ પૂરી તાકાત સાથે અને સમાધાન વગર એ દરેક વ્યક્તિને ખતમ કરશે જે ઈઝરાયેલના લોકોના માથા કાપવા માટે, મહિલાઓની હત્યા કરવા માટે ઈઝરાયેલમાં ઘૂસ્યા હતા. 

તેમણે કહ્યુ હતુ કે, જ્યાં પણ આતંકી જોવા મળે ત્યાં પહેલા તેમની તલાશી લો અને પછી તેમને ખતમ કરી નાંખો. 

ઈઝરાયેલનીસેનના પ્રવકતા રિયર એડમિરલ ડેનિયલ હગારીએ કહ્યુ હતુ કે, ઈઝરાયેલમાં ઘૂસવા માંગતા ઘણા આતંકીઓને બોર્ડર પર જ ડાળી દેવાયા હતા. 


Google NewsGoogle News