ઈઝરાયલી સૈન્યની મોટી ભૂલ, ખતરો સમજી 3 બંધકોને ગોળી મારી, ભૂલ સમજાતાં IDFએ માફી માગી

ઈઝરાયલી સૈન્યએ કહ્યું કે તેમને મારી નાખ્યા બાદ અમને તપાસમાં ખબર પડી કે તેઓ ઈઝરાયલી હતા

હમાસે આ લોકોને મુક્ત કર્યા હોવાનો દાવો અથવા બની શકે કે તેઓ હમાસની પકડથી નાસી છૂટ્યા હતા

Updated: Dec 16th, 2023


Google NewsGoogle News
ઈઝરાયલી સૈન્યની મોટી ભૂલ, ખતરો સમજી 3 બંધકોને ગોળી મારી, ભૂલ સમજાતાં IDFએ માફી માગી 1 - image


Israel vs Hamas war | ગાઝામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈઝરાયેલના સંરક્ષણ દળોએ (IDF) મોટી ભૂલ કરી છે. એક ઈઝરાયલી મીડિયાએ IDFના પ્રવક્તા ડેનિયલ હગારીના હવાલાથી જણાવ્યું હતું કે ઈઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ 7 ઓક્ટોબરના હુમલા બાદ હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલા પોતાના જ ત્રણ નાગરિકોને ખતરો માનીને તેમના પર ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં ત્રણેય નાગરિકોના મોત થયા હતા. ડેનિયલ હગારીએ કહ્યું કે IDF આ દુ:ખદ ઘટનાની જવાબદારી લે છે.

આઈડીએફએ આ ઘટનાની જવાબદારી સ્વીકારી 

તેમણે કહ્યું કે આ ઘટના એ જ વિસ્તારમાં બની હતી જ્યાં ઇઝરાયલી સૈનિકોએ આત્મઘાતી હુમલાખોરો સહિત અનેક આતંકવાદીઓનો સામનો કર્યો હતો. ત્રણ ઈઝરાયલી બંધકોમાંથી બેની ઓળખ યોતમ હૈમ અને સમર તલાલ્કા તરીકે થઈ છે. હૈમને કફર અજાથી બંધક બનાવવામાં આવ્યો હતો અને સમર તલાલ્કાનું નિરમથી અપહરણ કરાયું હતું. હગારીએ પરિવારની વિનંતી પર ત્રીજા બંધકનું નામ જાહેર કર્યું ન હતું.

તપાસ બાદ ખુલાસો થયો કે આ ત્રણેય ઈઝરાયલી બંધક હતા 

હમાસની કેદમાંથી ત્રણ બંધકો કેવી રીતે છટકી ગયા તે અંગે પૂછવામાં આવતા હગારીએ જણાવ્યું હતું કે અમારું માનવું છે કે આ ત્રણેય બંધકો હમાસની પકડમાંથી ભાગી છૂટવામાં સફળ થયા હતા અથવા એવું બની શકે કે હમાસના લડાકૂઓ દ્વારા તેમને મુક્ત કરી દેવાયા હોય. આઈડીએફના પ્રવક્તાએ કહ્યું કે અમારા સૈનિકોએ ત્રણેયને ગોળીબારમાં માર્યા બાદ તેમની ઓળખ અંગે શંકા થઈ હતી. તેમના મૃતદેહોને તપાસ માટે તાત્કાલિક ઇઝરાયલ મોકલાયા હતા જ્યાં ઓળખ હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલા ઇઝરાયેલી નાગરિકો તરીકે કરવામાં આવી હતી.

ઈઝરાયલી સૈન્યની મોટી ભૂલ, ખતરો સમજી 3 બંધકોને ગોળી મારી, ભૂલ સમજાતાં IDFએ માફી માગી 2 - image



Google NewsGoogle News