ઇઝરાયેલે ઇરાન પર કર્યો સાઇબર એટેક, ગેસ સ્ટેશનોની ડિજીટલ સેવા પડી ભાંગી
ઇઝરાયેલના 'ગોંજેશ્કે દારાંડે' નામના સાયબર ગુ્રપ કરી કાર્યવાહી
ઇરાનની ઇસ્પાત કંપનીઓ પર સાયબર હુમલો કરવાનો પણ દાવો
તેલઅવિવ,18 ડિસેમ્બર,2023,સોમવાર
ઇઝરાયેલ અને હમાસ સંગઠન વચ્ચે ભીષણ જંગ ચાલે છે. હમાસની આણવાળા ગાજાપટ્ટી વિસ્તારમાં ઇઝરાયેલે ભારે વિનાશ વેરીને આતંકીઓની કમર તોડી નાખી છે. હમાસ અને હિજબુલ્લાહને સમર્થન આપતા ઇરાન સાથે ઇઝરાયેલને ૩૬નો આંકડો છે. ઇરાન અણુબોંબ બનાવવાની મહત્વકાંક્ષા ધરાવે છે. અમેરિકા અને ઇઝરાયેલ કોઇ પણ તેને અણુ સંશોધનોમાં આગળ વધતું જોવા ઇચ્છતા નથી. આનાથી અરબજગતની સંરક્ષણ સમતૂલા જોખમાય તેવી શકયતા છે.
ટાઇમ્સ ઓફ ઇઝરાયેલના જણાવ્યા અનુસાર 'ગોંજેશ્કે દારાંડે' એટલે કે શિકારી સ્પેરો નામના ગુ્પે ઇરાનના ગેસ સ્ટેશનનોને અકાર્યાન્વિત કરી નાખ્યા છે. એટલું જ નહી ઇરાનની ઇસ્પાત કંપનીઓ પર સાયબર હુમલો કરવાનો પણ દાવો કર્યો છે. ઇઝરાયેલના હેકર્સે સમૂહના હુમલાથી ગેસ સ્ટેશનોની વ્યવસ્થા પડી ભાંગી છે. ઇઝરાયેલે ઇરાન પર સાયબર એટેક કર્યા પછી ઇરાન દ્વારા કોઇ જ પ્રતિક્રિયા આવી નથી. આધુનિક દુનિયા ડિજિટલ બની રહી છે ત્યારે સાયબર એટેકથી સાયસન્ટલી વધુ નુકસાન થાય છે. ઇઝરાયેલ આર્મી એટેકમાં જ નહી સાયબર ટેકનોલોજીમાં પણ પાવરફૂલ છે.