Get The App

આજે રાત્રે ભયંકર યુદ્ધ ! પરમાણુ, ગેસ-તેલના ડેપો પર હુમલો કરી શકે છે ઈઝરાયલ, નેતન્યાહુએ બનાવ્યો પ્લાન

Updated: Oct 2nd, 2024


Google NewsGoogle News
આજે રાત્રે ભયંકર યુદ્ધ ! પરમાણુ, ગેસ-તેલના ડેપો પર હુમલો કરી શકે છે ઈઝરાયલ, નેતન્યાહુએ બનાવ્યો પ્લાન 1 - image

Iran-Israel Conflict : ઇરાને ઇઝરાયલ પર કરેલા હુમલા બાદ ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ઇરાનને નેસ્તનાબૂદ કરવાની ધમકી આપી છે. તેમણે કહ્યું હતું કે, ઈઝરાયલ હવે ઈરાન સામે જવાબી કાર્યવાહી કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. હાલમાં પીએમ નેતન્યાહુ તેલ અવીવમાં સંરક્ષણ મંત્રાલયના મુખ્યાલયમાં સુરક્ષા વડાઓને મળી રહ્યા છે. આ સ્થિતિમાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ઈઝરાયલ ટૂંક સમયમાં ઈરાન પર ભીષણ હુમલો કરી શકે છે. ઈઝરાયલ મિલિટ્રી ચીફે કહ્યું છે કે, મિડલ ઈસ્ટમાં અમે ગમે ત્યાં હુમલો કરી શકીએ છીએ.

ઈરાનના ગેસ અને ઓઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પરમાણુ સ્થળો પર હુમલો

ઇઝરાયલના વડાપ્રધાન કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પીએમ બેન્જામિન નેતન્યાહૂએ આજે ​​તેલ અવીવમાં સુરક્ષા વડાઓ સાથે વાતચીત કરી હતી. એક અહેવાલ અનુસાર ઈઝરાયલના અધિકારીઓના જણાવ્યા હતું કે, ઈઝરાયલ બુધવારે ઈરાને કરેલા બેલેસ્ટિક મિસાઈલ હુમલાનો જવાબ ઈરાનના ગેસ અને ઓઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કરીને અથવા તો ઈરાનના પરમાણુ સ્થળોને સીધો નિશાન બનાવી તેનો નાશ કરીને આપી શકે છે. ઈરાનના તેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો દેશની અર્થવ્યવસ્થાને બરબાદ કરી શકે છે.

ઈરાને મોટી કિંમત ચૂકવવી પડશે

ઈઝરાયલ પર થયેલા હુમલા બાદ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું છે કે, 'ઈરાનનો ઈઝરાયલ પર મિસાઈલ હુમલો નિષ્ફળ ગયો છે. અને હવે તેમને અમારી જવાબી કાર્યવાહીનો સામનો કરવો પડશે. ઈરાને કરેલી આ ભૂલની મોટી કિંમત ચૂકવવી પડશે.'

હજુ પણ ઈઝરાયલ પર ભારે હુમલો કરીશું

ઈઝરાયલી સેનાએ જણાવ્યું કહ્યું કે, અમે ઈરાન તરફથી આવતી મોટાભાગની મિસાઈલોનો હવામાં જ નાશ કરી દીધો છે. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપ્રમુખ જો બાઈડને કહ્યું છે કે, અમારી સરકાર ઈઝરાયલને સંપૂર્ણ સમર્થન આપે છે. તો બીજી તરફ ઈરાને કહ્યું છે કે, અમારી સાર્વભૌમત્વના કોઈપણ ઉલ્લંઘનનો જવાબ અમે ઈઝરાયલના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હજુ ભારે હુમલાઓ કરીને આપીશું.

આજે રાત્રે ભયંકર યુદ્ધ ! પરમાણુ, ગેસ-તેલના ડેપો પર હુમલો કરી શકે છે ઈઝરાયલ, નેતન્યાહુએ બનાવ્યો પ્લાન 2 - image


Google NewsGoogle News