Get The App

હમાસે માગણીઓ ફગાવતા ઈઝરાયલ રઘવાયો થયું, આડેધડ બોમ્બમારામાં 92ના મોત, જેમાં મોટાભાગના બાળક

Updated: Apr 20th, 2025

GS TEAM


Google News
Google News
હમાસે માગણીઓ ફગાવતા ઈઝરાયલ રઘવાયો થયું, આડેધડ બોમ્બમારામાં 92ના મોત, જેમાં મોટાભાગના બાળક 1 - image


Isarael-Gaza War: ગાઝા યુદ્ધવિરામ પર ફરી એકવાર લાંબા અને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવ્યો છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ હમાસના આતંકી પર યુદ્ધવિરામ વાટાઘાટો તોડવાનો આરોપ મૂક્યો હતો અને ગાઝાને પરિણામો ભોગવવાની ધમકી આપી હતી. નેતન્યાહૂના આદેશ પર ઈઝરાયલી સેના ગાઝામાં વિનાશ મચાવી રહી છે. નેતન્યાહૂએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, જ્યાં સુધી હમાસ અમારી માંગણીઓ સ્વીકારે નહીં ત્યાં સુધી ગાઝા પર હુમલો ચાલુ રહેશે. ગાઝા પરના હુમલાઓ એટલી હદે વધી ગયા છે કે ગુડ ફ્રાઈડે પછી છેલ્લા બે દિવસમાં ઈઝરાયલી હુમલાઓમાં ઓછામાં ઓછા 92 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. જ્યારે 219થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. મૃત્યુ પામેલાઓમાં મોટાભાગની મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે.

હમાસ પોતાની જીદ છોડવા તૈયાર નથી

અહેવાલો અનુસાર, ખાન યુનિસમાં થયેલા હવાઈ હુમલામાં 15 બાળકો માર્યા ગયા. બધા બાળકો તંબુમાં સૂતા હતા.આ દરમિયાન રફાહમાં થયેલા એક અલગ હુમલામાં, એક માતા, તેની પુત્રી અને બે અન્ય લોકો માર્યા ગયા. મૃતદેહોને યુરોપિયન હોસ્પિટલમાં લાવવામાં આવ્યા.

બીજી તરફ હમાસે ઈઝરાયલના અસ્થાયી યુદ્ધવિરામના પ્રસ્તાવને નકારી કાઢ્યો છે. હમાસ કહે છે કે તે કાયમી યુદ્ધવિરામ અને કેદીઓની મુક્તિના બદલામાં એક વ્યાપક સમાધાન ઇચ્છે છે, ફક્ત અસ્થાયી રાહત નહીં. ઈઝરાયલી હુમલાઓ છતાં હમાસ પોતાની જીદ છોડવા તૈયાર નથી.

આ પણ વાંચો: ટ્રમ્પની હિટલર સાથે તુલના, લોકોએ કહ્યું - અમે ઘણું બધું ગુમાવ્યું, ચૂંટણી સુધી રાહ ન જોઇ શકીએ

હમાસના આ ઈનકાર પછી ઈઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ શનિવારે સ્પષ્ટ કર્યું કે, 'જ્યાં સુધી હમાસ અમારા પ્રસ્તાવો સ્વીકારે નહીં ત્યાં સુધી યુદ્ધ બંધ નહીં થાય. ગાઝામાં લશ્કરી કાર્યવાહી સંપૂર્ણ તાકાત સાથે ચાલુ રહેશે.' તેમનું નિવેદન ગાઝામાં મોટા 'સુરક્ષા ક્ષેત્રો' કબજે કરવા અને તેના 18 મહિના લાંબા યુદ્ધને વધુ તીવ્ર બનાવવાની ઈઝરાયલની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરે છે.

હમાસે માગણીઓ ફગાવતા ઈઝરાયલ રઘવાયો થયું, આડેધડ બોમ્બમારામાં 92ના મોત, જેમાં મોટાભાગના બાળક 2 - image

Tags :