Get The App

UN સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસ પર ઈઝરાયલનો પ્રતિબંધ, કહ્યું- 'આતંકવાદીઓનું સમર્થન કરે છે'

Updated: Oct 2nd, 2024


Google NewsGoogle News
UN સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસ પર ઈઝરાયલનો પ્રતિબંધ, કહ્યું- 'આતંકવાદીઓનું સમર્થન કરે છે' 1 - image


Israel Ban UN Secretary General: ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું છે. મંગળવારે મોડી રાતથી બંને બાજુથી એરસ્ટ્રાઇક શરૂ થઈ ચૂકી છે, જેની અસર દુનિયાભરમાં જોવા મળી રહી છે. ખાસ કરીને મધ્ય પૂર્વના દેશોમાં તણાવની સ્થિતિ છે. ઈઝરાયલ સેનાએ લેબેનોનમાં ઘૂસીને હિઝ્બુલ્લાહના લડવૈયા પર હુમલા શરૂ કરી દીધાં છે. વળી, અમેરિકાએ પણ ઈરાનને ચેતવણી આપી દીધી છે. આ બધાની વચ્ચે ઈઝરાયલે પણ યુએન સેક્રેટરી જનરલ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

યુએન સેક્રેટરી જનરલ પર લગાવ્યો પ્રતિબંધ

ઈઝરાયલે યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયા ગુટેરેસને પોતાના દેશમાં પર્સોના નોન ગ્રાટા (એવો વ્યક્તિ જેને હવે કોઈ સન્માન અથવા સ્વાગત નહીં મળે) જાહેર કરવા અને તેમના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. 

આ પણ વાંચોઃ ઈરાને બનાવ્યું ઈઝરાયલના નેતાઓનું 'હિટ લિસ્ટ', નેતન્યાહુ સહિત 11 નેતાને ખતમ કરવાની ધમકી

યુએન સચિવ યુએનના ઈતિહાસમાં કાળો દાગઃ ઈઝરાયલ

ઈઝરાયલ વિદેશ મંત્રી કેટ્ઝએ નિવેદન આપતા કહ્યું કે, 'જે કોઈપણ સ્પષ્ટ રૂપે ઈરાન દ્વારા ઈઝરાયલ પર કરવામાં આવેલા ગુનાઇત હુમલાની નિંદા કરવામાં અસમર્થ છે, તે ઈઝરાયલની ધરતી પર પગ મૂકવા યોગ્ય નથી. ગુટેરેસ ઈઝરાયલને નફરત કરનાર સેક્રેટરી જનરલ છે, જે આતંકવાદીઓ, બળાત્કારીઓ અને હત્યારાઓનું સમર્થન કરે છે. ગુટેરેસને યુએનના ઈતિહાસમાં એક દાગ તરીકે જોવામાં આવશે. આ એવા સેક્રેટરી જનરલ છે, જેમણે 7 ઓક્ટોબરે હમાસના હત્યારાઓ દ્વારા કરવામાં આવેલા નરસંહાર અને યૌન અત્યાચારોની નિંદા નથી કરી, ન તો તેને આતંકવાદી સંગઠન જાહેર કરવાનો કોઈ પ્રયાસનું નેતૃત્વ કર્યું છે. આ સેક્રેટરી જનરલ જે હમાસ, હિઝ્બુલ્લાહ, હુથી અને હવે ઈરાન (વૈશ્વિક આતંકની જનની)ના આતંકવાદી, બળાત્કારી અને હત્યારાઓને સમર્થન આપે છે, તેને યુએનના ઈતિહાસમાં એક દાગના રૂપે યાદ કરવામાં આવશે. ઈઝરાયલે પોતાના નાગરિકોની રક્ષા કરવા અને પોતાની રાષ્ટ્રીય ગરિમાને જાળવી રાખશે, ભલે એન્ટોનિયા ગુટેરેસ હોય કે ન હોય.'

ઈરાને રજૂ કરી મોસ્ટ વોન્ટેડ લિસ્ટ

ઈરાની ગુપ્ત મંત્રાલયે ઈઝરાયલની મોસ્ટ વોન્ટેડ લિસ્ટ રજૂ કરી છે. ગુપ્ત એજન્સી દ્વારા હિબ્રુમાં રજૂ કરવામાં આવેલી ધમકીઓમાં ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને તેના અન્ય ડિફેન્સ મામલાના પ્રમુખ અધિકારીઓનો ખાત્મો કરવાની વાત કહી છે. આ લિસ્ટમાં ટોચની ત્રણ વ્યક્તિમાં નેતન્યાહૂ અને ત્યારબાદ સંરક્ષણ મંત્રી યોઆવ ગેલેન્ટ અને સેના પ્રમુખ હર્ઝી હલેવીનું નામ છે. 

આ પણ વાંચોઃ ઈઝરાયલ ઈરાનને નબળું આંકવાની ભૂલ ના કરે, જાણો સૈન્ય તાકાત મામલે બંને દેશની તાકાત

લેબેનોનની સીમા સાથે જોડાયેલી વિસ્તારોમાં આમને-સામને યુદ્ધ

ઈરાનના હુમલા બાદ ઈઝરાયલના લેબેનોન પર હુમલો તેજ કરી દીધો છે. છેલ્લાં 12 કલાકમાં ઈઝરાયલના બેરૂતમાં છઠ્ઠીવાર હુમલો કર્યો છે. વળી, ઈઝરાયલે જમીન પર હુમલા માટે અને સૈનિકોને લેબેનોન કૂચ કરવાનો આદેશ આપી દીધો છે. ડઝનબંધ ગામ ખાલી કરી દેવાયા છે. લેબેનોનના હિઝ્બુલ્લાહનું કહેવું છે કે, તેમના લડવૈયાઓ સીમાવર્તી શહેર મારૂન એલ રાસમાં ઈઝરાયલ સેનાઓની સાથે આમને-સામને લડાઈ કરી રહ્યાં છે. વળી, ઈઝરાયલની સેનાનું કહેવું છે કે, ઉત્તરીય વિસ્તારના સાફેદમાં રૉકેટ સાઇરન ઑફ કરી દેવાયું છે. લેબેનોન સાથે જોડાયેલી ઈઝરાયલની સીમા પર હિઝ્હુલ્લાહના લડવૈયાઓ સાથે લડાઈમાં ઈઝરાયલના બે સૈનિકના મોત થઈ ગયા છે, જ્યારે 18 ઘાયલ છે. 


Google NewsGoogle News