Get The App

છત પરથી મૃતદેહો ફેંકતો ઈઝરાયલી સૈનિકોનો વીડિયો વાયરલ, લોકોએ અમાનવીય કૃત્ય ગણાવ્યું

Updated: Sep 20th, 2024


Google NewsGoogle News

છત પરથી મૃતદેહો ફેંકતો ઈઝરાયલી સૈનિકોનો વીડિયો વાયરલ, લોકોએ અમાનવીય કૃત્ય ગણાવ્યું 1 - image

Image:X

Israel Army Video : ઈઝરાયલ અને હમાસની વચ્ચે યુદ્ધ સમાપ્ત થવાનું નામ નથી લઈ રહ્યું. ગાઝા અને વેસ્ટ બેન્કમાં ઈઝરાયલ સેના આઈડીએફ (IDF) નો કહેર હજુ શરૂ જ છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં વેસ્ટ બેન્કમાં ઈઝરાયલ સૈનિકો બહુમાળી ઈમારતની છત પરથી પેલેસ્ટાઈનના અમુક યુવકોનો મૃતદેહ નીચે ફેંકી રહ્યાં છે. આ વીડિયો વાયરલ થયાં બાદ વિવાદ શરૂ થયો છે અને ઘણાં માનવાધિકાર સંગઠનો તેની નિંદા કરી રહ્યાં છે.

ઈઝરાલ સેના ગુરૂવારે વેસ્ટ બેન્કના ઉત્તરના ભાગમાં દરોડો કરવા પહોંચી હતી. કબાતિયા શહેરમાં દરોડા પાડતી વખતે આઈડીએફએ ઈમારતની છત પર પડેલાં પેલેસ્ટાઇનના લોકોના મૃતદેહને નીચે ફેંકી દીધાં હતાં. આ સમગ્ર ઘટના તે સમયે ત્યાં હાજર અમુક પત્રકારોએ પોતાના કેમેરામાં કેદ કરી હતી.

આ પણ વાંચોઃ યુદ્ધના એલાન વચ્ચે અનેક એરલાઇન્સનો મોટો નિર્ણય, વિદેશ જનારા લોકો ખાસ વાંચી લો

આ ઘટનાના વાયરલ વીડિયોમાં ઈમારતની છત પર ઉભેલા અમુક ઈઝરાયલ સૈનિકો ત્યાં પડેલાં મૃતદેહોને ઉપાડીને છતની કિનારીએ લાવીને નીચે ફેંકી રહ્યાં છે. 

આ પણ વાંચોઃ ઈઝરાયલ સામે હિઝબુલ્લાહે કર્યું યુદ્ધનું એલાન, ગાઝા જેવા હાલ કરવાની ચેતવણી, સમગ્ર વિશ્વ ચિંતિત


પેલેસ્ટાઇનના એક માનવાધિકાર સમૂહ અલ-હકના ડિરેક્ટર શાવન ઝબારિને કહ્યું કે, આવું કરવાની કોઈ જરૂર ન હતી. પેલેસ્ટાઇનના લોકોના મૃતદેહ સાથે જાનવરની જેવો વ્યવહાર કરવામાં આવ્યો છે. આ વીડિયો ચોંકાવનારો હોવા છતાં ચોકાવતો નથી. મને તો શંકા છે કે, ઈઝરાયલ આ ઘટનાની યોગ્ય રીત તપાસ પણ નહીં કરે. 




Google NewsGoogle News