Get The App

યુએનથી ઇઝરાયેલ નારાજ, પ્રમુખ એંટોનિયો ગુટરેસના પ્રવેશ પર મુકયો પ્રતિબંધ

ઇરાનને ઇઝરાયેલ પર કરેલા હુમલાની ટીકા ન થતા ઇઝરાયેલ ગિન્નાયું

સંયુકત રાષ્ટ્રને ઇતિહાસના કાળા ડાઘ તરીકે યાદ કરવામાં આવશે.

Updated: Oct 2nd, 2024


Google NewsGoogle News
યુએનથી ઇઝરાયેલ નારાજ, પ્રમુખ એંટોનિયો ગુટરેસના પ્રવેશ પર મુકયો પ્રતિબંધ 1 - image


તેલઅવીવ,૨ ઓકટોબર,૨૦૨૪,બુધવાર 

 ઇરાને કરેલા મિસાઇલ હુમલાની યુએનના પ્રમુખ એંટોનિયો ગુટરેસે નિંદા ના કરતા ઇઝરાયેલે નારાજગી વ્યકત કરી છે. ઇઝરાયેલે નારાજ થઇને સંયુકત રાષ્ટ્ર પ્રમુખના ઇઝરાયેલ પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ઇઝરાયેલના વિદેશમંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે  આ એક અમારા માટે અળખામણા વ્યકિત છે અને અમે તેમના પ્રવેશ પર રોક લગાવી છે. જે ઇઝરાયેલ પર ઇરાનના હુમલાની નિંદા પણ કરી શકતા નથી તે ઇઝરાયેલમાં પ્રવેશ કરવાને લાયક નથી.

ભલે નિંદા કરી ના હોય પરંતુ ઇઝરાયેલ પોતાના નાગરિકોનું જરુરથી રક્ષણ કરશે. ગુટરેસ વિના પણ પોતાની રાષ્ટ્રીય ગરિમા રાખવાનું જાણે છે. નવાઇની વાત તો છે કે સંયુકત રાષ્ટ્રસંઘે સાત ઓકટોબરના રોજ હમાસે ઇઝરાયેલમાં નરસંહાર અને યૌન અત્યાચારો કર્યા તેની પણ ટીકા કરી નથી. હમાસને આતંકવાદી સંગઠન જાહેર કરવા માટે પુરતા પ્રયાસો પણ કર્યા નથી. એ રીતે જોઇએ તો મહાસચિવ આતંકવાદીઓ અને બળાત્કારીઓનું સમર્થમ કરે છે.

હમાસ, હૂતી, હિજબુલ્લાહ અને ઇરાનના હત્યારાઓને લોકો વૈશ્વિક આતંકની માતૃશકિત તરીકે સંયુકત રાષ્ટ્રને ઇતિહાસના કાળા ડાઘ તરીકે યાદ કરવામાં આવશે. ઇઝરાયેલના વિદેશ મંત્રાલયના ઉપ પ્રવકતા એલેકસ ગેેંડલરે કહયું હતું કે યુએન મહાસચિવ ગુટેરસ ઇરાનના કૃત્યોની નિંદા કરવાના સ્થાને પશ્ચિમ એશિયામાં શાંતિની કામના વ્યકત કરતા રહે છે. યુધ્ધ વિરામની ખાસ જરુર હોવાનું જણાવે છે.



Google NewsGoogle News