મોસાદ-CIAનો પ્લાન, કતારની મધ્યસ્થતા.. બંધકોની મુક્તિ માટે ઈઝરાયલ હમાસની આ શરત માનવા તૈયાર!

હમાસ 7 ઓક્ટોબરે ઇઝરાયેલમાંથી બંધક બનાવેલા લોકો પૈકી મોટાભાગના બાળકો અને મહિલાઓને મુક્ત કરી શકે છે

એવી ચર્ચા છે કે આ ડીલ અંગે થોડા દિવસોમાં જાહેરાત કરવામાં આવી શકે છે

Updated: Nov 14th, 2023


Google NewsGoogle News
મોસાદ-CIAનો પ્લાન, કતારની મધ્યસ્થતા.. બંધકોની મુક્તિ માટે ઈઝરાયલ હમાસની આ શરત માનવા તૈયાર! 1 - image

image : IANS




Israel vs Hamas war | યુદ્ધ વચ્ચે એક સારા અહેવાલ છે. ઈઝરાયલ અને હમાસ બંધકોની મુક્તિ અંગે એક સમજૂતી પર સહમત થવાની અણીએ પહોંચી ગયાનો દાવો કરાયો છે. એવું મનાય છે કે જો બધું બરાબર રહ્યું તો હમાસ 7 ઓક્ટોબરે ઇઝરાયેલમાંથી બંધક બનાવેલા લોકો પૈકી મોટાભાગના બાળકો અને મહિલાઓને મુક્ત કરી શકે છે. એવી ચર્ચા છે કે આ ડીલ અંગે થોડા દિવસોમાં જાહેરાત કરવામાં આવી શકે છે.

અમેરિકી અખબારે કર્યો મોટો દાવો 

એક અમેરિકી અખબારે ઈઝરાયેલના એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને આ માહિતી આપી છે. અધિકારીએ કહ્યું કે જો અંતિમ વાટાઘાટોમાં સમાધાન થઈ જશે તો થોડા દિવસોમાં આ સમજૂતી અંગે જાહેરાત થઈ શકે છે. નામ જાહેર ન કરવાની શરતે બોલતા એક ઇઝરાયેલી અધિકારીએ જણાવ્યું હતું કે ડીલની સામાન્ય રૂપરેખા તૈયાર થઈ ચૂકી છે.  અસ્થાયી કરાર હેઠળ ઇઝરાયેલની મહિલાઓ અને બાળકોને મુક્ત કરવાની અપીલ કરાઇ છે. જેના બદલારૂપે ઇઝરાયેલની જેલમાં કેદ પેલેસ્ટિની મહિલાઓ અને યુવાનોને પણ મુક્ત કરવામાં આવશે.

ઈઝરાયલ શું ઈચ્છે છે? 

રિપોર્ટ અનુસાર, ઈઝરાયેલ ઈચ્છે છે કે તેની તમામ બંધક 100 મહિલાઓ અને બાળકોને મુક્ત કરવામાં આવે. જોકે, શરૂઆતમાં આ સંખ્યા ઓછી હોઈ શકે છે. હમાસ પહેલેથી જ સંકેત આપી ચૂક્યું છે કે તે 70 મહિલાઓ અને બાળકોને મુક્ત કરવા તૈયાર છે. બીજી તરફ ઇઝરાયેલમાંથી કેટલા પેલેસ્ટિની મહિલાઓ અને યુવાનોને મુક્ત કરવામાં આવશે તેનો આંકડો હજુ સ્પષ્ટ નથી, પરંતુ એક અરબ અધિકારીએ ગયા અઠવાડિયે જણાવ્યું હતું કે  ઓછામાં ઓછા 120 લોકો જેલમાં છે.

યુદ્ધવિરામની પણ શક્યતા!  

ઈઝરાયેલના અધિકારીએ કહ્યું કે બંધકો અને કેદીઓની આપ-લેની સાથે સંભવતઃ પાંચ દિવસનો યુદ્ધવિરામ પણ અમલમાં આવી શકે છે. આ યુદ્ધવિરામથી ઈઝરાયેલના કેદીઓને સુરક્ષિત મુસાફરી કરવાની છૂટ મળશે. ઇઝરાયેલી અધિકારીએ કહ્યું કે તે ગાઝામાં પેલેસ્ટિનિયન નાગરિકોને વધુ આંતરરાષ્ટ્રીય સહાયની પણ મંજૂરી આપી શકે છે.

મોસાદ-CIAનો પ્લાન, કતારની મધ્યસ્થતા.. બંધકોની મુક્તિ માટે ઈઝરાયલ હમાસની આ શરત માનવા તૈયાર! 2 - image


Google NewsGoogle News