ગુટારેસ હમાસના હમદર્દ અને વૈશ્વિક શાંતિ માટે ખતરનાક છે, UNના મહામંત્રી પર ભડક્યુ ઈઝરાયેલ

Updated: Dec 7th, 2023


Google NewsGoogle News
ગુટારેસ હમાસના હમદર્દ અને વૈશ્વિક શાંતિ માટે ખતરનાક છે, UNના મહામંત્રી પર ભડક્યુ ઈઝરાયેલ 1 - image

તેલ અવીવ,તા.7 ડિસેમ્બર 2023,ગુરૂવાર

હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા જંગમાં ઈઝરાયેલે યુએનને ટાર્ગેટ બનાવીને અત્યાર સુધીનુ સૌથી સ્ફોટક નિવેદન આપ્યુ છે. 

ઈઝરાયેલના વિદેશ મંત્રી એલી કોહેને યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટારેસ પર હમાસનુ સમર્થન કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે ગુટારેસના રાજીનામાની માંગ કરીને કહ્યુ છે કે, યુએનના વડા તરીકે તેમનો કાર્યકાળ વૈશ્વિક શાંતિ માટે ખતરારુપ બની રહ્યો છે. 

ઉલ્લેખનીય છે કે, ગુટારેસે ઈઝરાયેલને યુધ્ધ રોકવા માટે કહ્યુ હતુ અને તેના કારણે રોષે ભરાયેલા ઈઝરાયેલના વિદેશ મંત્રીએ ઉગ્ર પ્રત્યાઘાત આપતા કહ્યુ હતુ કે, યુધ્ધ રોકવા માટે ગુટારેસનુ આહવાન બતાવે છે કે, ગુટારેસ આતંકી સંગઠન હમાસના સમર્થનમાં છે. ગુટારેસ હમાસને સમર્થન આપીને મહિલાઓના રેપ તેમજ  નાનકડા બાળકોની હત્યાનુ સમર્થન કરી રહ્યા છે. ગુટારેસ દુનિયાની શાંતિ માટે ખતરો બની રહ્યા છે. 

ગુટારેસે યુએન ચાર્ટરના આર્ટિકલ 99 હેઠળ 15 સભ્યોની સુરક્ષા પરિષદને પત્ર લખીને ગાઝામાં યુધ્ધ વિરામ કરાવવા માટે અપીલ કરી છે. યુએનના કોઈ મહામંત્રીએ ચાર્ટર 99 નો ઉપયોગ કર્યો હોય તેવુ 1989 બાદ પહેલી વખત બન્યુ છે. આ એવો આર્ટિકલ છે જેના થકી યુએન મહામંત્રીને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાને ખતરો હોય તેવા મામલામાં સુરક્ષા પરિષદનુ ધ્યાન દોરવાની સત્તા આપે છે. 

ગુટારેસ તો હમાસ સાથે ઈઝરાયેલે યુધ્ધ શરુ કર્યા બાદ પહેલેથી જ ઈઝરાયેલના નિશાના પર છે. ઈઝરાયેલ તેમને હમાસના હમદર્દ પણ ગણાવી રહ્યુ છે. 


Google NewsGoogle News