Get The App

'ઈઝરાયલ પર થશે સૌથી ભયાનક હુમલો...', એક્સપર્ટે નેતન્યાહુને ચેતવ્યાં, ઈરાને કરી મોટી તૈયારી

Updated: Aug 3rd, 2024


Google NewsGoogle News
'ઈઝરાયલ પર થશે સૌથી ભયાનક હુમલો...', એક્સપર્ટે નેતન્યાહુને ચેતવ્યાં, ઈરાને કરી મોટી તૈયારી 1 - image


Ismail Haniyeh Murder Revenge: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે તણાવ હાલમાં ચરમ પર છે. હાનિયાને ઠાર કરાયા બાદ ઈરાન બદલાની કાર્યવાહી કરી શકે છે. ઈઝરાયેલ અને તેનો મુખ્ય સહયોગી અમેરિકા ઈરાન દ્વારા હુમલાની શક્યતાને ધ્યાનમાં રાખીને તૈયારી કરી રહ્યા છે. આ વચ્ચે સરંક્ષણ એક્સપર્ટે દાવો કર્યો છે કે, ઈરાનનો ઈઝરાયલ પર આ હુમલો આ વર્ષે એપ્રિલમાં થયેલા હુમલા કરતા મોટા પાયે થશે. ઈરાને આ વર્ષે એપ્રિલમાં ઈઝરાયલ પર સેંકડોની સંખ્યામાં મિસાઈલ અને ડ્રોન છોડ્યા હતા. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઈરાન આ વખતે તેના કરતા ઘણાં મોટા હુમલાની તૈયારી કરી રહ્યું છે. 

હિઝબુલ્લાહ પણ ઈઝરાયેલ પર હુમલો કરી શકે છે

એક અહેવાલ પ્રમાણે ઈરાન ઈસ્માઈલ હાનિયાની હત્યા બાદ બદલો લેવાની યોજના બનાવી રહ્યું છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે IDFને તેના પાડોસી દેશોમાં ઈરાન દ્વારા 170 ડ્રોન, 30 ક્રુઝ મિસાઈલ અને 120 બેલેસ્ટિક મિસાઈલ મોકલી હોવાની માહિતી મળી છે. એક્સિયોસે અમેરિકન જાસૂસોનો હવાલો આપતા કહ્યું કે, ઈરાન થોડા જ દિવસોમાં ઈઝરાયેલ પર હુમલો કરશે. લેબનોનની રાજધાની બેરૂતમાં પોતાના વરિષ્ઠ કમાન્ડરની હત્યા બાદ હિઝબુલ્લાહ પણ ઈઝરાયેલ પર હુમલો કરી શકે છે અને તે ઈરાન સાથે તેમાં સામેલ થશે.

આવનારા દિવસો મુશ્કેલીભર્યા હોઈ શકે છે: અમેરિકા

અહેવાલ પ્રમાણે અમેરિકા પોતાના સહયોગી ઈઝરાયેલની સુરક્ષા માટે સાવચેતી રાખી રહ્યું છે અને તેને લાગે છે કે આવનારા દિવસો મુશ્કેલીભર્યા હોઈ શકે છે. ઈઝરાયલના અધિકારીઓ પણ માને છે કે ઈરાન અમારા દેશ પર મોટો મિસાઈલ હુમલો કરશે. પૂર્વ ઈઝરાયલના ગુપ્તચર અધિકારી એવી મેલમેડે કહ્યું કે, હુમલો ઈરાનના કોઈ પ્રોક્સી જેમ કે હિઝબુલ્લાહ, ઈરાકમાં શિયા મિલિશિયા અથવા યમનમાં હુથીઓના માધ્યમથી થઈ શકે છે. તેમણે કહ્યું કે આ હુમલામાં સાયબર એટેક સામેલ હોઈ શકે છે.

તેહરાનના એક ગેસ્ટહાઉસમાં હમાસના ઈસ્માઈલ હાનિયાની હત્યા બાદ ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખુમેનીએ પોતાની સેનાને ઈઝરાયેલ પર સીધો હુમલો કરવાનો આદેશ આપી દીધો છે. ઈરાને કહ્યું કે, હાનિયાની હત્યાનો બદલો લેવો તે અમારા દેશની ફરજ છે. શક્તિશાળી ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે ઈઝરાયેલની સાથે અમેરિકાને પણ ધમકી આપી છે. કોર્પ્સે કહ્યું છે કે જો બાઈડેન અમારા બદલો લેવાના હુમલામાં દખલ કરશે તો અમે અમેરિન ઠેકાણાને ટાર્ગેટ કરીશું. હિઝબુલ્લાના ચીફ હસન નસરુલ્લાહે કહ્યું કે અમારું ગ્રુપ એક મહત્તવપૂર્ણ હુમલાની તૈયારી કરી રહ્યું છે.

'ઈઝરાયલ પર થશે સૌથી ભયાનક હુમલો...', એક્સપર્ટે નેતન્યાહુને ચેતવ્યાં, ઈરાને કરી મોટી તૈયારી 2 - image


Google NewsGoogle News