ઈસ્માઈલ હાનિયાનું મોત એરસ્ટ્રાઇકથી નહીં, ઘરમાં બે મહિના પહેલા લગાવાયેલા બોંબથી થયું, રિપોર્ટમાં દાવો
Bomb Blast in Ismail Haniyeh House : હમાસના ટોચના કમાન્ડર ઈસ્માઈલ હાનિયાના મોત અંગે ચોંકવારો ખુલાસો થયો છે. એવો રિપોર્ટ સામે આવ્યો છે કે, હાનિયાનું એરસ્ટ્રાઇકમાં મોત થયું નથી, પરંતુ ઈઝરાયલે ઈરાનની રાજધાની તહેરાનમાં કરેલી કથિત એરસ્ટ્રાઇકના કારણે તેનું મોત થયું હોવાનો માત્ર દાવો કરાઈ રહ્યો છે.
હાનિયાને મારવા બે મહિનાથી રાહ જોવાઈ રહી હતી
હવે આ મામલે ન્યૂયોર્ક ટાઇમ્સના રિપોર્ટમાં એક ચોંકાવનારો ખુલાસો કર્યા બાદ વિશ્વભરને અચંબામાં મૂકી દીધું છે. તેણે અમેરિકા અને મધ્ય-પૂર્વના ઘણા અધિકારીઓને ટાંકીને રિપોર્ટમાં જણાવ્યું છે કે, ઈસ્માઈલ હાનિયા (Ismail Haniyeh)ને મારવા માટે તહેરાન(Tehran)ના પૉશ વિસ્તારમાં બે મહિનાથી રાહ જોવાઈ રહી હતી.
આ પણ વાંચો : ઈઝરાયલે AIની મદદથી કર્યું આતંકીનું એન્કાઉન્ટર, મોસાદનું ઈઝરાયલથી 1500 કિ.મી. દૂર ઓપરેશન
બે મહિના પહેલા હાનિયાના ઘરમાં બોંબ ફીટ કરાયો હતો
અમેરિકન સમાચાર પત્રના રિપોર્ટ મુજબ હાનિયાના ઘરમાં બે મહિના પહેલાં જ બોંબ ફીટ કરવામાં આવ્યો હતો, જેના કારણે તેમનું અને તેમના સુરક્ષા કર્મચારીનું મોત થયું છે. જોકે બોંબ કોણે ફીટ કર્યો હતો તેનો રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો નથી. પરંતુ આ મુદ્દે ઈરાને (Iran) પહેલા જ ઈઝરાયેલ(Israel)ની ગુપ્તચર એજન્સી મોસાદ (Mossad) પર આક્ષેપ લગાવ્યો હતો. ઈરાને આક્ષેપ કર્યો હતો કે, મોસાદની જાસૂસી બાદ ઈઝરાયેલી એરસ્ટ્રાઇકમાં હાનિયાને મારવામાં આવ્યો છે.
ઈરાનના ગેસ્ટ હાઉસમાં છુપાઈને રિમોટ બોંબ લગાવાયો હતો
રિપોર્ટ મુજબ હમાસના ટોચના કમાન્ડર હાનિયાને મારવા માટે તેમના નિવસસ્થાને જ બે મહિનાથી રાહ જોવાઈ રહી હતી. જ્યાં ઈરાનના ગેસ્ટહાઉસમાં હાનિયાની આવવાની આશા હતી, ત્યાં બે મહિના પહેલાં જ છુપાવીને એક બોંબ ફીટ કરાયો હતો. આ ગેસ્ટહાઉસ એક મોટા પરિસરમાં આવેલું છે અને તેનો ઉપયોગ ઈરાનના રિવ્યોલ્યૂશનરી ગાર્ડ (IRGC) દ્વારા ગુપ્ત બેઠકો અને મહત્ત્વના મહેમાનોના રહેઠાણ માટે કરાતો હતો. હમાસના ટોચના વાર્તાકાર હાનિયે થોડાં દિવસો પહેલાં કતારમાં રાજદ્વારી પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું. ત્યારબાદ તેઓ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયાનના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા તહેરાન પહોંચ્યા હતા.
આ પણ વાંચો : ‘તાત્કાલિક લેબનોન છોડી દો’, ભારતીય દૂતાવાસની એડવાઈઝરી જાહેર, જાણો શું છે મામલો
રૂમમાં હાનિયા હોવાની પુષ્ટી કર્યા બાદ કરાયો વિસ્ફોટ
રિપોર્ટ મુજબ મંગળવારે સવારે ઈસ્માઈલ હાનિયા ગેસ્ટહાઉસમાં પોતાના રૂમમાં હોવાની સમગ્ર માહિતી મેળવી લેવાઈ હતી, ત્યારબાદ હત્યારાઓએ રિમોટ બોંબથી વિસ્ફોટ કર્યો હતો. વિસ્ફોટ એટલો ભયંકર હતો કે, બિલ્ડિંગનો ઘણો ભાગ ધરાશાયી થયો હતો અને તેના દરવાજા પણ તૂટી ગયા હતા. આ વિસ્ફોટમાં હાનિયા અને તેમના સુરક્ષા કર્મચારીઓ પણ માર્યા ગયા હતા.