Get The App

આઇલેન્ડનાં નવાં વડાપ્રધાન 37 વર્ષના પીતોન્ગાત્રન્ શીનાવત્રા દેશનાં સૌથી યુવાન વડાપ્રધાન બની રહેશે

Updated: Aug 17th, 2024


Google NewsGoogle News
આઇલેન્ડનાં નવાં વડાપ્રધાન 37 વર્ષના પીતોન્ગાત્રન્ શીનાવત્રા દેશનાં સૌથી યુવાન વડાપ્રધાન બની રહેશે 1 - image


- પૂર્વ વડાપ્રધાન આકસીન શીનાવત્રાએ ત્યાગપત્ર આપ્યા પછી પીતોન્ગાત્રન્ને સંસદે વડાપ્રધાન પદે ચૂંટયા

બેંગકોંક : દક્ષિણ પૂર્વ એશિયામાં ભૂભાગમાં મધ્યસ્થ સ્થાને રહેલાં મહત્ત્વનાં રાષ્ટ્ર થાઈલેન્ડમાં તેની સંસદે માત્ર ૩૭ વર્ષના પીતોન્ગાત્રન્ શીનાવત્રાને નવાં વડાપ્રધાન પદે ચૂટી કાઢ્યા છે. તેઓ થાઈલેન્ડના રાજકીય દિગ્ગજ થાકસીન શીના પત્રાનાં પુત્રી છે. તેઓની વડાપ્રધાન પદે વરણી થતાં દેશનાં સૌથી યુવા વડાપ્રધાન બની રહેશે. થાઈ સંસદમાં તેઓને ૫૧ ટકા મત મળ્યા હતા.

તેઓ હવે તેઓનાં ફઈ અને તેઓના પિતાશ્રીએ પૂર્વે ધારણ કરેલું પદ સંભાળી રહેશે. 

તેઓ આ પહેલાં દેશનાં વડાપ્રધાન પદે આવેલાં યીંગલૂક શિનાવત્રા પછી દેશનાં બીજાં મહિલા વડાપ્રધાન બની રહેશે. ઉલ્લેખનીય છે કે ચીંગસૂક શિવાપત્રા, પીતોન્ગાત્રન્નાં ફોઈ થાય છે. આમ એક જ કુટુંબમાંથી થાઈલેન્ડને ત્રણ ત્રણ વડાપ્રધાન મળ્યા છે.

ઉલ્લેખનીય છે કે દક્ષિણ પૂર્વ એશિયામાં થાઈલેન્ડનું અત્યંત મહત્ત્વનું સ્થાન છે. પૂર્વમાં તે લાઓસા કમ્બોડીયાને સ્પર્શે છે.  ઉત્તરે ચીનની સરહદ દેશના ઉત્તરના ભાગેથી માત્ર પચાસેક કી.મી. જેટલી દૂર છે. વચ્ચે પર્વતો અને પર્વતો પરનાં ગાઢ જંગલો છે. પશ્ચિમે તેની સરહદ મ્યાનમારને લાંબે સુધી સ્પર્શે છે. તેનો દક્ષિણનો લાંબો પટ્ટો દક્ષિણ ચીન સમુદ્ર અને બંગાળના ઉપસાગરને સ્પર્શે છે. છેક દક્ષિણે તે મલેશિયાને સ્પર્શે છે. આમ વ્યૂહાત્મક દ્રષ્ટિએ તે ભારત માટે અત્યંત મહત્ત્વનું છે. 

અહીં ભારતીય સંસ્કૃતિનો પ્રસાર પણ ઘણો છે. બેંગકોકથી ઉત્તર પૂર્વે રહેલી તેની પ્રાચીન સમયની રાજધાનીનું નામ જ અયુત્યા (અયોધ્યા) છે. તેના રાજાનો એક ટાઈટલ જ રામ છે. અત્યારના રાજાનો ટાઈટલ રામ-૨૬મો છે. અહીં દુનિયાની સૌથી જૂની એક જ વંશની રાજાશાહી છે. ભારત સાથે તેના સાંસ્કૃતિક સંબંધો છે. 

થાઈલેન્ડમાં પહેલાં હિન્દૂધર્મ વૈષ્ણવપંથ હતો. પછી ત્યાં બૌદ્ધ ધર્મનો પ્રસાર થયો છે. અહીં રામાયણનાં કથાનકો મલેશિયાની જેમ તથા ઇન્ડોનેશિયાની જેમ જ લોકપ્રિય છે. આ બંને દેશો ઈસ્લામ-ધર્મી હોવા છતાં ત્યાં રામાયણનાં કથાનકો અત્યંત લોકપ્રિય છે. તેવી જ રીતે થાઈલેન્ડમાં પણ બૌદ્ધ ધર્મ હોવા છતાં રામાયણનાં કથાનકો પ્રચલિત છે. તેઓ ગણેશનું પૂજન કરે છે. અને તેથી હાથીનું પૂજન કરે છે. તેમાં પણ એલ્બ્લ્યુમીનો આછો ગુલાબી હાથી તો પૂજનીય ગણાય છે. તેની પાસે કામ પણ લેવાતું નથી.

સૌથી વધુ ઉલ્લેખનીય છે કે અહીં ભારતીય સંસ્કૃતિ ધર્મ અને પ્રેમ દ્વારા પ્રસરી છે, તલવારથી નહીં. થાઈલેન્ડમાં આજે પણ ઘણા ભારતીયો વિશેષત:  તમિલો અને કેટલાંક બંગાળીઓ સદીઓથી ત્યાં વસેલા છે.


Google NewsGoogle News