Get The App

કટ્ટરપંથી સામે બાંગ્લાદેશ સરકાર ઘૂંટણિયે: સેનામાં શરૂ કર્યું ઈસ્લામીકરણ, હવે મહિલાઓ હિજાબમાં રહેશે સુરક્ષામાં

Updated: Sep 26th, 2024

GS TEAM


Google News
Google News
કટ્ટરપંથી સામે બાંગ્લાદેશ સરકાર ઘૂંટણિયે: સેનામાં શરૂ કર્યું ઈસ્લામીકરણ, હવે મહિલાઓ હિજાબમાં રહેશે સુરક્ષામાં 1 - image


Image Source: Twitter

Bangladesh Army Hijab: બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારના પતન બાદ સમગ્ર દેશમાં ઈસ્લામીકરણ તેજ થઈ ગયુ છે. સરકારની તો છોડો હવે બાંગ્લાદેશની સેના પણ કટ્ટરપંથીઓ સામે ઝૂકી ગઈ છે. પહેલી વાર એવું બન્યું છે જ્યારે બાંગ્લાદેશની સેનાએ મહિલા સૈનિકોને હિજાબ પહેરવાની મંજૂરી આપી છે. વર્ષ 2000માં બાંગ્લાદેશ આર્મીમાં મહિલાઓનો સામેલ કરવામાં આવી હતી, ત્યારથી સેનામાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ છે. હવે કટ્ટરપંથીઓના દબાણમાં બાંગ્લાદેશની સેનાએ પોતાના નિયમોમાં ફેરફાર કર્યા છે.

બાંગ્લાદેશી મીડિયા અહેવાલ પ્રમાણે જો મહિલા સૈનિકો હિજાબ પહેરવા માગે છે, તો તેઓ પહેરી શકે છે. એડજ્યુટન્ટ જનરલ કાર્યાલય તરફથી આ અંગે આદેશ આપવામાં આવ્યો છે. ત્યારબાદ હવે મહિલા સૈન્ય કર્મચારીઓ માટે હિજાબ પહેરવું વૈકલ્પિક કરી દેવામાં આવ્યું છે. બાંગ્લાદેશમાં મહિલા અધિકારીઓ, નર્સિંગ સ્ટાફ અને અન્ય લશ્કરી કર્મચારીઓ પર હિજાબ પહેરવા અંગે લગાવવામાં આવેલા પ્રતિબંધને હટાવી દેવામાં આવ્યો છે. એડજ્યુટન્ટ જનરલના કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, '3 સપ્ટેમ્બરના રોજ પીએસઓ સમ્મેલનમાં એક સૈદ્ધાંતિક નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ઈચ્છુક મહિલા કર્મચારીઓને યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની મંજૂરી આપવામાં આવી છે.'

બાંગ્લાદેશમાં મહિલા સૈનિકો માટે હિજાબના નિયમો

હકીકતમાં બાંગ્લાદેશની સેનામાં વર્ષ 2000માં મહિલાઓનો સામેલ કરવામાં આવી હતી. ત્યારબાદથી અત્યાર સુધી મહિલાઓને વર્દીમાં હિજાબ પહેરવાની મંજૂરી નહોતી. એડજ્યુટન્ટ કાર્યાલયે હવે નિર્દેશ આપ્યો છે કે વિવિધ વર્દી (કોમ્બેટ વર્દી, વર્કિંગ વર્દી અને સાડી) સાથે હિજાબના પણ સેમ્પલ આપવામા આવશે. હિજાબના સેમ્પલમાં ફેબ્રિક, રંગ અને માપ પણ સામેલ કરવામાં આવશે. પ્રસ્તાવિત હિજાબ પહેરેલી મહિલા સૈન્ય કર્મચારીઓને રંગીન તસવીરો 26 સપ્ટેમ્બર સુધીમાં સંબંધિત વિભાગને મોકલવા માટે કહેવામાં આવ્યું છે.

બાંગ્લાદેશની સેનામાં કેવી રીતે શરૂ થઈ મહિલાઓની ભરતી

વર્ષ 1997ની શરૂઆતમાં બાંગ્લાદેશની આર્મીમાં પુરુષોની જેમ જ મહિલાઓને અધિકારી બનવાની મંજૂરી આપવામાં આવી હતી. પ્રથમ વખત વર્ષ 2000માં બાંગ્લાદેશની મહિલાઓ સેનામાં અધિકારી બની અને વર્ષ 2013માં સૈનિત તરીકે મહિલાઓ સામેલ થઈ. હજું પણ બાંગ્લાદેશમાં મહિલાઓ ઈન્ફેન્ટ્રી સેના અને આર્મર કોરમાં અધિકારી નથી બની શકતી. 

Tags :