કોંગોમાં ઇસ્લામિક સ્ટેટના આતંકીઓનો હુમલો : 13નાં મોત
યુગાન્ડામાંથી ધસી આવતા આતંકીઓએ ઉત્તરનો કીવુ પ્રાંત ખેદાનમેદાન કર્યો
શુક્રવારે થયેલા આ હુમલામાં મૃત્યુ પામેલાઓમાં પણ મહિલાઓ અને બાળકોની સંખ્યા વધુ હતી. હુમલાખોરોએ શુક્રવારે સાંજે હુમલો કર્યો હતો. ઘરો લૂંટી લીધાં અને પછી તેણે આગ ચાંપી હતી.
અઢળક વન્ય સંપત્તિ અને ખનિજ સંપત્તિ ધરાવતાં આ રાષ્ટ્ર ઉપર કબ્જો જમાવવા થાઈ એસ આતંકીઓ દેશનાં લોહીની નદીઓ વહાવી રહ્યા છે. આવા આતંકીઓનાં જુદાં જુદાં ૧૨૦ જૂથો છે તે બધાએ સાથે મળી એડીએફ નામક સંગઠન રચ્યું છે તે સંગઠન વ્યાપક હત્યાઓ કરી રહ્યું છે.
આતંકી જૂથો યુગાન્ડામાં પર્વતીય અને વનાચ્છાદિન વિસ્તારોમાં રહે છે. ત્યાંથી કોંગોમાં હુમલા કરે છે.
કીવુ પ્રાંતની બાજુમાં ગોમા પ્રાંતમાં પણ હવે તેમની આતંકી પ્રવૃત્તિઓ વિસ્તરી છે. આ બંને પ્રાંતો કોંગોની પૂર્વસીમા પર છે.
આ કીવુ પ્રાંત અને ગોમા પ્રાંત ખ્રિસ્તીઓની બહુમતી ધરાવે છે. વાસ્તવમાં કોંગોંમાં ખ્રિસ્તીઓની બહુમતી છે. બ્લ્યુનાઇલથી દક્ષિણના સુદાનના વિસ્તારથી શરૂ કરી દક્ષિણના વિસ્તારોમાં ખ્રિસ્તીઓની બહુમતી છે. તેમની સાથે ઇસ્લામીક કટ્ટરપંથીઓની સતત લડાઈ ચાલે છે.
સંયુક્ત રાષ્ટ્રોએ પણ ત્યાં એડીએફ દ્વારા વારંવાર કરાતા હુમલાની ટીકા કરી છે અને મહિલાઓ તથા બાળકોનાં કરાતાં અપહરણની નિંદા કરી છે.